android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ટર્મ પૂર્ણ થવાને હવે દોઢ માસ બાકી છે, ગ્રાંટનો પૂરતો ઉપયોગ કરવા દો: સભ્યો
calendar_today January 16, 2026

Surendranagar: ટર્મ પૂર્ણ થવાને હવે દોઢ માસ બાકી છે, ગ્રાંટનો પૂરતો ઉપયોગ કરવા દો: સભ્યો

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન શુક્રવારે મનપાના સભાખંડમાં કરાયુ હતુ.જેમાં પ્રમુખ, નાયબ ડીડીઓ સહિત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતની ટર્મ પુરી થવાને હવે માત્ર 1.5 માસ જ બાકી છે ત્યારે ગ્રાંટનો પુરતો ઉપયોગ કરવાની સદસ્યોએ રજુઆત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની મુદત આગામી માસે પુરી થાય છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સહિત 10 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા શુક્રવારે મહાનગરપાલીકાના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધીકારી કિર્તનબેન રાઠોડ, જિલ્લા પંચાયતની વીવીધ સમીતીના ચેરમેન, સદસ્યો, કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. ખાસ સામાન્ય સભાની શરૂઆત ગત તા. 3-10-રપના રોજ મળેલ ખાસ સામાન્ય સભાની અમલવારી સાથે કરાઈ હતી. જયારે તા. 27-11ના રોજની સામાજીક ન્યાય સમીતીની બેઠક, તા. 20-11ના રોજની કારોબારી સમીતીની બેઠક, તા. 24 જુનના રોજની મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તીની સમીતીની બેઠક અને 3-11ના રોજની ઉત્પાદન, સહકાર અને સીંચાઈ સમીતીની બેઠકની કાર્યવાહીને અવલોકનમાં લેવાઈ હતી. વર્તમાન જિલ્લા પંચાયતની ટર્મ પુરી થવાને હવે માત્ર 1.5 માસનો સમય જ બાકી હોઈ સદસ્યોએ 15મા નાણાપંચની ગ્રાંટ અને તેનું વ્યાજ તથા બેઠક દીઠ મળતી પ લાખની ગ્રાંટના ઉપયોગ કરી લેવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં બોર રીચાર્જીંગ માટે અપાયેલ સ્પેશ્યલ ગ્રાંટ આ કામ માટે અથવા અન્ય કામ માટે વાપરવા પણ માંગ કરી હતી. સભ્યોની રજુઆત સાંભળી પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલે ગ્રાંટના ઉપયોગ અંગેના સુચનો આપવા જણાવ્યુ હતુ. અને તેની ત્વરીત અમલવારીની ખાત્રી આપી હતી. આ ઉપરાંત વીવીધ વિકાસના કામોને વહીવટી મંજુરી અને વહીવટી મંજુરી મળેલ કામોને બહાલી પણ અપાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: મહેસાણા જિલ્લામાં વાસી ઉત્તરાયણે 121 ઈમરજન્સી નોંધાઈ : 95 પક્ષીઓ ઘવાયા
calendar_today January 16, 2026

Mehsana: મહેસાણા જિલ્લામાં વાસી ઉત્તરાયણે 121 ઈમરજન્સી નોંધાઈ : 95 પક્ષીઓ ઘવાયા

મહેસાણા જિલ્લામાં બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ સુધી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વ ભારે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો હતો.15 જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે પણ 108 એમ્બ્યુલન્સ 121 ઈમરજન્સી કેસમા દોડતી રહી હતી. ઇજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દર્દીઓને નવજીવન આપ્યું હતું. મહેસાણા જિલ્લામાં ગુરુવારે વાસી ઉત્તરાયણ પર સવારથી સાંજ સુધી પતંગ ચગાવી લોકોએ ઉત્સાહ મનાવ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પતંગ ચગાવતા દોરી વાગવાના બનાવ, પતંગ પકડવા જતા પડી જવાના બનાવ, વાહન અકસ્માત સહિત 121 બનાવો બન્યા હતા. જિલ્લામાં પતંગ પકડવા જતા પડી જવાના અને મારામારીમાં ઘાયલ થવાના સૌથી વધારે ઈમરજન્સીના બનાવ નોંધાયા હતા. મહેસાણા જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન 121 કેસમાં 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. ઉત્તરાયણના દિવસે પણ 153 ઈમરજન્સી કેસમાં 108ની ટીમો દોડતી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે,કે વાસી ઉત્તરાયણ પશુ-પક્ષીઓ માટે પણ મુસીબત સાબિત થઇ હતી. ગુરુવારે જિલ્લામાં વિવિધ પ્રજાતિના 95 પક્ષીઓ દોરીથી ઘવાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દેવચકલી લીલા ઝાડ ઉપર બેસતાં સારા વર્ષનો વરતારો
calendar_today January 16, 2026

દેવચકલી લીલા ઝાડ ઉપર બેસતાં સારા વર્ષનો વરતારો

મેઘરજના આદિવાસીની વસ્તી ધરાવતા ઝરડા ગામે આદિવાસી સમાજની પરંપરા અને લોક વિશ્વાસને જીવંત રાખી ઉત્તરાયણની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. દેવચકલીની ઉડાવવાની વિધિમાં ગામના લોકો દેવચકલી પકડીને ગામના મુખી અથવા સરપંચના ત્યાં જાય છે.જ્યાં દેવચકલીને ગોળ, ઘી અને તલ ખવડાવવામાં આવે છે અને પછી ચકલીને ઉડાડવામાં આવે છે. ચકલી જયાં જઈને બેસે તે રીતે આવતા વર્ષનો વરતારો જાણવા મળે છે. ઝરડા ગામે પણ ગામના કેટલાક લોકો ઉત્તરાયણના દિવસે દેવચકલી પકડીને ગામના સરપંચના ઘેર ગયા હતા. દેવચકલીને ઘી, ગોળ અને તલ ખવડાવવામાં આવ્યા હતા અને પછી દેવચકલીને સરપંચે ગામ લોકોની હાજરીમાં હાથમાં પકડી આકાશ તરફ ઉડાવી હતી. આ દેવ ચકલી સામેના એક લીલા ઝાડ ઉપર જઈને બેસતાં હાજર લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. કેમકે લીલા ઝાડ ઉપર બેઠેલ દેવચકલીએ લીલા ઝાડ ઉપર બેસી સારા વર્ષનો અને સારા વરસાદનો વરતારો આપ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward