android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : પ્રવાસન સ્થળ તરીકે ડુમસનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે : ધારાસભ્ય મુકેશ પટેલ
calendar_today January 16, 2026

Surat News : પ્રવાસન સ્થળ તરીકે ડુમસનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે : ધારાસભ્ય મુકેશ પટેલ

સુરત વન વિભાગ દ્વારા ડુમસ ખાતે ધારાસભ્ય મુકેશભાઇ પટેલ અને સંદિપભાઇ દેસાઇના હસ્તે રૂ.૧.૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વન વિશ્રામ ગૃહનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ અવસરે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યો માત્ર શહેરોના કેન્દ્ર સુધી સીમિત રાખવામાં આવ્યા નથી, પરંતુ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે યોજનાબદ્ધ વિકાસ કરવામાં આવી રહ્યો છે. ડુમસ દરિયાકિનારે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નાગરિકો મુલાકાત લે છે સુરત શહેરનું મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર એવા ડુમસ દરિયાકિનારે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નાગરિકો મુલાકાત લે છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે અને સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થાય તે હેતુથી ડુમસ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા નિર્માણ થનારા આધુનિક સુવિધાયુક્ત વિશ્રામગૃહો દૂરથી આવતા પ્રવાસીઓ માટે ખાસ ઉપયોગી સાબિત થશે તેમજ ડુમસને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે નવી ઓળખ મળશે. મસ સુધી પહોંચવાના માર્ગો પાકા બનાવવામાં આવ્યા આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડુમસમાં રૂ.૫૦૦ કરોડના ખર્ચે સિ-ફેસ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેમાંથી અંદાજે ૫૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી રહેલી કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ડુમસ દરિયાકિનારે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ વિસ્તાર એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ રહ્યો છે. ડુમસ સુધી પહોંચવાના માર્ગો પાકા બનાવવામાં આવ્યા છે તેમજ પ્રાથમિક સુવિધાઓ સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિશ્રામગૃહો પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે સાથે જ વન વિભાગ દ્વારા નિર્માણ પામતા વિશ્રામગૃહો પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે. આ તમામ વિકાસ કાર્યોના પરિણામે સુરત શહેરનો સર્વાંગી વિકાસ ઝડપી બન્યો છે. આ પ્રસંગે વન વર્તુળ સુરતના વન સંરક્ષક પુનીત નૈય્યર, સામાજિક વનીકરણ વર્તુળ-ભરૂચના વન સંરક્ષક આનંદકુમાર, સામાજિક વનીકરણ વિભાગ સુરતના નાયબ વન સંરક્ષક મિતલ સાવંત, નાયબ વન સંરક્ષક ધીરજકુમાર,વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Surat News : સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ, ભોગ બનનારના શરીર માંથી ગોળી કાઢવામાં આવી

Read Full Story arrow_forward
Republic Day 2026: NID અમદાવાદે તૈયાર કરી ગણતંત્ર દિવસની આમંત્રણ પત્રિકા
calendar_today January 16, 2026

Republic Day 2026: NID અમદાવાદે તૈયાર કરી ગણતંત્ર દિવસની આમંત્રણ પત્રિકા

આગામી 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે આ રાષ્ટ્રીય પર્વમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે ગર્વ લેવા જેવી બાબત સામે આવી છે. અમદાવાદની વિશ્વવિખ્યાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા આ વર્ષના ગણતંત્ર દિવસની સત્તાવાર આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ભવનનું વિશેષ સૂચન દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન દ્વારા ગણતંત્ર દિવસની પત્રિકા તૈયાર કરવાની મહત્વની જવાબદારી NIDની નિષ્ણાત ટીમને સોંપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનના સીધા સૂચન બાદ NIDની ટીમે દિવસ-રાત મહેનત કરીને એક એવી પત્રિકા તૈયાર કરી છે, જેમાં ભારતની પ્રાચીન કલાત્મક સંસ્કૃતિ અને આધુનિક ડિઝાઇનનો અદભૂત સમન્વય જોવા મળે છે. નોર્થ-ઈસ્ટની ઓળખ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આ વર્ષની આમંત્રણ પત્રિકાની મુખ્ય વિશેષતા તેની 'નોર્થ-ઈસ્ટ' (ઉત્તર-પૂર્વ ભારત) ઓળખ છે. પૂર્વ ભારતના રાજ્યોની વિશિષ્ટ કલા, પરંપરા અને સંસ્કૃતિને આ પત્રિકામાં મુખ્ય થીમ તરીકે રાખવામાં આવી છે. આ પત્રિકા માત્ર એક નિમંત્રણ નથી, પરંતુ તે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, બંધુત્વ અને ભારતીય ગૌરવનો મજબૂત સંદેશ પાઠવે છે. સંદેશ ન્યુઝ પાસે રહેલી આ એક્સક્લુઝિવ વિગતો મુજબ, પત્રિકામાં વપરાયેલા રંગો અને ડિઝાઈન ભારતની વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. NID દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઈનિંગ છાપ હવે દેશ-વિદેશના મહાનુભાવો સુધી ભારતીય કળાનો પરિચય કરાવશે. આ પણ વાંચો - Ahmedabad News : દારૂની મહેફિલ અંગે પોલીસનું મોટું નિવેદન, પાર્ટીમાંથી ઝડપાયેલા તમામ લોકોએ નશો કર્યો હતો...

Read Full Story arrow_forward
Ahmedabad માં દારૂબંધીના ધજાગરા, પંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ
calendar_today January 16, 2026

Ahmedabad માં દારૂબંધીના ધજાગરા, પંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ

અમદાવાદના પોશ વિસ્તાર પંચવટીમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના ફોટા અને વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ગોમતીપુરની લુહારની શેરીમાં કેટલાક શખ્સો બેફામ બનીને દારૂની મહેફિલ માણતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શહેર પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલીકરણ પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.તહેવારોમાં કાયદો લજવાયો વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં જોઈ શકાય છે કે, ઉત્તરાયણની મજા માણવાના નામે યુવાનો અને નબીરાઓ કાયદાનો ડર રાખ્યા વગર નશામાં ચૂર થઈ રહ્યા છે. તહેવારના દિવસે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે પણ દારૂની આ પ્રકારે રેલમછેલ જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષ છે. ગોમતીપુર પોલીસ હવે આ વાયરલ વીડિયોના આધારે લુહારની શેરીના શખ્સોની ઓળખ કરી રહી છે. એક તરફ સરકાર દારૂબંધીની વાતો કરે છે અને બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે રીતે દારૂની મહેફિલના પુરાવા સામે આવી રહ્યા છે, તે જોતા બુટલેગરો અને નબીરાઓમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ જણાઈ રહ્યું છે. આ પણ વાંચો : Gandhinagar News : કમલમ માં વિજયોત્સવ, મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતની ગુજરાતમાં ભવ્ય ઉજવણી

Read Full Story arrow_forward