android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : હત્યાના ગુનામાં પેરોલ પર છૂટેલા આરોપીનું BRTS કોરીડોરમાં રેલિંગ સાથે અથડાતા મોત
calendar_today January 17, 2026

Ahmedabad News : હત્યાના ગુનામાં પેરોલ પર છૂટેલા આરોપીનું BRTS કોરીડોરમાં રેલિંગ સાથે અથડાતા મોત

અમદાવાદમાં અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે, BRTS કોરીડોરમાં રેલિંગ સાથે અથડાતા અકસ્માત થયો અને ઘટના સ્થળે મોત થયું છે, કેતન પંચાલ હત્યાના ગુનામાં પેરોલ પર છૂટ્યો હતો અને આસ્ટોડિયા તરફ બીઆરટીએસ રૂટમાં તે વાહન ચલાવતો હતો અને રેલિંગ સાથે અથડાયો ત્યારબાદ મોત થયું છે. આસ્ટોડિયા દરવાજા પાસે BRTS કોરીડોરનો બનાવ આ સમગ્ર ઘટનામાં મૃતકના પત્નીએ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ઘટનાની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી અને મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે, અચાનક વાહન રેલિંગ સાથે અથડાયું અને કેતન પંચાલનું મોત થયું છે. બીઆરટીએસ રૂટમાં થાય છે ઘણા અકસ્માત આમ તો બીઆરટીએસ રૂટ પર વાહન ચલાવી શકાતું નથી તેમ છત્તા લોકો વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે લોકોએ પણ સમજવાની જરૂર છે અને બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું ના જોઈએ. આ પણ વાંચો : Ahmedabad News : કોમર્શિયલ એકમમાં પાર્કિગને લઇ AMCની કડક સૂચના, વાહન ચાલકોને પાર્કિગ માટે ના પાડનારા એકમ સામે થશે દંડનીય કાર્યવાહી

Read Full Story arrow_forward
Banaskantha: અમીરગઢમાં ત્રિપલ અકસ્માત, 2 ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
calendar_today January 17, 2026

Banaskantha: અમીરગઢમાં ત્રિપલ અકસ્માત, 2 ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વાસડા બ્રિજ પાસે મોડી રાત્રે એક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માતમાં એક ડ્રાઇવર ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને આબુરોડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા મૃતક ડ્રાઇવરના મૃતદેહને NAHI ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક આબુરોડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના સાચા કારણો અંગે તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો-----    Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward
Gir Somnath : વેરાવળમાં સગીર સાથે પલાયન થયેલી પરિણીતા ઝડપાઈ, 3 સંતાનની માતા એક સગીર સાથે રફુચક્કર થઈ હતી
calendar_today January 17, 2026

Gir Somnath : વેરાવળમાં સગીર સાથે પલાયન થયેલી પરિણીતા ઝડપાઈ, 3 સંતાનની માતા એક સગીર સાથે રફુચક્કર થઈ હતી

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં તાજેતરમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર સાથે ત્રણ સંતાનની માતા પલાયન થઇ ગઈ હતી. પ્રારંભિક વિગતો અનુસાર બંને ગત તા. 10 જાન્યુઆરીથી તેમના ઘરેથી લાપત્તા હતા.પતિએ વેરાવળ પોલીસમાં ફરિયાદની અરજી આપી પરણિતાના પતિએ વેરાવળ પોલીસમાં ફરિયાદની અરજી આપતા પોલીસે તપાસ શરુ કરી હતી. વેરાવળ સિટી પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા બંનેને અમરેલી જિલ્લામાં શોધી કાઢવામાં સફળતા મળી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા પોલીસ સૂત્રો અનુસાર, બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા ચાલી રહી છે. બાદમાં સગીર યુવક અને પરણિતા બંનેને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા.આ પણ વાંચો-----    Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward