android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BMC Election Results: ચૂંટણી આવતી જતી રહેશે, અમે હાર નહીં માનીએ, ચૂંટણી પરિણામો બાદ બોલ્યા રાજ ઠાકરે
calendar_today January 17, 2026

BMC Election Results: ચૂંટણી આવતી જતી રહેશે, અમે હાર નહીં માનીએ, ચૂંટણી પરિણામો બાદ બોલ્યા રાજ ઠાકરે

બીએમસી ચૂંટણી પરિણામ બાદ મનસે ચીફ રાજ ઠાકરેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું કે અમારી લડાઇ મરાઠી અસ્મિતાની છે. ચૂંટણી તો આવતી જતી રહેશે, અમે હાર નહી માનીએ. મરાઠી માણસ અને મરાઠી ભાષાની અમારી લડાઇ છે. ઉલ્લેખનીય છે કે મનસેને 15 બેઠકો પર જ વિજય પ્રાપ્ત થયો છે. મનસેને અપેક્ષિત સફળતા મળી નથી- રાજ ઠાકરે તેઓએ ટ્વિટર જણાવ્યું કે સૌ પ્રથમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેનાના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરોને મારા હૃદયપૂર્વક અભિનંદન. આ વખતે ચૂંટણી સરળ નહોતી. શિવસેના સામે અપાર સંપત્તિ અને શક્તિનો જંગ હતો. પરંતુ આવી લડાઈમાં પણ બંને પક્ષોના કાર્યકરોએ સારી રીતે લડ્યા. તેના માટે તેમની પ્રશંસા કરીએ તો ઓછી છે.દુઃખની વાત છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને આ વખતે અપેક્ષિત સફળતા મળી નથી, પરંતુ અમે નિરાશ થવાવાળા નથી. અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો ત્યાં શાસકોને દફનાવી દેશે. અને જો તેઓ જોશે કે મરાઠી લોકો વિરુદ્ધ કંઈક થઈ રહ્યું છે, તો તેઓ ચોક્કસપણે તે શાસકોને ન્યાયના કઠેડામાં લાવશે.હારનું વિશ્લેષણ કરવું જોઇએ- રાજ ઠાકરે આપણી લડાઈ મરાઠી લોકો, મરાઠી ભાષા, મરાઠી ઓળખ અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે છે. આ લડાઈ આપણા અસ્તિત્વની છે. તમે બધા જાણો છો કે આવી લડાઈઓ લાંબા ગાળાની છે. આપણે બધાએ વિશ્લેષણ કરવું જોઈએ અને સાથે મળીને પગલાં લેવા જોઈએ કે શું ખોટું થયું, શું છોડી દેવામાં આવ્યું, શું અભાવ હતો અને શું કરવાની જરૂર છે. ચૂંટણી તો આવે અને જાય છે- રાજ ઠાકરે તમારે ખરેખર મને આ કહેવાની જરૂર નથી. પણ હું હજુ પણ કહું છું કે શાસક પક્ષ અને તેમના આશ્રય લેનારાઓ મરાઠી લોકોને અપમાનિત કરવાની એક પણ તક છોડશે નહીં, પછી ભલે તે MMR વિસ્તારમાં હોય કે સમગ્ર રાજ્યમાં. તેથી, આપણે આપણા મરાઠી લોકો સાથે મજબૂતીથી ઊભા રહેવું પડશે. ચૂંટણીઓ આવે અને જાય છે, પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણો શ્વાસ મરાઠી છે. BMCમાં ભાજપ ગઠબંધનનો વિજયશુક્રવારે BMC ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં ભાજપે 89 બેઠકો જીતી, જ્યારે ભાજપના સાથી પક્ષ એકનાથ શિંદેની શિવસેનાએ 29 બેઠકો જીતી. ગઠબંધને BMCની 227 બેઠકોમાંથી 118 બેઠકો જીતી, મેયર પદ મેળવ્યું.  જ્યારે ઠાકરે બંધુઓએ 72 બેઠકો મેળવી. ઉલ્લેખનીય છે કે  એકનાથ શિંદેએ 39 સાંસદો સાથે મળીને પક્ષના નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો અને 2022માં શિવસેના સરકાર પાડી દીધી. ત્યારથી  શિવસેના (UBT) નેતા સંજય રાઉત એકનાથ શિંદેને નિશાન બનાવી રહ્યા છે, તેમને નિયમિતપણે દેશદ્રોહી ગણાવી રહ્યા છે.વધુ વાંચો- BMC Election Results: મારુ ઘર તોડનારાને જનતાને પાઠ ભણાવ્યો, ઉદ્ધવ ઠાકરેની હાર પર બોલી કંગના રનોત

Read Full Story arrow_forward
BMC Election Results:  'લુંગી-પુંગી' રાજનીતિની હાર, ઠાકરે ભાઈઓના 'મરાઠી કાર્ડ' પર ભાજપના 'વિકાસવાદ'નો વિજય
calendar_today January 17, 2026

BMC Election Results: 'લુંગી-પુંગી' રાજનીતિની હાર, ઠાકરે ભાઈઓના 'મરાઠી કાર્ડ' પર ભાજપના 'વિકાસવાદ'નો વિજય

મહારાષ્ટ્રની મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. BMC ચૂંટણી એ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નિર્ણાયક વળાંક આપ્યો છે. BMC ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણા ચોંકાવનારા માનવામાં આવે છે. કારણ કે BMC ચૂંટણીમાં સત્તા પરિવર્તન થયું છે. વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. ભાજપના વિકાસવાદની સામે ઠાકરે બંધુનું મરાઠી કાર્ડ ચાલ્યું નહીં.મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામો ચોંકાવનારાભાજપના વિજય સાથે જ મહારાષ્ટ્રમાં વર્ષોથી ચાલતી 'નફરત અને ભાષાવાદ'ની રાજનીતિ પર પણ પૂર્ણવિરામ મૂકાયું હોય તેવું દેખાય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે માટે આ ચૂંટણી પરિણામો અસ્તિત્વની લડાઈ સમાન સાબિત થયા છે. રાજ ઠાકરેની "લુંગી, પુંગી, રસમલાઈ..ની નીતિને મહારાષ્ટ્રના લોકોએ જાકારો આપ્યો. BMC ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ ઠાકરેનો આક્રમક અંદાજ દેખાયો હતો. તેમણે ઉત્તર ભારતીયો અને દક્ષિણ ભારતીય નેતાઓ (જેમ કે અન્નામલાઈ) પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.'લુંગી-પુંગી' રાજનીતિને કારમી હારચૂંટણી પ્રચારમાં રાજઠાકરેએ 'લુંગી-પુંગી' અને 'ગર્દભને લાત મારવા' જેવા નિવેદનો કર્યા હતા. આ નિવેદનોએ વિવાદ જરૂર પેદા કર્યો હતો પણ આવા કટાક્ષ ભરેલ ટિપ્પણી રાજઠાકરેને મત અપાવી શકી નહીં. BMC ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રાદેશિક અસ્મિતાના નામે થતી નફરતની રાજનીતિ ચાલશે નહીં. ખાસ કરીને બિન-મરાઠી મતદારો, જેઓ મુંબઈની વસ્તીમાં મોટો હિસ્સો ધરાવે છે, તેમણે ઠાકરેની વિચારધારાને નકારી કાઢી છે. 20 વર્ષ પહેલાં શિવસેના છોડી રાજઠાકરેએ મરાઠી માનુષના નામે એક અલગ રાજકીય પાર્ટી બનાવી હતી. રાજઠાકરેનો સાથ ઉધ્ધવને મોંઘો પડ્યોતાજેતરના ચૂંટણી પરિણામો મરાઠી કાર્ડનો ઉપયોગ કરનાર રાજઠાકરેની રાજકીય કારકિર્દીનો સુરજ જાણે અસ્ત થતો હોય તેવું લાગે છે. આ ચૂંટણીમાં રાજઠાકરે કરતાં પણ સૌથી મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેને પડ્યો છે. કારણ કે ઉદ્ધવ સેના ત્રણ દાયકાથી BMC શાસન કરતી હતી. ભાજપે બહુમતી મેળવતા હવે ઉદ્ધવ શિવસેનાના હાથમાંથી BMC જતુ રહ્યું. રાજકીય વિશ્લેષકોના મતે રાજ ઠાકરે સાથે હાથ મિલાવવાના કારણે ઉદ્ધવને મોટો ફટકો પડયો. કારણ કે રાજઠાકરેના આક્રમક તેવર, મરાઠાઓની વધુ પડતી તરફેણના કારણે મુંબઈના મધ્યમવર્ગીય અને ઉત્તર ભારતીય મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો, જેનો સીધો ફાયદો ભાજપને થયો. ભાજપની રણનીતિ અને ફડણવીસનો માસ્ટરસ્ટ્રોકરાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મરાઠી કાર્ડનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો. બંને ઠાકરે બંધુઓ એવું જ માનતા હતા કે મહારાષ્ટ્રમાં મરાઠી રાજ છે એટલે તેમની જીત નિશ્ચિત છે. જયારે તેમની આ વિચારધારા વિરુદ્ધ ભાજપ અલગ રણનીતિ અજમાવી.  મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પ્રચારમાં ઠાકરે ભાઈઓના મરાઠી એજન્ડાનો કુશળતાપૂર્વક જવાબ આપ્યો. તેમણે પોતાને 'મરાઠી પુત્ર' તરીકે રજૂ કરીને ઠાકરેની ઈજારાશાહી તોડી. ભાજપે મરાઠી અસ્મિતાની સાથે સર્વસમાવેશક વિકાસનો મુદ્દો આગળ ધર્યો, જેણે ગુજરાતી, ઉત્તર ભારતીય અને શિક્ષિત મરાઠી મતોનું ધ્રુવીકરણ કર્યું.આ પણ વાંચો : BMC Election Results: મુંબઇમાં ઠાકરે બ્રધર્સની ગેમ ઓવર! રાજ ઠાકરેનું 20થી વધારે શહેરોમાં ખાતુ જ ન ખૂલ્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના ચાંદખેડામાં સ્વિમિંગ પૂલનું નથી થયું ઉદ્ઘાટન
calendar_today January 17, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ચાંદખેડામાં સ્વિમિંગ પૂલનું નથી થયું ઉદ્ઘાટન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward