android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : ઓપરેશન મ્યુલ હન્ટમાં બોરસદ પોલીસને મોટી સફળતા, 7 કરોડથી વધુના 4 સાયબર ફ્રોડનો પર્દાફાશ
calendar_today January 17, 2026

Anand : ઓપરેશન મ્યુલ હન્ટમાં બોરસદ પોલીસને મોટી સફળતા, 7 કરોડથી વધુના 4 સાયબર ફ્રોડનો પર્દાફાશ

આણંદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ બોરસદ પોલીસને મોટી સફળતા મળી છે. ઓપરેશન અંતર્ગત રાજકોટમાંથી શૈલેષ અમરશીભાઈ લૂણગરીયાની બોરસદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરતો પોલીસ તપામાં બહાર આવ્યું હતું કે આરોપી શૈલેષ લૂણગરીયા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરતો હતો. પોલીસે જણાવ્યું કે રિમાન્ડ દરમિયાન આરોપી સાથેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચાર સાયબર ફ્રોડ ગુનાઓનો ખુલાસો થયો પોલીસની તપાસમાં રાજ્યના મહારાષ્ટ્ર, આસામ અને વેસ્ટ બંગાલમાં નોંધાયેલા ચાર સાયબર ફ્રોડ ગુનાઓનો ખુલાસો થયો છે જેની કુલ ફ્રોડ રકમ 7 કરોડ 66 લાખ 568 રૂપિયા જણાઈ છે. મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસના તમામ ચક્રોને ગતિમાન કર્યા બોરસદ પોલીસે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસના તમામ ચક્રોને ગતિમાન કર્યા છે. આ કામગીરીથી દેશભરના સાયબર ફ્રોડ મામલાઓ માટે મહત્વપૂર્ણ માહિતી મળી છે.આ પણ વાંચો-----  Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward
Chhota Udaipur News : નસવાડીમાં શિક્ષણ રામભરોસે, રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં બે દિવસથી શિક્ષક ગુલ્લી પર!
calendar_today January 17, 2026

Chhota Udaipur News : નસવાડીમાં શિક્ષણ રામભરોસે, રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં બે દિવસથી શિક્ષક ગુલ્લી પર!

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિક્ષણની કથળતી જતી સ્થિતિનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. અહીંની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી એક પણ શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ શાળામાં કુલ 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમના માટે માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. કમનસીબી એ છે કે આ એકમાત્ર શિક્ષક પણ છેલ્લા બે દિવસથી ગેરહાજર રહેતા બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે અને શાળા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.ગ્રામજનોમાં ભારે રોષ સરકારના નિયમ મુજબ દર 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો અનિવાર્ય છે, પરંતુ રામાપ્રસાદી શાળામાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. પૂરતા સ્ટાફના અભાવે અને હાલના શિક્ષકની બેદરકારીને કારણે આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો તાત્કાલિક ધોરણે અહીં કાયમી અને નિયમિત શિક્ષકની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ ગંભીર બાબતે શું પગલાં ભરે છે. આ પણ વાંચો : Rajkot News : પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્રની ધરપકડ, રૂ. 47 લાખના કૌભાંડમાં ધવલ જેલહવાલે

Read Full Story arrow_forward
BMC Election 2026: માત્ર 7 મતનું અતંર! કોંગ્રેસે આ વોર્ડમાં BJPને પાછળ છોડ્યું
calendar_today January 17, 2026

BMC Election 2026: માત્ર 7 મતનું અતંર! કોંગ્રેસે આ વોર્ડમાં BJPને પાછળ છોડ્યું

BMCની ચૂંટણીમાં સાંતાક્રુઝનો વોર્ડ નંબર 90 (એચ/પૂર્વ) આ વખતની સૌથી વધુ ચર્ચિત બેઠક બની છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ ટ્યૂલિપ બ્રાયન મિરાન્ડાએ ભાજપના ઉમેદવાર જ્યોતિ અનિલ ઉપાધ્યાયને માત્ર 7 મતોથી હરાવ્યા. ટ્યૂલિપ મિરાન્ડાને કુલ 5,197 મત સત્તાવાર આંકડાઓ મુજબ, ટ્યૂલિપ મિરાન્ડાને કુલ 5,197 મત મળ્યા જ્યારે ભાજપના જ્યોતિ ઉપાધ્યાયને 5,190 મત મળ્યા. આટલો નાનો મતફેર BMCની 227 બેઠકોમાં સૌથી ઓછામાં ઓછો ગણાય છે. તેથી આ વોર્ડને આ ચૂંટણીનો સૌથી નજીકનો મુકાબલો માનવામાં આવી રહ્યો છે. વોર્ડ 90 સામાન્ય શ્રેણી માટે અનામત છે અને તેની કુલ વસ્તી અંદાજે 56,468 છે. આ વિસ્તાર હંમેશા રાજકીય રીતે મહત્વપૂર્ણ રહ્યો છે, કારણ કે અહીં વિવિધ સમુદાયો અને પક્ષોની મજબૂત હાજરી છે. વોર્ડ 90 માં મેદાનમાં કોણ હતા ઉમેદવારો આ વોર્ડમાંથી કુલ 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. મુખ્ય ઉમેદવારોમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) તરફથી અન્સારી મસૂદ અબ્દુલ કાસિમ, આમ આદમી પાર્ટી તરફથી સુરેશ કેશવ આચાર્ય, ભાજપ તરફથી જ્યોતિ અનિલ ઉપાધ્યાય અને કોંગ્રેસ તરફથી એડવોકેટ ટ્યૂલિપ બ્રાયન મિરાન્ડા સામેલ હતા. આ ઉપરાંત સમાજવાદી વિચારધારાવાળી પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા. 2017 પછી શું બદલાયું 2017ની BMC ચૂંટણીમાં પણ ટ્યૂલિપ બ્રાયન મિરાન્ડા વોર્ડ 90 માંથી જીત્યા હતા. ત્યારે તેમણે 5,952 મત મેળવ્યા હતા અને જીતનો મતફેર 1,579 હતો. તે ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા અને NOTAને પણ નોંધપાત્ર મત મળ્યા હતા. પરંતુ 2026માં સ્થિતિ બદલાઈ ગઈ. આ વખતે જીતનો તફાવત ઘટીને માત્ર 7 મત રહ્યો, જે બતાવે છે કે સ્પર્ધા કેટલી મુશ્કેલ બની ગઈ છે અને મતદારોમાં કેટલો વિભાજન જોવા મળ્યો છે. મલાડ પશ્ચિમ વોર્ડ 46: ભાજપનો પ્રચંડ વિજય જ્યાં સાંતાક્રુઝમાં મુકાબલો કાંટેનો હતો, ત્યાં મલાડ પશ્ચિમના વોર્ડ નંબર 46 માં ભાજપે સુનામી જેવી જીત મેળવી. ભાજપના ઉમેદવાર યોગિતા સુનિલ કોલીને કુલ 37,831 મત મળ્યા. તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ઉમેદવાર સ્નેહિતા સંદેશ દેહલીકરને 21,717 મતના મોટા માર્જિનથી હરાવ્યા. આ જીતને આ BMC ચૂંટણીની સૌથી મોટી જીતોમાંથી એક માનવામાં આવી રહી છે. આ પરિણામે બતાવ્યું કે કેટલાક વિસ્તારોમાં ભાજપની પકડ કેટલી મજબૂત છે. સમગ્ર BMC ચૂંટણીનું રાજકીય ગણિત આ વખતની BMC ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેનાએ મળીને 118 બેઠકો જીતી છે. બહુમતીનો આંકડો 114 હોવાથી આ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. ભાજપે 89 બેઠકો જીતી જ્યારે શિંદે જૂથની શિવસેનાએ 29 બેઠકો મેળવી. બીજી તરફ શિવસેના (UBT) ને 65 બેઠકો, કોંગ્રેસને 24, AIMIM ને 8, MNS ને 6, અજિત પવારની NCP ને 3, સમાજવાદી પાર્ટીને 2 અને અપક્ષોને 2 બેઠકો મળી છે. એશિયાની સૌથી ધનિક મ્યુનિસિપાલિટી BMC એ એશિયાની સૌથી ધનિક નગરપાલિકાઓમાંની એક છે. તેનો વાર્ષિક બજેટ ₹74,400 કરોડથી વધુ છે. 9 વર્ષ બાદ યોજાયેલી આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ હતી, કારણ કે માર્ચ 2022થી BMC વહીવટકર્તાઓ દ્વારા સંચાલિત હતી. હવે નવી ચૂંટાયેલી સત્તા સાથે મુંબઈના શાસનમાં રાજકીય દિશા સ્પષ્ટ બની છે.આ પણ વાંચો : BMC Election 2026: ઠાકરે–પવારના કિલ્લા ધરાશાયી, નાગરિક ચૂંટણીમાં ભાજપની લહેર

Read Full Story arrow_forward