android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: મીંઢોળા નદીમાં કૂદેલા યુવકને માછીમારે બચાવ્યો
calendar_today January 17, 2026

Surat News: મીંઢોળા નદીમાં કૂદેલા યુવકને માછીમારે બચાવ્યો

સુરત જિલ્લાના બારડોલી શહેરમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય ઘરકંકાસ અને પારિવારિક ઝઘડા ક્યારેક માણસને મોતને વહાલું કરવા સુધી મજબૂર કરી દેતા હોય છે, આવી જ એક ઘટના બારડોલીના મીંઢોળા નદીના પુલ પર જોવા મળી હતી. જ્યાં એક યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત માવચે નામના યુવકે પારિવારિક ઝઘડાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હતું. યુવક બારડોલીમાં મીંઢોળા નદીના પુલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં નદીમાં કૂદી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. માછીમાર બન્યો દેવદૂત યુવક જ્યારે નદીમાં ડૂબી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર એક સ્થાનિક માછીમારે પોતાની જાનની પરવા કર્યા વગર નદીમાં ઝંપલાવ્યું હતું. માછીમારની સમયસૂચકતા અને બહાદુરીને કારણે ભરતને સુરક્ષિત રીતે નદીની બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ બારડોલી ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અને હોસ્પિટલની કામગીરી પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, આખરે એવો તો કેવો પારિવારિક વિવાદ હતો જેના કારણે યુવાને આટલું મોટું પગલું ભરવું પડ્યું. આ પણ વાંચો - Surat News : સુરતમાં શારીરિક અડપલાં કરનાર વેપારી ઝડપાયો, પરિણીતાએ બુમાબૂમ કરતા વેપારી ભાગી છૂટયો હતો

Read Full Story arrow_forward
Rajkot કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંગને ફાંસી
calendar_today January 17, 2026

Rajkot કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંગને ફાંસી

રાજકોટ જિલ્લાના આટકોટમાં માસૂમ બાળકી પર આચરવામાં આવેલા દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટનામાં રાજકોટ ગ્રામ્ય કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી રામસિંગને માનવતાને શર્મસાર કરનારા કૃત્ય બદલ ફાંસીની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, ગત 12 જાન્યુઆરીના રોજ કોર્ટે આરોપીને દોષી જાહેર કર્યો હતો અને ત્યારબાદ આજે સજાની સુનાવણી દરમિયાન તેને મૃત્યુદંડ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ ચુકાદાથી પીડિત પરિવાર અને સમાજમાં ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.આટકોટ દુષ્કર્મ કેસ આ કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે. પોલીસે ગંભીરતા દાખવી માત્ર 11 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી, જેના કારણે કેસની ટ્રાયલ ઝડપથી પૂર્ણ થઈ શકી હતી. તપાસ દરમિયાન જ્યારે સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, ત્યારે આરોપી રામસિંગે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. કાયદાની કડક કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયાના અંતે, નરાધમને તેના પાપની યોગ્ય સજા મળી છે, જે સમાજમાં એક દાખલો બેસાડશે. આ પણ વાંચો : Patan માં કાળમુખો અકસ્માત, શાકભાજી વેચી પરત ફરતા બે સગા ભાઈઓને કાળ ભેટ્યો

Read Full Story arrow_forward
Vadodara : અધિકારીઓ સામે ધારાસભ્ય કેતન ઈનામદારનો રોષ યથાવત, આજની સંકલન બેઠકમાં હાજર રહેવાનો કર્યો ઇન્કાર
calendar_today January 17, 2026

Vadodara : અધિકારીઓ સામે ધારાસભ્ય કેતન ઈનામદારનો રોષ યથાવત, આજની સંકલન બેઠકમાં હાજર રહેવાનો કર્યો ઇન્કાર

વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અધિકારીઓ સામે પોતાના રોષ દર્શાવતા આજે યોજાનારી સંકલન બેઠકમાં હાજર રહેવાનો ઇન્કાર કરતા ફરી એક વાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઈનામદારએ જણાવ્યું કે અગાઉની સંકલમાં થયેલી રજૂઆતોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેઓ બેઠકમાં હાજર નહીં રહે. સાવલીના MLA કેતન ઇનામદારે બહિષ્કાર કર્યો હતો તો પાદરાના MLA ચૈતન્યસિંહ ઝાલા પણ બેઠકથી દૂર રહ્યા હતા અનેકરજણના MLA અક્ષય પટેલ પણ હાજર ન રહ્યા ન હતા. જો કે ડભોઇના MLA શૈલેષ મહેતા અને વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા બેઠકમાં હાજર રહ્યા હતામુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો કલેકટરની અધ્યક્ષતામાં દર મહિને યોજાતી સંકલન બેઠકમાં શહેર-જિલ્લાના ધારાસભ્યો પોતાની રજૂઆત કરે છે. ઉલ્લેખનિય છે કે કેતન ઇનામદાર સહિત પાંચ MLA એ અધિકારીઓની મનમાની અને તેઓ કામ કરતા ના હોવા બાબતે તાજેતરમાં મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો જેની વ્યાપક ચર્ચા થઇ હતી. સંકલન સમિતિ માત્ર ઔપચારિકતા સુધી સીમિત ન રહે ધારાસભ્ય ઈનામદારે જણાવ્યું કે સંકલન સમિતિ માત્ર ઔપચારિકતા સુધી સીમિત ન રહે અને પ્રજાના પ્રશ્નોનો નિરાકરણ લાવવું જોઈએ. મેં મુખ્યમંત્રીને આ અંગે રજુઆત કરી છે ધારાસભ્ય ઈનામદારે કહ્યું, અમારા પ્રશ્નોની ચર્ચા તો થાય છે, પરંતુ નિરાકરણ નથી આવતું. પ્રજાના પ્રશ્નો અંગે અધિકારીઓ ગંભીરતા બતાવતા નથી. મેં મુખ્યમંત્રીને આ અંગે રજુઆત કરી છે અને અમે હજુ પણ રજુઆત ચાલુ રાખીશું. પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હું સંકલન બેઠકમાં હાજર નહિ રહું તેમણે વધુમાં ઉમેર્યું, પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હું સંકલન બેઠકમાં હાજર નહિ રહું. સંકલન સમિતિ માત્ર ઔપચારિકતા ન હોવી જોઈએ. આ બેઠક ફોર્માલીટી હોય તો હું ભાગ લેવા માગતો નથી તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે સંકલનમાં અગાઉના પ્રશ્નોનું નિરાકરણ આયુ નથી. આ બેઠક ખુબ મહત્વની હોય છે. દર મહિનાના ત્રીજા શનિવારે બેઠક યોજાતી હોય છે જેમાં ધારાસભ્યો, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, વિવિધ વિભાગોના અધિકારી હાજર હોય છે અને બેઠકની અધ્યક્ષતા કલેક્ટર કરે છે. આ બેઠકમાં પ્રશ્નો પુછાય તો તેને ગંભીરતાથી લઇ નિરાકરણ લવાતું નથી. ઘણી સંકલનથી મારા પ્રશ્નો આજ દિન સુધી પડતર છે અને તેનું નિરાકરણ નથી. આ બેઠક ફોર્માલીટી હોય તો હું ભાગ લેવા માગતો નથી. સંકલનને ફોર્માલિટી તરીકે નહી અને ગંભીરતાથી લેવાય તથા પ્રશ્નોનું નિરાકરણ લવાય..તેમણે કહ્યું કે મારે જિલ્લાના અન્ય ધારાસભ્યો સાથે વાત થઇ નથી.  હું ધારાસભ્ય બન્યો ત્યારથી રજુઆત કરું છું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય બન્યો ત્યારથી રજુઆત કરું છું અને વિકાસ કામોને લઇ ટેન્ડર બહાર પાડવા કહ્યું છે. તેમણે કહ્યું કે મહીસાગરના પાણી વાઘોડિયામાં પહોંચતા નથી અને આશા છે કે અમારા કામ થશેઆ પણ વાંચો-----   Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward