android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Jail Prisoner : ગુજરાતમાં આરોપીઓને ફાંસીની સજા માટે અન્ય રાજયમાંથી જલ્લાદ લવાય છે ! છેલ્લે 1983માં રાજકોટની જેલમાં ફાંસીની સજા અપાઈ
calendar_today January 17, 2026

Gujarat Jail Prisoner : ગુજરાતમાં આરોપીઓને ફાંસીની સજા માટે અન્ય રાજયમાંથી જલ્લાદ લવાય છે ! છેલ્લે 1983માં રાજકોટની જેલમાં ફાંસીની સજા અપાઈ

રાજયની અલગ-અલગ જેલોમાં ફાંસીના માંચડા તો છે પરંતુ મહત્વની વાત તો એ છે કે, વર્ષ 1983 પછી રાજય સરકારે ફાંસી આપનાર જલ્લાદની ભરતી કરી નથી એટલે જો કોઈ આરોપીને ફાંસી આપવાની હોય તો અન્ય રાજયોની જેલમાંથી જલ્લાદ બોલાવવો પડે છે, ગુજરાતની ઘણી કોર્ટે અત્યાર સુધીમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. સુરતમાં આરોપી ફેનિલ ગોયાણી હજી ફાંસીની સજા અપાઈ નથી સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી પરંતુ આ કેસમાં હજી ફેનિલને ફાંસીની સજા અપાઈ નથી, કોર્ટે તો ચુકાદો આપ્યો છે પણ ફાંસી નથી થઈ, આ કેસ બહુ ચર્ચિત હતો અને 70 દિવસ સુધી ચાલેલી ટ્રાયલના અંતે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. આરોપી ફેનિલને સજા કોણ આપશે? તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 4 ડિસેમ્બર 2025ના રોજ વલસાડમાં રેપ વિથ મર્ડર કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી વાપી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી, નરાધમ રઝાક સુભાનખાનને કોર્ટે ફટકારી ફાંસીની સજા અને બાળકીને ચોકલેટ આપવાની લાલચે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ, શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીનું રેપ વિથ મર્ડર કરનાર આરોપીને ફાંસીની સજા આપી કોર્ટે સમાજમાં એક મજબૂત દાખલો બેસાડયો હતો. આરોપીને સજા કોણ આપશે? તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 17 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજા ફટકારી આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં ચુકાદો આવ્યો છે અને આરોપી રામસિંગને ફાંસીની સજા ફટકારી છે, રાજકોટ ગ્રામ્ય કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો અને 12 જાન્યુઆરીએ આરોપીને દોષી જાહેર કરાયો હતો, આરોપી રામસિંગે બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ અને આરોપી રામસિંગ ડુડવાને ફાંસીની સજા ફટકારી છે, ગ્રામ્ય પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે અને ડે - ટુ - ડે ટ્રાયલ બાદ 33માં દિવસે બાળકીને ન્યાય મળ્યો છે, 7 વર્ષની માસૂમ પર રામસિંગે આચર્યું હતું દુષ્કર્મ અને રિકન્સ્ટ્રક્શનમાં રામસિંગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 1983 પછી રાજ્ય સરકારે ફાંસી આપનાર જલ્લાદની ભરતી જ નથી કરી અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સેશન્સ કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. તે પહેલા પણ ગુજરાતની વિવિધ કોર્ટ દ્વારા આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, પરંતુ જો કેદીને ફાંસી આપવામા આવે તો તે આપે કોણ? તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે વર્ષ 1983 પછી રાજ્ય સરકારે ફાંસી આપનાર જલ્લાદની ભરતી જ નથી કરી. જો ફાંસી આપવાનો આદેશ થાય તો, અન્ય રાજ્યની જેલમાંથી જલ્લાદને લાવવામાં આવે છે અને તેનો પગાર રાજય સરકાર ચૂકવે છે. છેલ્લી ફાંસી રાજકોટમાં 7 સપ્ટેમ્બર, 1989ના રોજ આપવામાં આવી હતી જેલ સત્તાવાળાઓનુ માનવુ છે કે, ગુજરાતમાં ફાંસીની સજા ઓછી આપવામાં આવે છે. આજ કારણોસર જલ્લાદની ભરતી નથી થતી. વર્ષ 1953 થી 1989 સુધીમાં રાજ્યભરમાં માત્ર 7 આરોપીઓને ફાંસી આપવામા આવી છે. જેમાથી 3 ફાંસી વડોદરાની જેલમાં અને 4 ફાંસી રાજકોટની જેલમાં આપવામા આવી છે. છેલ્લી ફાંસી રાજકોટમાં 7 સપ્ટેમ્બર, 1989ના રોજ શશીકાંત કેશવલાલ નામના હત્યાના આરોપીને આપવામાં આવી હતી. આ પણ વાંચો : Surat News : સુરતમાં શારીરિક અડપલાં કરનાર વેપારી ઝડપાયો, પરિણીતાએ બુમાબૂમ કરતા વેપારી ભાગી છૂટયો હતો

Read Full Story arrow_forward
Death Penalty in Gujarat: ગુજરાતમાં ફાંસીની સજા: કડક ચુકાદા અને કાનૂની વાસ્તવિકતા
calendar_today January 17, 2026

Death Penalty in Gujarat: ગુજરાતમાં ફાંસીની સજા: કડક ચુકાદા અને કાનૂની વાસ્તવિકતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર ગુનાઓમાં અદાલતો દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને માસૂમ બાળકીઓ પરના અત્યાચાર અને આતંકવાદ જેવા કિસ્સાઓમાં 'મૃત્યુદંડ' એટલે કે ફાંસીની સજાના અનેક ચુકાદાઓ આવ્યા છે.ગત એક વર્ષના મહત્વના ચુકાદા છેલ્લા 12 મહિનામાં ગુજરાતની વિવિધ સેસન્સ અદાલતોએ 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણીને ફાંસીની સજા સંભળાવી છે. રાજકોટ (આટકોટ) કેસ (જાન્યુઆરી 17, 2026): 7 વર્ષની બાળકી પર અમાનવીય અત્યાચાર કરનાર રામસિંગ તેરસિંગને માત્ર ૩૯ દિવસમાં ટ્રાયલ પૂરી કરી ફાંસીની સજા ફટકારાઈ. આણંદ (ખંભાત) કેસ (એપ્રિલ 2025): બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં 30 વર્ષીય અર્જુન ઉર્ફે ડાડો ગોહેલને 'ડબલ ફાંસી' ની સજા અપાઈ. કોડિનાર કેસ (જુલાઈ 2024): ગીર સોમનાથમાં સગીરા પરના અત્યાચારના કેસમાં પણ કોર્ટે ફાંસીનો હુકમ કર્યો હતો. સુરત (2019): સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ગાંધીનગર (2002): અક્ષરધામ મંદિર પર હુમલો કરવા બદલ ત્રણ આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. બાદમાં તેમને સુપ્રિમ કોર્ટમાં નિર્દોષ જાહેર કરી છોડી મુકાયા હતા. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું વલણ કાયદા મુજબ, નીચલી અદાલતની ફાંસીની સજા ત્યારે જ અમલમાં આવે છે, જ્યારે હાઈકોર્ટ તેને બહાલી આપે. ગત વર્ષે કેટલાક કિસ્સામાં સજામાં ફેરફાર પણ જોવા મળ્યો છે. ખેડા ગેંગરેપ કેસ (જાન્યુઆરી 2026): 2018ના કેસમાં 3 આરોપીઓને નીચલી અદાલતે ફાંસી આપી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે પુરાવાઓના અભાવે તેમને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે. સુરત કેસ (ડિસેમ્બર 2025): એક પિતાને ફાંસીની સજા મળી હતી, જેને હાઈકોર્ટે પુનઃવિચારણા બાદ આજીવન કેદમાં ફેરવી છે. ગુજરાતમાં ફાંસીના કેસના આંકડા નેશનલ લો યુનિવર્સિટીના 'પ્રોજેક્ટ 39-એ' ના રિપોર્ટ અને અદાલતી આંકડા મુજબ: ડેથ રો પર કેદીઓ: ગુજરાતમાં હાલ 50થી વધુ કેદીઓ એવા છે, જેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, અને તેઓ જેલમાં સજાના અમલની અથવા અપીલના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. ઐતિહાસિક આંકડો: 2022માં અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં એકસાથે 38 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જે ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક રેકોર્ડ છે. વાસ્તવિક અમલીકરણ સજા સંભળાવવી અને ફાંસી આપવી એ બંને અલગ પ્રક્રિયા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી કોઈ પણ કેદીને વાસ્તવમાં ફાંસી આપવામાં આવી નથી. ભારતમાં છેલ્લે 2020માં 'નિર્ભયા કેસ' ના ચાર આરોપીઓને ફાંસી અપાઈ હતી. ગુજરાતમાં છેલ્લી ફાંસી ક્યારે અપાઈ હતી તે અંગેના સત્તાવાર આંકડા ઘણા વર્ષો જૂના છે. કેમ ફાંસીની સજાના અમલમાં વિલંબ થાય છે? કોઈપણ ગુનેગારને ફાંસી આપતા પહેલા તેને કાનૂની ઉપચારોની તક મળે છે. હાઈકોર્ટ કન્ફર્મેશન: નીચલી અદાલતના ચુકાદા પર હાઈકોર્ટની મહોર જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં અપીલ: હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે. રિવ્યુ પિટિશન: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ફરી વિચાર કરવા માટે. દયા અરજી: છેલ્લે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી શકાય છે. ગુજરાતની અદાલતો હવે મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુનામાં 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી રહી છે, જેના કારણે ફાંસીની સજાના ચુકાદાઓ વધ્યા છે, જોકે તેનું વાસ્તવિક અમલીકરણ કાનૂની પ્રક્રિયાઓને કારણે સમય માંગી લે છે. આવામાં ગુજરાતમાં ગત વર્ષોમાં ફાંસીની સજા ઘણા દોષીઓને સંભળાવવામાં આવી છે. જોકે, વાસ્તવિકતા એ છે કે એક પણ દોષીને નજીકના વર્ષોમાં ફાંસીની સજા આપવામાં આવી નથી. છેલ્લે 1989માં અપાઈ હતી ફાંસી ગુજરાત રાજ્યમાં ચકચાર જગાવનારા 1989માં રાજકોટમાં શશિકાંત માળી નામના ગુનેગારને ટ્રિપલ મર્ડર બદલ ફાંસી આપવામાં આવી હતી, જેમાં તેણે એક બાળકી સહિત ત્રણની હત્યા કરી હતી.આ પણ વાંચો - Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

Read Full Story arrow_forward
Court verdict : દુષ્કર્મ મામલે કોર્ટનો કડક નિર્ણય, આટકોટ દુષ્કર્મ પહેલા આ કેસમાં આપ્યો હતો મોટો ચુકાદો...
calendar_today January 17, 2026

Court verdict : દુષ્કર્મ મામલે કોર્ટનો કડક નિર્ણય, આટકોટ દુષ્કર્મ પહેલા આ કેસમાં આપ્યો હતો મોટો ચુકાદો...

સાવલીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વર્ષ 2024 માં અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા (BNS) ના નવા કાયદા હેઠળ રાજ્યમાં આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય. સાવલી પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કરે નિલેશ મનુભાઈ પાટણવાડીયાને ગુનેગાર ઠેરવીને તે તેના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તેવો કડક આદેશ આપ્યો છે. આ કેસમાં સરકારી વકીલ સી.જી. પટેલની દલીલો મહત્વની રહી હતી.ન્યાયનો નવો અધ્યાય આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આરોપીએ 15 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધની જાળમાં ફસાવી, ખેતરમાં લઈ જઈ તેની પર બળજબરી કરી હતી. સાવલી પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં નવી સંહિતા મુજબ તપાસ હાથ ધરાઈ હતી. કોર્ટે આરોપીને માત્ર જેલની સજા જ નહીં, પરંતુ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે નવા કાયદા હેઠળ ગુનેગારો સામે હવે વધુ કડક અને ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાવલી કોર્ટનો કડક સંદેશ પીડિતાને ન્યાય અપાવવા માટે કોર્ટે માત્ર સજા પર જ ધ્યાન નથી આપ્યું, પરંતુ તેના પુનઃવસન માટે પણ મહત્વના આદેશો કર્યા છે. જિલ્લા લીગલ ઓથોરિટીને પીડિતાને 'વિક્ટિમ કોમ્પનસેશન સ્કીમ' હેઠળ 7 લાખ રૂપિયાની સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી છે. વધુમાં, આરોપી દ્વારા ભરવામાં આવનાર 1 લાખના દંડની રકમ પણ પીડિતાને જ સોંપવાનો આદેશ કરાયો છે. રાજ્યનો આ પ્રથમ એવો કેસ છે જેમાં નવા કાયદાની કલમો હેઠળ આટલી સખત સજાની જાહેરાત કરવામાં આવી હોય. આ પણ વાંચો : Rajkot કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંગને ફાંસી

Read Full Story arrow_forward