android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : જૂનાગઢમાં AAPની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે હાથધરી તપાસ
calendar_today January 17, 2026

Junagadh News : જૂનાગઢમાં AAPની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે હાથધરી તપાસ

જૂનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એક શખ્સ ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન નજીક આવીને તેમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે. જૂતું ફેંકનાર શખ્સને કાર્યકરોએ ઝડપી લીધો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, અગાઉ પણ એક સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતુ અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો છે, આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.માળિયાહાટીનામાં ગોપાલ ઈટાલિયા સભા સંબોધી રહ્યા હતા તે દરમિયાન ઘટના બની ગોપાલ ઈટાલિયા તેમનું ભાષણ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં હતા અને ભાષણ દરમિયાન એક શખ્સ તેમની તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કાર્યકરોનું ધ્યાન જતા તેને ઝડપી લેવામાં આવે છે, આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી છે, અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે. માળીયાહાટીના ભાજપમાં ભડકો ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બચુ સિસોદિયા આપમાં જોડાયા અને ​અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી છેડો ફાડ્યો છે, ​જવાહર ચાવડા સાથે બેઠક બાદ આપ્યું હતું રાજીનામું અને ​માળિયા હાટીના ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર સામે આવ્યો છે, ​ખેડૂતો સાથે થતા અન્યાયનો વિરોધ નોંધાવી રાજીનામું આપ્યું છે, ​બચુભાઈના સમગ્ર પરિવારે ભાજપ સાથે છેડો ફાડ્યો અને ​નારાજ ભાજપ કાર્યકરોને આપમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી.આ પણ વાંચો :Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુગાર શહેર બન્યું 

Read Full Story arrow_forward
Ahmedabad News : કોમર્શિયલ એકમમાં પાર્કિગને લઇ AMCની કડક સૂચના, વાહન ચાલકોને પાર્કિગ માટે ના પાડનારા એકમ સામે થશે દંડનીય કાર્યવાહી
calendar_today January 17, 2026

Ahmedabad News : કોમર્શિયલ એકમમાં પાર્કિગને લઇ AMCની કડક સૂચના, વાહન ચાલકોને પાર્કિગ માટે ના પાડનારા એકમ સામે થશે દંડનીય કાર્યવાહી

અમદાવાદમાં જગન્નાથ મંદિર વિસ્તારમાંથી દબાણો હટાવાશે અને મંદિર આસપાસ મોટી સંખ્યામાં બેસે છે ફેરિયાઓ, મંદિર આસપાસના તમામ ફેરિયાઓને હટાવશે મનપા અને ભદ્ર પરિસરની જેમ ખુલ્લું કરાશે જગન્નાથ મંદિર પરિસર. જગપ્રસિદ્ધ જગન્નાય મંદિરની આસપાસના ગેરકાયદે દબાણો પોલીસની મદદ લઈને હટાવવામાં આવશે અને જગન્નાય મંદિરના એરિયાને ભદ્ર પ્લાઝાની જેમ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં વાહન પાર્કિંગની સમસ્યા ગંભીર બની રહી છે શહેરમાં રોડ પર વાહનો પાર્ક કરવાને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતી અટકાવવા માટે શહેરમાં આવેલા પંધાકીય, કોમર્શિયલ એકમોમાં વાહન પાર્ક કરવા માટેની જગ્યા હોવા છતાં કોઈપણ વાહનચાલકને વાહન પાર્ક કરવા માટે ના પાડવામાં આવશે તો તેવા કોમર્શિયલ એકમોને સીલ કરવા સહિત પગલાં લેવાનો AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકો રોડ પર વધાનો પાર્ક કરવાનું બંધ કરે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરની આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરીને ભદ્ર વિસ્તારની જેમ ડેવલપ કરવામાં આવશે. શહેરમાં વાહન પાર્કિગને લઈ મોટી સમસ્યા છે AMC દ્વારા શહેરના પ્રહલાદનગર રોડ પર અને સિંધુ ભવન રોડ પર તૈયાર કરવામાં આવેલ માટીલેવલ પાર્કિંગનો શહેરીજનો ઉપયોગ કરવાનું વધારે તે માટે પ્રયાસો કરવામાં આવશે.પાંજરાપોળ, ઈન્કમટેક્સ જેવા ૧૦૦ જેટલા ટ્રાકિક જંક્શનો બ્યુટિફિકેશન કરી ડેવલપ કરારો. સ્ટેનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. નાના મોટા પંધાકીય એકમો, કોમર્શિયલ બિલ્ડિંગ, વગેરેમાં વાહનો ધાર્ક કરી શકાય તે માટે જગ્યા બશી હોવા છતાં બહારના વાહનચાલકોને વાહન પાર્ક કરવા દેતા ન હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઠેર ઠેર રોડ સાઈડ પર મોટી સંખ્યામાં ટુ- વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે.વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ એકમોએ પાર્કિંગની સુવિધા પૂરી પાડવા અંગે નિર્ણય લેવાયો પોલીસ તથા AMCની ટીમો દ્વારા વાહનો ટોઈગ કરવામાં આવતા હોવાથી વાહન ચાલકોને દંડ ભરવો પડે છે અને કફોડી સ્થિતમાં મુકાવું પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈને ટ્રાફિકની સમ્યા હળવી કરવા માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ એકમોએ પાર્કિંગની સુવિધા પૂરી પાડવા અંગે નિર્ણય લેવાયો છે. આમ, કોમર્શિયલ એકમોએ બહારના વાહનચાળકોને પણ પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે. રહેશે. AMCની ટીમ અને પોલીસ દ્વારા કોમર્શિયલ એકમોની પિચાઈસીસમાં વાહન પાર્કિંગની જગ્યા ખાલી છે કે નહીં તે અંગે ચેકિંગ કરવામાં આવશે અને જગ્યા હોવા છતાં વાહનચાલકોને વાહન પાર્ક કરવાની ના પાડનાર કોમર્શિયલ એકમ સીલ કરવા સહિત કડક પગલાં લેવામાં આવશે. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં AAPની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે હાથધરી તપાસ 

Read Full Story arrow_forward
Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર
calendar_today January 17, 2026

Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

કચ્છ જિલ્લામાં ભૂકંપની વરસી પહેલા ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી હતી. ખાવડા નજીક મંગળવારની મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો.ગત રાત્રે 1.22 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે 1.22 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 55 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ભૂકંપ માપન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગ્રામિણ વિસ્તારોમાં ભૂકંપની અસર ભૂકંપના આ આંચકાથી કોઈ જાનહાનિ કે માલમત્તા નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં લોકોએ ઘરમાંથી બહાર દોડી આવવાની ફરજ પડી હતી. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં ભૂકંપની અસર વધુ અનુભવાઈ હતી. કચ્છ ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવેલો જિલ્લો ઉલ્લેખનીય છે કે કચ્છ ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવેલો જિલ્લો હોવાથી અવારનવાર નાના-મોટા ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો-----   Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુગાર શહેર બન્યું

Read Full Story arrow_forward