android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સાબરમતી જેલમાં ચોરીના ગુનામાં બંધ કેદીએ પાઘડીના કાપડથી ગળે ફાંસો ખાધો
calendar_today January 17, 2026

Ahmedabad News : સાબરમતી જેલમાં ચોરીના ગુનામાં બંધ કેદીએ પાઘડીના કાપડથી ગળે ફાંસો ખાધો

અમદાવાદની અત્યંત સુરક્ષિત મણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેલના નવી જેલ વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન યાર્ડમાં બંધ કેદી નિશાંનસિંઘ લુહારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નિશાંનસિંઘે પોતાની પાઘડીના કાપડનો ઉપયોગ કરી ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ જેલના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.રાણીપ પોલીસની તપાસ તેજ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કેદી નિશાંનસિંઘ લુહારની રેલવે પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને તે જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેદી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અનુમાન છે, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જેલની બેરેકમાં કેદીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ પણ વાંચો : Rajkot કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંગને ફાંસી

Read Full Story arrow_forward
Patan માં કાળમુખો અકસ્માત, શાકભાજી વેચી પરત ફરતા બે સગા ભાઈઓને કાળ ભેટ્યો
calendar_today January 17, 2026

Patan માં કાળમુખો અકસ્માત, શાકભાજી વેચી પરત ફરતા બે સગા ભાઈઓને કાળ ભેટ્યો

પાટણના હારીજ હાઈવે પર વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શાકભાજી વેચીને પોતાના ઘરે છકડો રિક્ષા લઈને પરત ફરી રહેલા બે સગા ભાઈઓને કાળનો પંજો ભરખી ગયો છે. હારીજ ત્રણ રસ્તા પાસે આવેલ માખણિયા વિસ્તાર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટર્બો ચાલકે છકડાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે 32 વર્ષીય સુનિલ પટણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેના 24 વર્ષીય નાના ભાઈ અમિત પટણીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.માખણિયા પાસે કરુણાંતિકા આ અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત અમિતને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ પરિવારે બંને આશાસ્પદ યુવાનો ગુમાવતા પટણી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટર્બો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે રોજીરોટી કમાઈને પરત ફરતા શ્રમિક ભાઈઓના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પણ વાંચો : Chhota Udaipur News : નસવાડીમાં શિક્ષણ રામભરોસે, રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં બે દિવસથી શિક્ષક ગુલ્લી પર!

Read Full Story arrow_forward
Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા
calendar_today January 17, 2026

Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

આમ તો ગુજરાત ઘણીવાર શાંતિપ્રિય રાજ્ય તરીકે ઓળખાય છે અને રાજ્ય સરકાર પણ ગુનાખોરી ઓછી હોવાનો દાવો કરે છે. પરંતુ અહેવાલો મુજબ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં જઘન્ય અપરાધ અને ગંભીર ગુનાઓમાં દોષિત પકડાયેલા દોષીઓની સંખ્યા ચિંતાજનક સ્તર પર છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 2020 સુધીમાં ભારતમાં ફાંસીની સજા પામેલા દોષિતોની સંખ્યામાં ઉત્તરપ્રદેશ 95 સાથે પ્રથમ અને ગુજરાત 49 સાથે બીજા સ્થાને છે.ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે ફાંસીની સજા વાળા ગુજરાતના 49 કેદી મુખ્યત્વે ફાંસીની સજા હત્યા, ગેંગરેપ અને રેરેસ્ટ ઓફ ધ રેર જેવા ગંભીર ગુનાઓમાં આપવામાં આવે છે. રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીના ગુનાઓમાં તો ફાંસીનો આદેશ મળવા છતાં ઘણા દોષિતો વર્ષો સુધી જેલમાં જ રહે છે. લોકસભામાં ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, ડિસેમ્બર 2020 સુધી જે આરોપી જેલમાં હોય અને તેમને મૃત્યુદંડ કે ફાંસીની સજા ફટકારાઇ હોય તેવા ગુજરાતમાં કુલ 49 આરોપી છે  ગંભીર ગુનાઓના કેસમાં ફાંસીના અમલ માટે સમય લાગે છે આ નમૂનાથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા મજબૂત હોવા છતાં ગંભીર ગુનાઓના કેસમાં ફાંસીના અમલ માટે સમય લાગે છે. આ ઉપરાંત અન્ય રાજ્યો જેમ કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ગુનાખોરીની છાપ વધારે હોવા છતાં ફાંસી પામેલા દોષીઓની સંખ્યા ઓછી છે. મોટાભાગના કેસોમાં ઉપલી અદાલત કે રાષ્ટ્રપતિની દયા યાચિકા કારણે વર્ષો સુધી ફાંસીના આદેશ અમલમાં નથી આવતાં, અને કેટલાક કિસ્સામાં આજીવન કેદમાં ફેરવી દેવામાં આવે છે. રાજ્ય પ્રમાણે ફાંસી પામેલા દોષીઓની સંખ્યા (ડિસેમ્બર 2020 સુધી) રાજ્ય દોષીઓની સંખ્યા જોઇએ તો ઉત્તરપ્રદેશ 95, ગુજરાત 49, મહારાષ્ટ્ર 45, ઝારખંડ 45, મધ્યપ્રદેશ 39, કર્ણાટક 32, બિહાર 27, પશ્ચિમ બંગાળ 26, હરિયાણા 21, ઉત્તરાખંડ 20, રાજસ્થાન 20 અને કેરળમાં 19 દોષિતોનો સમાવેશ થાય છે.ગુજરાતમાં નોંધપાત્ર ફાંસી કેસ ગુજરાતમાં ચકચાર જગાવનારા ફાંસીના કેસમાં 1989માં રાજકોટમાં શશિકાંત માળી નામના ગુનેગારને ટ્રિપલ મર્ડર બદલ ફાંસી આપવામાં આવી, જેમાં તેણે એક બાળકી સહિત ત્રણની હત્યા કરી હતી તો સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીનો આદેશ કરાયો હતો તો 2002માં ગોધરા ટ્રેન કાંડમાં કારસેવકોને સળગાવી દેવા મામલે 12 આરોપીઓને ફાંસી અપાઇ હતી જે બાદ આજીવન કેદમાં ફેરવાઇ. આ પણ વાંચો-----   Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward