android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: જુગાર ધામ પર રેડ, ટોળાએ 6 આરોપીઓને ભગાડ્યા
calendar_today January 16, 2026

Vadodara News: જુગાર ધામ પર રેડ, ટોળાએ 6 આરોપીઓને ભગાડ્યા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાડા ગામે જુગાર ધામ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ અને સ્થાનિક ટોળા વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો છે. ગામની નહેર પાસે ખુલ્લામાં જુગાર રમતા શખ્સોને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કરી ઝપાઝપી કરતા ધરપકડ કરાયેલા 6 જુગારીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.નહેર પાસે ચાલતો હતો જુગાર ઘટનાની મળતી માહિતી અનુસાર, કરજણ પોલીસને બાતમી મળી હતી કે, પિંગલવાડા ગામની નવીનગરી જવાની નહેર પાસે ખુલ્લામાં હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે રેડ કરીને સ્થળ પરથી 8 જુગારીઓને ઝડપી લીધા હતા. જોકે, પોલીસની આ કાર્યવાહી દરમિયાન અચાનક ગામના લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. પોલીસ સાથે ઝપાઝપી અને આરોપીઓ ફરાર પોલીસ જ્યારે આરોપીઓને લઈ જઈ રહી હતી, ત્યારે ટોળાએ પોલીસ કામગીરીમાં રૂકાવટ ઉભી કરી હતી. ટોળાએ પોલીસ જવાનો સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી, જેનો લાભ ઉઠાવીને ઝડપાયેલા 8 પૈકી 6 જુગારીઓ પોલીસની પકડમાંથી ભાગી છૂટ્યા હતા. સદનસીબે આ ઝપાઝપીમાં કોઈ પોલીસ કર્મચારીને ગંભીર જાનહાનિ પહોંચી ન હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. પોલીસની કડક કાર્યવાહી આ ઘટનાને ગંભીરતાથી લઈને કરજણ પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે. પોલીસે સ્થળ પરથી 2 જુગારીઓ સહિત પોલીસ સાથે ઝપાઝપી કરનાર અન્ય 7 ઇસમોની ધરપકડ કરી લીધી છે. કરજણ પોલીસે જુગાર ધારા ઉપરાંત પોલીસની કામગીરીમાં રૂકાવટ અને હુમલાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા 6 જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Vadodara માં મોલમાં થયેલા અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, FSL ની ટીમ મેદાને, જાણો શું કહ્યું...

Read Full Story arrow_forward
BMC Election Results: અજિત પવાર જૂથને ઝટકો, નવાબ મલિકના ભાઇ કપ્તાન મલિક હાર્યા
calendar_today January 16, 2026

BMC Election Results: અજિત પવાર જૂથને ઝટકો, નવાબ મલિકના ભાઇ કપ્તાન મલિક હાર્યા

મહારાષ્ટ્રના બીએમસી સહિત 29 કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે નવાબ મલિકના ભાઇ કપ્તાન મલિક ચૂંટણી હારી ગયા છે. કપ્તાન મલિકએ કુર્લા વેસ્ટથી ચૂંટણી લડી હતી. પૂર્વ મંત્રી નવાબ મલિકના ભાઇ કપ્તાન મલિક પર અજિત જૂથને ઝટકો લાગ્યો છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશરફ આઝમીએ જંગી જીત મેળવી છે. આઝમીની જીતને આ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે સ્પર્ધા તીવ્ર અને નજીકની હતી. કુર્લા વેસ્ટ બેઠક પર ઉમેદવારો કોણ હતા? કોંગ્રેસ તરફથી અશરફ આઝમી, ભાજપ તરફથી રૂપેશ નારાયણ પવાર, એનસીપી તરફથી કપન મલિક, એનસીપી (સપા) તરફથી અભિજીત દિલીપ કાંબલે ચૂંટણી મેદાનમાં હતા. નવાબ મલિકના પરિવારને લઈને વિવાદ ચૂંટણી દરમિયાન નવાબ મલિક હેડલાઇન્સમાં રહ્યા. નવાબ મલિક અને તેમના પરિવારને લઈને પહેલાથી જ ઘણો વિવાદ હતો, કારણ કે તેમના પરિવારના ઘણા સભ્યોને ટિકિટ આપવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. નવાબ મલિકના પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ આપવાથી હોબાળો મચી ગયો હતો. અજિત પવારે તેમના વરિષ્ઠ નેતા નવાબ મલિકના પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ આપી છે. અજિત પવાર જૂથે નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને વોર્ડ 165, તેમની બહેન ડૉ. સઈદા ખાનને વોર્ડ 169 અને કપ્તાન મલિકની પુત્રવધૂ બુસરા નદીમ મલિકને વોર્ડ 170માંથી ટિકિટ આપી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ આપવાના નિર્ણયથી ચર્ચા શરૂ થઈ હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ મળ્યાથી પાર્ટીના કાર્યકરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે, કપ્તાન મલિકની હારને આ સમગ્ર વિવાદ અને ચૂંટણી વાતાવરણ સાથે જોડી દેવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે મતદારોએ આ વખતે અલગ નિર્ણય લીધો છે, જેની અસર વરિષ્ઠ નેતાઓ અને તેમના પરિવારો પર પણ પડી છે. અરુણ ગવલીની પુત્રી હારી ગઈ અરુણ ગવલીની પુત્રી યોગિતા ગવલીને પણ ચૂંટણી પરિણામો નિરાશાજનક રહ્યા. ગવલીએ ભાયખલા વોર્ડ નંબર 207માંથી ચૂંટણી લડી અને પોતાના પક્ષનું પ્રતિનિધિત્વ કરીને મતદારોનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે ગવળી આ ચૂંટણી જીતવામાં નિષ્ફળ ગયા. ભાજપના ઉમેદવાર રોહિદાસ લોખંડે આ બેઠક જીતી ગયા. આ હાર સ્પષ્ટ કરે છે કે ભાયખલા વોર્ડના મતદારોએ ભાજપના ઉમેદવાર પર વિશ્વાસ મૂક્યો હતો, જ્યારે યોગિતા ગવળી અપેક્ષિત સફળતા મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. Chaturgrahi Rajyog 2026: મકરસંક્રાંતિ બાદ આ રાશિને મોજ, ચર્તુગ્રહી રાજયોગ કરાવશે ફાયદો જ ફાયદો

Read Full Story arrow_forward
સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો એક દાયકો પૂર્ણ, PM Modiએ એક્ઝિબિશનની લીધી મુલાકાત
calendar_today January 16, 2026

સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો એક દાયકો પૂર્ણ, PM Modiએ એક્ઝિબિશનની લીધી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' પહેલના એક દાયકા પૂર્ણ થવાના પ્રસંગે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ ગુરુવારે આ જાહેરાત કરી.  પ્રધાનમંત્રી મોદીએ 16 જાન્યુઆરી, 2016 ના રોજ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' લોન્ચ કર્યું. આજે તેના 10 વર્ષ પૂર્ણ થતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અગાઉ પીએમએ સ્ટાર્ટઅપ ડેને લઇને આયોજિત એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. 

Read Full Story arrow_forward