Bharuch: હાંસોટના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળ્યું
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાં દીપડાની હાજરીને પગલે સ્થાનિક રહીશો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરમાં શેરડીના કટિંગ દરમિયાન દીપડાનું એક માસૂમ બચ્ચું મળી આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ વન વિભાગે બચ્ચાને સુરક્ષિત રીતે કબજે કરી તેની માતા સાથે મિલન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.શેરડી કટિંગ દરમિયાન જોવા મળ્યું બચ્ચુંપ્રાપ્ત વિગતો અનુસાર, સાહોલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં શ્રમજીવીઓ દ્વારા શેરડી કાપવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન શેરડીના ઘાટા વાવેતરમાંથી અચાનક દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. દીપડાનું બચ્ચું જોતા જ મજૂરોમાં ફાળ પડી હતી અને કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ વાયુવેગે આખા ગામમાં ફેલાતા લોકોના ટોળે-ટોળા ખેતર પાસે ઉમટી પડ્યા હતા.વન વિભાગની ત્વરિત કામગીરીગામના જાગૃત નાગરિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વન વિભાગે દીપડાના બચ્ચાનો કબજો મેળવી તેની તપાસ કરી હતી. બચ્ચું સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે શેરડીના ખેતરો દીપડા માટે સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે, અને અહીં અવારનવાર દીપડા દેખાતા હોય છે.માતા સાથે મિલન માટે પાંજરું ગોઠવવામાં આવ્યુંસીમમાં બચ્ચું મળી આવવાનો અર્થ એ છે કે માદા દીપડી પણ આસપાસના વિસ્તારમાં જ ક્યાંક હાજર છે. બચ્ચાને શોધતી માદા દીપડી માનવ વસ્તી તરફ ન આવે અને કોઈ હુમલો ન કરે તે માટે વન વિભાગ સતર્ક બન્યું છે. વન વિભાગ દ્વારા જે ખેતરમાંથી બચ્ચું મળ્યું હતું, ત્યાં જ બચ્ચાને રાખીને પાંજરું ગોઠવવામાં આવ્યું છે, જેથી માદા દીપડી પોતાના બચ્ચા પાસે આવે ત્યારે તેને રેસ્ક્યુ કરી શકાય અથવા કુદરતી રીતે બચ્ચું તેની માતા પાસે પહોંચી જાય.આ પણ વાંચો: ફ્લાવર શોની મુદતમાં 7 દિવસનો વધારો, હવે 29 જાન્યુઆરી સુધી માણી શકાશે ફૂલોની મજા
Read Full Story arrow_forward