android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટના આંગણે 700 વર્ષ જૂની ‘ટાંગલિયા’ કલાનો દબદબો, વિસરાતી જતી હસ્તકલા હવે હોલીવુડના પડદા સુધી પહોંચી
calendar_today January 16, 2026

Rajkot News : રાજકોટના આંગણે 700 વર્ષ જૂની ‘ટાંગલિયા’ કલાનો દબદબો, વિસરાતી જતી હસ્તકલા હવે હોલીવુડના પડદા સુધી પહોંચી

એક સમયે જે કલા લુપ્ત થવાને આરે હતી, તેને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહને વૈશ્વિક ફલક પર લાવી દીધી છે.” આ શબ્દો છે સુરેન્દ્રનગરના દેદાદરા ગામના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવભાઈ રાઠોડના, જેઓ રાજકોટ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’માં પોતાની ૭૦૦ વર્ષ જૂની ‘ટાંગલિયા’ હસ્તકલાનું પ્રદર્શન કરી રહ્યા છે.આ કલાની ખ્યાતિ હવે સાત સમંદર પાર પહોંચી છે રાજકોટના ‘સ્વદેશી હાટ’ વિભાગમાં પ્રદર્શિત આ કલાની ખ્યાતિ હવે સાત સમંદર પાર પહોંચી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની જાણકારી આપતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં ટાંગલિયા કલાના મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. જે ટાંગલિયા કલાકારો માટે ગૌરવની વાત છે. હોલીવુડની આગામી ફિલ્મ ‘F1’ માં પણ ટાંગલિયા આર્ટના શર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં ટાંગલિયાની વધતી માંગ એ ગુજરાતના ગ્રામીણ કલાકારોની વર્ષોની તપસ્યાનું પરિણામ છે. અત્યંત જટિલ અને ઝીણવટભરી 'દાણા ગૂંથણી' વણાટ પદ્ધતિ છે ટાંગલિયા કલાને તેની મૌલિકતા જાળવી રાખવા માટે ‘Geographical Indication’ GI ટેગ પ્રાપ્ત થયો છે. આ કાયદાકીય રક્ષણને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકૃત કલાકારો સિવાય અન્ય કોઈ આ કલાના નામે નકલી વસ્તુઓનું વેચાણ કરી શકતું નથી. GI ટેગને કારણે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોનો ભરોસો વધ્યો છે અને કલાકારોને વચેટિયાઓ વગર સીધા જ ઊંચા ભાવ મળી રહ્યા છે. ટાંગલિયાની વિશેષતા તેની અત્યંત જટિલ અને ઝીણવટભરી 'દાણા ગૂંથણી' વણાટ પદ્ધતિ છે. આ કોઈ મશીન વર્ક કે અલગથી કરેલું ભરતકામ નથી, પરંતુ હાથશાળ પર કાપડ વણતી વખતે જ દોરાની સાથે ઉન કે સૂતરના નાના મણકા જેવા ‘ટાંકા’ કે ‘દાણા’ ગૂંથીને ઉપસેલી મનમોહક આકૃતિઓ કંડારવામાં આવે છે. કલાકારોને આધુનિક ડિઝાઈનિંગની તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે આ કલાની ખાસિયત એ છે કે, કાપડની બંને બાજુએ ભાત એકસરખી જ દેખાય છે, જે કલાકારની અદભૂત એકાગ્રતાનું પરિણામ છે. મુલાકાતીઓ આ પ્રક્રિયાને પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે બળદેવભાઈએ સ્ટોલ પર ‘ડેમો લૂમ’ ગોઠવી છે, જે આખા પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં લોકો નજરે જોઈ શકે છે કે કેવી રીતે એક-એક દાણો ગૂંથીને કલા કંડારાય છે. આધુનિક પેઢીની રુચિને ધ્યાને રાખીને હવે ટાંગલિયા કલામાં એક સમયે માત્ર ધાબળા પૂરતી સીમિત આ કલાને હવે આધુનિક જીવનશૈલી મુજબ ઢાળવામાં આવી છે. 'ગુજરાત રાજ્ય હસ્તકલા અને હાથશાળ વિકાસ નિગમ' ગરવી ગુર્જરી અને હસ્તકલા સેતુ યોજના હેઠળ કલાકારોને આધુનિક ડિઝાઈનિંગની તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. વિસરાતી જતી કલાઓને પુનર્જીવિત કરવાનું એક અભિયાન બની રહ્યું છે આ તાલીમથી કલાકારો હવે ટાંગલિયા આર્ટમાં સાડી, કુર્તી, દુપટ્ટા, મફલર, જેકેટ અને કુશન કવર જેવી આધુનિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. આ આધુનિક ઓપને કારણે નવી પેઢી અને યુવા ફેશન પ્રેમીઓ પણ આ પ્રાચીન કલા તરફ વળ્યા છે. બળદેવભાઈ જણાવે છે કે, “ગુજરાત સરકારના હસ્તકલા પ્રોત્સાહન બોર્ડ દ્વારા અમને ડિઝાઇનિંગથી લઈને માર્કેટિંગ સુધીનો જે સહયોગ મળ્યો છે, તેનાથી નવી પેઢી ફરી આ વ્યવસાયમાં જોડાઈ છે.”વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ ગ્રામીણ કલાકારો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે, જ્યાં તેમને હજારો મુલાકાતીઓ અને સંભવિત ખરીદદારો સાથે સીધો સંવાદ કરવાની તક મળે છે. આવા પ્રદર્શનો થકી હસ્તકલાનો આ વારસો હવે માત્ર સંગ્રહાલયો પૂરતો સીમિત ન રહેતા લોકોના ઘર સુધી અને વૈશ્વિક ફેશન રેમ્પ સુધી પહોંચી રહ્યો છે. આમ, રાજકોટના આંગણે આયોજિત આ એક્ઝિબિશન માત્ર વ્યાપારનું માધ્યમ નથી, પરંતુ વિસરાતી જતી કલાઓને પુનર્જીવિત કરવાનું એક અભિયાન બની રહ્યું છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં પતિની સામે પત્નીએ આગ લગાવી મોત વ્હાલું કર્યુ, નફ્ફટ પતિ બચાવવાને બદલે વીડિયો ઉતારતો રહ્યો

Read Full Story arrow_forward
Surat મહાનગરપાલિકામાં રાજકારણ ગરમાયું, સુમન શાળાનું સ્થળ બદલાતા ભ્રષ્ટાચારના આક્ષેપો
calendar_today January 16, 2026

Surat મહાનગરપાલિકામાં રાજકારણ ગરમાયું, સુમન શાળાનું સ્થળ બદલાતા ભ્રષ્ટાચારના આક્ષેપો

સુરત મહાનગરપાલિકા સંચાલિત કતારગામની સુમન શાળાને તેના મૂળ સ્થાનેથી ખસેડવાના નિર્ણય સામે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 7 માં આવેલી આ શાળાને વોર્ડ નંબર 8 માં ખસેડવામાં આવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને છેલ્લા બે દિવસથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ બહાર ધરણાં પર બેઠા છે. 'આપ' ના કોર્પોરેટરોનો આક્ષેપ છે કે ભાજપના મળતિયાઓ અને બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જાણીજોઈને શાળાની કિંમતી જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે, આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર અપાઈ ગયા બાદ અચાનક સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ભ્રષ્ટાચારની શંકા વધુ પ્રબળ બની છે.શાળા ખસેડતા હોબાળો આ વિવાદમાં માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ શાસક પક્ષ ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના જ એક કોર્પોરેટરે આ નિર્ણય વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. શિક્ષણવિદ્ ડૉ. કિશોરના જણાવ્યા અનુસાર, શાળા દૂર જવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે. વિરોધ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે અને બાળકોના હિતમાં યોગ્ય ફેંસલો નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હાલમાં આ જમીન વિવાદે સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. આ પણ વાંચો : Surat ઓવરબ્રિજ દુર્ઘટનાના CCTV વાયરલ, હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા ત્રણ લોકો...

Read Full Story arrow_forward
Rajkot News: ભર શિયાળે ઉનાળો, તરસ્યા રહેશે રાજકોટવાસીઓ
calendar_today January 16, 2026

Rajkot News: ભર શિયાળે ઉનાળો, તરસ્યા રહેશે રાજકોટવાસીઓ

સ્માર્ટ સિટી રાજકોટમાં હાલ ઠંડીનો પારો ગગડી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીકાપની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે, જેને કારણે હજારો પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.શા માટે રાખવામાં આવ્યો પાણીકાપ? રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠો પૂરો પાડતી મુખ્ય પાઈપલાઈનમાં રિપેરિંગની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. લાઈન રિપેરિંગની કામગીરીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આ આયોજનબદ્ધ પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ભર શિયાળે આ રીતે અચાનક પાણીકાપ આવતા ગૃહિણીઓનું બજેટ અને દિનચર્યા ખોરવાઈ જવાની ભીતિ છે. કયા વિસ્તારોને અસર થશે? આ પાણીકાપ મુખ્યત્વે વોર્ડના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં લાગુ પડશે. તંત્રના જણાવ્યા મુજબ, આ વિસ્તારોની 50થી વધુ સોસાયટીઓમાં 17 જાન્યુઆરીના રોજ નળમાં પાણી આવશે નહીં. રેલનગર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણીકાપને કારણે લોકોએ પાણીનો સંગ્રહ કરવા દોડધામ શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, નાગરિકો ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે જેથી રિપેરિંગ કામ દરમિયાન કોઈ મોટી અગવડ ન પડે. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. આ પણ વાંચો - Rajkot News : ખેડૂતો માટે મોટા સમાચાર, ભાદર-2 ડેમના દરવાજા ખુલશે, રવિ પાકને મળશે જીવનદાન

Read Full Story arrow_forward