android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Halvad: સાપકડામાં પ્રેમ પ્રકરણમાં શ્રમિક યુવાનનો આપઘાત, 18 વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
calendar_today January 16, 2026

Halvad: સાપકડામાં પ્રેમ પ્રકરણમાં શ્રમિક યુવાનનો આપઘાત, 18 વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ખેત મજૂરી કરતા એક માત્ર 18 વર્ષના યુવાને પ્રેમ પ્રકરણમાં નિરાશ થઈને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રેમ પ્રકરણમાં ભર્યું અંતિમ પગલુંમળતી વિગતો અનુસાર, સાપકડા ગામની સીમમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા રાજેશ બારીયા (ઉંમર 18 વર્ષ) નામના યુવાને અચાનક ખેતરમાં વપરાતી ઝેરી દવા પી લીધી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પ્રેમ પ્રકરણના કારણે માનસિક તણાવમાં આવી જઈ રાજેશએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યોયુવાને ઝેરી દવા પીતા જ તેની હાલત લથડી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઝેરની અસર આખા શરીરમાં ફેલાઈ ગઈ હોવાથી ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને જ યુવાનનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.આ પણ વાંચો: કતવારા પોલીસે આઇશર ટ્રકમાંથી 38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, રાજસ્થાનથી ભાવનગર જતો જથ્થો પકડાયો

Read Full Story arrow_forward
Sabarkantha News: કતપુર ટોલ પ્લાઝા પર ITનું સર્ચ ઓપરેશન
calendar_today January 16, 2026

Sabarkantha News: કતપુર ટોલ પ્લાઝા પર ITનું સર્ચ ઓપરેશન

ઉત્તર ગુજરાતમાં ટેક્સ ચોરી કરતા એકમો પર આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ પ્લાઝા પર આજે વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમોએ ત્રાટકીને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનને પગલે ટોલ પ્લાઝાના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.15થી વધુ અધિકારીઓનો કાફલો ઘટનાની મળતી માહિતી અનુસાર, વહેલી સવારે સુરક્ષા કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે આઈટીના 15થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો કતપુર ટોલ પ્લાઝા ખાતે પહોંચ્યો હતો. અધિકારીઓએ ટોલ પ્લાઝાની મુખ્ય કચેરી તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તપાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના જવાનોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. નાણાકીય ગેરરીતિની આશંકા સૂત્રોના જણાવ્યા અનુસાર, કતપુર ટોલ પ્લાઝાના દૈનિક વ્યવહારો અને નાણાકીય લેવડ-દેવડમાં લાંબા સમયથી મોટી ગરબડ ચાલી રહી હોવાની આશંકા હતી. આવકવેરા વિભાગને મળલી ચોક્કસ બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ઓફિસના કોમ્પ્યુટર્સ, બેંક સ્ટેટમેન્ટ્સ અને ડેટાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આઈટી ટીમ દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસ મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ કેટલા કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા અને કેવા પ્રકારના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. આ પણ વાંચો -  Sabarkantha: પોશીના-હડાદ રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી પાડી

Read Full Story arrow_forward
Patanના સમીમાં અસામાજિક તત્વોનો આતંક, રિક્ષા અને છાપરામાં લગાવી આગ
calendar_today January 16, 2026

Patanના સમીમાં અસામાજિક તત્વોનો આતંક, રિક્ષા અને છાપરામાં લગાવી આગ

પાટણ જિલ્લાના સમી શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પૈસાની લેવડ-દેવડના વિવાદમાં માનવતા નેવે મૂકીને કેટલાક શખ્સોએ મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં આગચંપી કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.ઉછીના પૈસા પરત ન આપતા આતંક મચાવ્યો સમીના એક રહીશે પોતાના પિતાની સારવાર માટે ઇમરાન નામના શખ્સ પાસેથી રૂ.50,000 ઉછીના લીધા હતા. જેમાંથી રૂ.35,000 તો પરત ચૂકવી દેવામાં આવ્યા હતા, પરંતુ બાકી નીકળતા માત્ર રૂ.15,000ની વસૂલાત માટે અસામાજિક તત્વોએ હિંસક માર્ગ અપનાવ્યો હતો. બાકી પૈસા પરત ન મળતા ઉશ્કેરાયેલા શખ્સોએ મોડી રાત્રે પીડિતના ઘર પાસેના છાપરા અને રિક્ષામાં આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે એક આરોપીને ઝડપી રિકન્સ્ટ્રક્શન કર્યુ સમી પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે આતંક મચાવનાર ઇમરાન ઉર્ફે મોન્ટી સૈયદની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીને સાથે રાખી પોલીસે ગુના વાળી જગ્યાએ રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી, જેથી પુરાવા મજબૂત કરી શકાય. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ, ઇમરાન ઉર્ફે ઓઝો સૈયદ, હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. આ ઘટનાએ વ્યાજખોરો અને અસામાજિક તત્વોના વધતા જતા ત્રાસ સામે કડક કાર્યવાહીની માંગ ઉભી કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward