android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : વડોદરામાં પ્રેમી સાથે ઝઘડો કર્યા બાદ નશાખોર યુવતીનો ડ્રામા, પોલીસની PCR વાન પર બેસીને હંગામો મચાવ્યો
calendar_today January 16, 2026

Vadodara News : વડોદરામાં પ્રેમી સાથે ઝઘડો કર્યા બાદ નશાખોર યુવતીનો ડ્રામા, પોલીસની PCR વાન પર બેસીને હંગામો મચાવ્યો

સંસ્કારી નગરીમાં નશાખોર યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો જેમાં મકરપુરા વિસ્તારમાં યુવતીએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસની PCR વાન પર બેસી ડ્રામા કર્યો હતો, નશાની હાલતમાં યુવતી પાસે પોલીસ લાચાર બની હતી અને એક સાથે ત્રણ થી ચાર પીસીઆર વાન હતી અને લોકો પણ હતા તો પણ યુવતી ડ્રામા કરતી રહી. પ્રેમી સાથે ઝઘડા બાદ યુવતીએ કર્યો ડ્રામા સંસ્કારી નગરીમાં છોકરા બાદ હવે છોકરીઓ પણ બેફામ બની ગઈ છે અને નશાની હાલતમાં યુવતીએ ગામ માથે લીધુ હતુ અને પીસીઆર વાન પર બેસીને યુવતી પોલીસને અને લોકોને બોલી રહી હતી અને આસપાસના લોકો પણ આ યુવતીથી ત્રાસી ગયા હતા અને પોલીસને બોલાવી પડી હતી, પોલીસ આવતાની સાથે યુવતી પોલીસની પીસીઆર વાન પર બેસી ગઈ હતી અને હંગામો કરતી હતી, તો પ્રેમી સાથે ઝઘડો થતા આવું કર્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. યુવતીએ પોલીસની પીસીઆર વાન પર બેસીને હંગામો કર્યો સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને પોલીસ પણ થોડો સમય યુવતી આગળ લાચાર બની હતી, સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે યુવતીના પરિજનો પણ આ યુવતીથી ત્રાસી ગયા છે, ત્યારે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે અને પરિજનોને પણ જાણ કરવામાં આવી છે, આવી રીતે નશો કરીને લોકોને અને પોલીસને હેરાન કરવા એ કેટલું યોગ્ય ગણાય ! દારૂ પીવો તો ગુનો જ છે અને તેના પછી દંગલ કરવું એ વધારે ગુનો છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, અમરેલી સૌથી ઠંડુગાર શહેર બન્યું 

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર ત્રાટકી પોલીસ, ધાબા પર દારૂ પીવા માટે લાઈવ "બાર" બનાવ્યો હતો
calendar_today January 16, 2026

Ahmedabad News : અમદાવાદમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર ત્રાટકી પોલીસ, ધાબા પર દારૂ પીવા માટે લાઈવ "બાર" બનાવ્યો હતો

બિલ્ડરના પુત્રએ દારૂની પાર્ટીનુ કર્યુ હતું આયોજન અને કુશલ શાહ નામના વ્યકિતએ પાર્ટી આયોજીત કરી હતી અને સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર દારૂ પાર્ટી ઝડપાઈ હતી, પોલીસે દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે અને હાઈપ્રોફાઈલ પાર્ટીમાં 4 યુવતી સહિત 16 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. બિલ્ડરના છોકરાએ કર્યુ હતુ દારૂનું આયોજન ભલે ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોય, પરંતુ કેટલાક લોકો માટે ઉત્તરાયણ દારૂની પાર્ટી વગર અધૂરી રહેતી હોય એવું માનવામાં આવે છે. તેવી જ એક ઘટનામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકના નાક નીચે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી શ્રી સોસાયટી નજીકના સેન્ટેરિયન વિસ્ટા નામના લક્ઝરી એપાર્ટમેન્ટના ટેરેસ પર ચાલી રહેલી દારૂની DJ પાર્ટી અંગે સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા પોલીસે દરોડો પાડયો હતો. ચર્ચા મુજબ આ એપાર્ટમેન્ટમાં કુશલ શાહ દ્વારા ટેરેસ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ટેરેસ પર બિયર બાર તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં મોંઘી વિલાયતી દારૂની 20 બોટલો ઉપરાંત હુક્કા, સિગારેટ તેમજ ખાણીપીણીની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્ટીમાં આવનાર મહેમાનોને જે માંગે તે ખાવા-પીવાનું તરત મળી જાય તેવી ગોઠવણ કરાઈ હતી. DJના ઉંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા ધમાલ શરૂ થતાં સ્થાનિક રહેવાસીઓએ કંટ્રોલ મેસેજ કર્યો હતો. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડયો હતો. પોલીસે દારૂની પાર્ટી કરતાં ચાર યુવતીઓ સહિત કુલ 16 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પાર્ટી પર ત્રાટકે તે પહેલાં એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેને બચાવવા માટે સિનિયર અધિકારીઓ દ્વારા ભલામણો થતી હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે, જોકે પોલીસ દ્વારા આ બાબતનો ઈનકાર કરવામાં આવ્યો છે. હાઈપ્રોફાઈલ પાર્ટી પર થયેલા દરોડા અંગે મળતી માહિતી અનુસાર, વાસી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર DJ પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં હાજર કેટલાક મિત્રો દારૂના નશામાં બૂમાબૂમ અને ઉછાળકૂદ કરતા હોવાથી આસપાસના રહેવાસીઓ પરેશાન બન્યા હતા. કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદ બાદ પોલીસ જયારે ટેરેસ પર પહોંચી ત્યારે ત્યાં બિયર બાર તૈયાર હતો, જેમાં મોંથી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. સાથે લીચી, કાચી કેરી, ઈલાયચી સહિતના ફળો અને અન્ય ખાણીપીણી પણ રાખવામાં આવી હતી. હુક્કાબાર જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં પ્રેમી સાથે ઝઘડો કર્યા બાદ નશાખોર યુવતીનો ડ્રામા, પોલીસની PCR વાન પર બેસીને હંગામો મચાવ્યો

Read Full Story arrow_forward
Weather Update: ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો માર, દિલ્હીમાં તાપમાનમાં ભારે ઘટાડો
calendar_today January 16, 2026

Weather Update: ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો માર, દિલ્હીમાં તાપમાનમાં ભારે ઘટાડો

દિલ્હીમાં પણ દૃશ્યતા ખૂબ ઓછી છે. પંજાબ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ દૃશ્યતા શૂન્ય છે. IMD આગાહી કરે છે કે ઉત્તર ભારતમાં પણ આવી જ ઠંડી અને ધુમ્મસની સ્થિતિ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં બે દિવસ સુધી ઠંડીની સ્થિતિ રહેશે. 16 અને 17 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઓડિશાના વિવિધ વિસ્તારોમાં ઠંડી રહેશે. તેવી જ રીતે, 16 જાન્યુઆરીએ રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આ સ્થિતિ જોવા મળી શકે છે. દિલ્હીમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું શીત અને ઠંડીની લહેરને કારણે દિલ્હીમાં તાપમાન ઘટી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. હરિયાણા હવામાન: કરનાલમાં ગાઢ ધુમ્મસ, ઠંડીની લહેર હરિયાણાના કરનાલ જિલ્લામાં આજે સવારે ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. ધુમ્મસને કારણે દૃશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આને કારણે, રસ્તાઓ પર વાહનો ધીમે ધીમે ચાલી રહ્યા છે. દરમિયાન, તીવ્ર ઠંડી અને કોલ્ડ વેવ ચાલુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસો સુધી આવી જ સ્થિતિ રહેશે. ધુમ્મસ વચ્ચે દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરી ગાઢ ધુમ્મસ ફ્લાઇટ્સને અસર કરી શકે છે. દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં તેમને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને વાદળો આજે દેશના ઉત્તર અને કેટલાક દક્ષિણ ભાગોમાં ગાઢ ધુમ્મસ અને વાદળો છવાયેલા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, દક્ષિણ ઉત્તરાખંડ, ઉત્તરી ઉત્તર પ્રદેશ, ઉત્તર દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, દક્ષિણપૂર્વ સિક્કિમ નજીક રાયલસીમા અને ઉત્તરી તમિલનાડુમાં ગાઢ ધુમ્મસ અને વાદળો છે.આ પણ વાંચો: Weather Update: વહેલી સવારે દિલ્હી-NCRમાં વરસાદી ઝાપટા, તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડોWeather Update: વહેલી સવારે દિલ્હી-NCRમાં વરસાદી ઝાપટા, તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

Read Full Story arrow_forward