android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat પોલીસની મોટી સફળતા, ભેસ્તાનમાં રિક્ષામાંથી દાગીના લૂંટનાર બે શખ્સો જેલહવાલે...
calendar_today January 17, 2026

Surat પોલીસની મોટી સફળતા, ભેસ્તાનમાં રિક્ષામાંથી દાગીના લૂંટનાર બે શખ્સો જેલહવાલે...

સુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં જઈ રહેલી એક મહિલાને નિશાન બનાવી રૂપિયા 4.46 લાખના દાગીનાની ચીલઝડપ કરનાર બે રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભેસ્તાન પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોઇન પઠાણ અને ખાલિદ સૈયદ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સોએ વહેલી સવારના અંધારાનો લાભ લઈ રિક્ષા સવાર મહિલા પાસેથી દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.પોલીસની મોટી કાર્યવાહી ધરપકડ બાદ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ લૂંટના આ દાગીના નંદુરબારમાં વેચી દીધા હતા. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી લૂંટાયેલું સોનું પણ કબજે કર્યું છે. ભેસ્તાન પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ ગયો છે. હાલ પોલીસ આ આરોપીઓના ભૂતકાળના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરી રહી છે કે તેઓ અન્ય કોઈ લૂંટ કે ચીલઝડપની ઘટનાઓમાં સામેલ છે કે નહીં. આ પણ વાંચો : Kutch News : નખત્રાણામાં ક્રિકેટના નામે 'ક્લીન બોલ્ડ', ઠગબાજ પ્રજ્ઞેશ ખેલાડીઓના 7.50 લાખ લઈ ફરાર

Read Full Story arrow_forward
Vadodara News: સુરસાગર ખાતે દબાણ હટાવ ઝુંબેશ, લારી-ગલ્લા ધારકોએ કર્યો વિરોધ
calendar_today January 17, 2026

Vadodara News: સુરસાગર ખાતે દબાણ હટાવ ઝુંબેશ, લારી-ગલ્લા ધારકોએ કર્યો વિરોધ

વડોદરા શહેરની શાન એટલે સુરસાગર તળાવ જ્યાં લોકો પોતાની સાંજ વિતાવતા હોય છે. લોકોની ભારે ભીડ અને નજીકમાં મંગળ બજાર એટલે વેપારીને અહીં મોટું બજાર મળે છે. જે કારણે ઘણા લોકો રોજગારી મેળવવા સુરસાગર ફરતે આવેલી ફુટપાથ પર લારી ગલ્લા કે પાથરણા લગાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણા લારી ગલ્લા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જે કારણે વેપારીઓ દ્વારા હોબાળો મચાવીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અચાનક આવી લારીઓ જપ્ત કરી લેવામાં આવી વડોદરા શહેરમાં સુરસાગર તળાવ પાસે હાલ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. જેનો સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં લારી-ગલ્લા હટાવતા લારી ધારકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. લારી ધારકે તંત્ર પર મનમાનીના આક્ષેપ કરવામાં આવ્યા છે. લારી ગલ્લા ધારકોનું કહેવું છે કે, કોર્પોરેશનની સૂચનાથી લારીઓ અંદર રાખી હતી. તેમ છતા અચાનક આવી લારીઓ જપ્ત કરી લેવામાં આવી છે. આ સાથે તેમણે અન્ય લારીઓ સામે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ પણ કોર્પોરેશન પર લગાવ્યો હતો. સ્થાનિક ઇલેક્શન નજીક હોવાથી કાઉન્સિલરની ચુપકીદી સુરસાગર વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પરિસ્થિતિ વણસે એ પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને દબાણ શાખાની કામગીરી અંગે લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે તેઓ ઉગ્ર રીતે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સ્થાનિક ઇલેક્શન નજીક હોવાથી કાઉન્સિલર્સે ચુપકીદી સાધી છે. આ પણ વાંચો - Vadodara : બાઈકમાં તોડફોડ કરનાર ઝડપાયો, આરોપી વિશાલ પાટીલની ધરપકડ, પોલીસે આરોપી વિશાલ પાસે ઉઠક બેઠક કરાવી

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં શારીરિક અડપલાં કરનાર વેપારી ઝડપાયો, પરિણીતાએ બુમાબૂમ કરતા વેપારી ભાગી છૂટયો હતો
calendar_today January 17, 2026

Surat News : સુરતમાં શારીરિક અડપલાં કરનાર વેપારી ઝડપાયો, પરિણીતાએ બુમાબૂમ કરતા વેપારી ભાગી છૂટયો હતો

સુરતમાં શારીરિક અડપલા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આરોપી ઇસ્માઇલ ઝવેરીની કરી ધરપકડ, પરિણીતાએ બુમાબૂમ કરતા ભાગી છૂટ્યો હતો અને ઘરમાં ઘૂસી પરિણીતા સાથે કર્યા હતા અપડલાં, તો ભોગ બનનાર પરિણીતા નોકરીએ પરત આવી ન હતી તેના કારણે દુકાનના માલિકે હદ વટાવી હતી. નોકરીએ પરત ન આવતા દુકાન માલિકે હદ વટાવી અડાજણમાં પરિણતાના ઘરમાં ઘૂસી લાજ લેવાના ઇરાદે શારીરિક અડપલાં શખ્સે કર્યા હોવાની વાત સામે આવી છે અને મહિલાએ બુમાબુમ કરતા નરાધમ ભાગી છૂટ્યો હતો, ચોક બજારમાં કાપડનો વેપાર કરતા વેપારીએ આ કરતૂત કરી હતી અને પરિણીતાએ છેલ્લે પોલીસને વાત કરી અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પોલીસની તપાસમાં એવી વાત સામે આવી છે કે, ભોગ બનનાર પરિણીતા આરોપીના ત્યાં નોકરી કરતી હતી. યુવતીએ નોકરી છોડી દેતા તેની દાઝ રાખી કરતૂત કરી દુકાન માલિક ઇસ્માઇલ ઝવેરી કે જે પરિણતાને ફોન પર ધમકી આપતો હતો અને વારંવાર હેરાન કરતો હોવાની વાત સામે આવી છે, ભોગ બનનાર નોકરીએ પરત આવી નહી અને તેની દાઝ રાખીને તેણે આ કરતૂત કરી હોવાની વાત સામે આવી છે. આ પણ વાંચો : Surendranagar News : વઢવાણ ખાતે બે દિવસીય ‘આયુષ મેળા’નો પ્રારંભ, ઇન્જેક્શન વગર પીડારહિત દાંત કાઢવાની 'જાલંધર બંધ' પદ્ધતિ અને પંચકર્મનું લાઈવ પ્રદર્શન

Read Full Story arrow_forward