android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update : ગાઢ ધુમ્મસની આગોશમાં દિલ્હી- NCR, ફ્લાઇટ્સ-ટ્રેનો પર ગંભીર અસર
calendar_today January 17, 2026

Weather Update : ગાઢ ધુમ્મસની આગોશમાં દિલ્હી- NCR, ફ્લાઇટ્સ-ટ્રેનો પર ગંભીર અસર

રાજધાની દિલ્હી- NCRમાં એટલુ ધુમ્મસ છવાયેલુ હોય છે કે રાત્રી હોય તેવુ લાગે છે. આ તમામની અસર ફ્લાઇટ્સ અને ટ્રેનોની ગતિ પર પડી રહ્યો છે. રાજધાની અને આસપાસના વિસ્તારોમાં દૃશ્યતા અત્યંત ઓછી નોંધાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસરગ્રસ્ત બન્યું છે.ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસની વ્યાપક અસર રસ્તાઓ પર વાહનો ધીમે ગતિએ ચાલતા જોવા મળ્યા અને અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ઇન્ડિયા ગેટ, અક્ષરધામ, નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ જેવા વિસ્તારોમાં 50 મીટરથી પણ ઓછી દૃશ્યતા નોંધાઈ છે.ખેતરો હોય કે હાઇવે બધું જ ધુમ્મસમાં ગૂમ દેખાયુંઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસની વ્યાપક અસર જોવા મળી રહી છે. લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, આગ્રા, મેરઠ અને બરેલી સહિતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયો રહ્યો. ખેતરો હોય કે હાઇવે બધું જ ધુમ્મસમાં ગૂમ દેખાયું. ઝાકળના કારણે કેટલાક સ્થળોએ માર્ગ અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી છે, જેના પગલે પ્રશાસને લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.દિલ્હી એરપોર્ટથી આવતી-જતી અનેક ફ્લાઇટ્સ મોડે ઉડી હવામાનની આ અસરનો સીધો પ્રભાવ હવાઈ અને રેલ પરિવહન પર પણ પડ્યો છે. દિલ્હી એરપોર્ટથી આવતી-જતી અનેક ફ્લાઇટ્સ મોડે ઉડી, જ્યારે કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી અથવા રદ્દ પણ કરવી પડી. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને વિસ્તારા જેવી એરલાઇન્સે મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. બીજી તરફ, ધુમ્મસના કારણે રાજધાનીમાંથી પસાર થતી અનેક લાંબા અંતરની ટ્રેનો 2થી 6 કલાક સુધી મોડેથી ચાલી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હવામાન વિભાગ (IMD) મુજબ, ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ અને ઠંડી પવનના કારણે આગામી કેટલાક દિવસો સુધી ઘન કુંહાસાની સ્થિતિ યથાવત રહી શકે છે. લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને શીતલહેરની અસર વધવાની શક્યતા છે. નિષ્ણાતોએ વાહનચાલકોને લો-બીમ હેડલાઇટનો ઉપયોગ કરવા, સુરક્ષિત અંતર જાળવવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે.ધુમ્મસના આ કહેરથી તાત્કાલિક રાહત મળવાની શક્યતા હાલ દેખાતી નથી.આ પણ વાંચો: Weather Update: ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો માર, દિલ્હીમાં તાપમાનમાં ભારે ઘટાડો

Read Full Story arrow_forward
B Praak Death Threat: 10 કરોડ આપો નહીં તો..બી પ્રાકને લોરેન્સ ગેંગ દ્વારા મળી ધમકી
calendar_today January 17, 2026

B Praak Death Threat: 10 કરોડ આપો નહીં તો..બી પ્રાકને લોરેન્સ ગેંગ દ્વારા મળી ધમકી

ગાયક બી. પ્રાકને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.  લોરેન્સ ગેંગ દ્વારા ગાયકને દસ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી છે. આ ઓડિયો રેકોર્ડિંગ 6 જાન્યુઆરીના રોજ બપોરે પંજાબી ગાયક દિલનૂરને મોકલવામાં આવ્યું હતું. આ પહેલા 5 જાન્યુઆરીના રોજ દિલનૂરને બે વાર ફોન કરવામાં આવ્યો હતો. જોકે, તેણે ફોનનો જવાબ આપ્યો ન હતો. 6 જાન્યુઆરીના રોજ વિદેશી નંબર પરથી બીજો ફોન આવ્યો હતો.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગીરના જંગલમાં વનરાજનો મિજાજ, સિંહણને પામવા સિંહની હિંસક મથામણ
calendar_today January 17, 2026

Gujarat Latest News Live : ગીરના જંગલમાં વનરાજનો મિજાજ, સિંહણને પામવા સિંહની હિંસક મથામણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward