android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : અલથાણ વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ઘટના, ગેમ રમવાના નામે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું
calendar_today January 17, 2026

Surat : અલથાણ વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ઘટના, ગેમ રમવાના નામે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સાદિક આલમ નામના યુવકે ગેમ રમવાના બહાને યુવતીના ઘરમાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું.ત્રીજા દિવસે ફરી ધાકધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ પોલીસ સૂત્રો મુજબ આરોપીએ પ્રથમ વખત ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રીજા દિવસે ફરી ધાકધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. લાંબા સમય સુધી ભયમાં રહેલી પીડિતાએ અંતે સમગ્ર ઘટના અંગે પોતાના પતિને જાણ કરી હતી. આરોપીની ધરપકડ ઘટનાની માહિતી મળતા અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ટાઇલ્સનું કામ કરતો સાદિક આલમ રેહમાન નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ સહિતના મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.  સ્થાનિક વિસ્તારમાં આક્રોશ ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને મહિલાઓની સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. આ પણ વાંચો-----   Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward
Vadodara : બાઈકમાં તોડફોડ કરનાર ઝડપાયો, આરોપી વિશાલ પાટીલની ધરપકડ, પોલીસે આરોપી વિશાલ પાસે ઉઠક બેઠક કરાવી
calendar_today January 17, 2026

Vadodara : બાઈકમાં તોડફોડ કરનાર ઝડપાયો, આરોપી વિશાલ પાટીલની ધરપકડ, પોલીસે આરોપી વિશાલ પાસે ઉઠક બેઠક કરાવી

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રાત્રે બહાર આવેલી વાહનની તોડફોડની ઘટનામાં તોડફોડ કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાવી ઉઠક બેઠક કરાવી હતી.બાઈક અથડાવવાની અદાવતમાં કરી હતી તોડફોડ  તપાસમાં સામે આવ્યું છે કે થોડા દિવસ અગાઉ એક બાઈક અથડાઈ જતા તેની અદાવતમાં યુવકે વાહનની તોડફોડ કરી હતી મોપેડ પર પથ્થર માર્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ, યુવકે મોપેડ પર પથ્થર મારી વાહનની તોડફોડ કરી. આ ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે આરોપી વિશાલ પાસે ઉઠક બેઠક કરાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વિશાલ પાટીલને ઝડપી લેતા ઉઠક બેઠક કરાવી અને સબક શીખવાડ્યો. હાલ વિશાલ પાટીલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો----   Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward
Ahmedabad : બાવળા–બગોદરા માર્ગ પર રાત્રે અકસ્માત, 1 યુવકનું મોત,બેફામ કારચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત
calendar_today January 17, 2026

Ahmedabad : બાવળા–બગોદરા માર્ગ પર રાત્રે અકસ્માત, 1 યુવકનું મોત,બેફામ કારચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત

બાવળા–બગોદરા માર્ગ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેફામ કાર ચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી જેમાં બાઈક પર બેઠેલા બે યુવકોમાં એક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો.અકસ્માત કલ્યાણગઢ પાટિયા નજીક થયો અન્ય વિગતો અનુસાર બંને યુવકો બગોદરા થી બાવળા તરફ જઈ રહ્યા હતા અને અકસ્માત કલ્યાણગઢ પાટિયા નજીક થયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. અકસ્માતની તપાસ શરૂ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો-----    Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર

Read Full Story arrow_forward