android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનો વધ્યો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું
calendar_today January 16, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનો વધ્યો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, અમરેલી સૌથી ઠંડુગાર શહેર બન્યું
calendar_today January 16, 2026

Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, અમરેલી સૌથી ઠંડુગાર શહેર બન્યું

રાજ્યમાં પવનની ગતિ વધતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે, રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયું છે, કંડલા એરપોર્ટમાં 7.9 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, રાજકોટમાં 8.4 ડિગ્રી અને કેશોદમાં 7.4 ડિગ્રી પોરબંદરમાં 8.9 ડિગ્રી અને મહુવામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, દીવમાં 10 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ડીસામાં 9.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 10, સુરતમાં 13.2, દમણમાં 13.4 ડિગ્રી, ભુજમાં 12.4, ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં ઠંડી સતત નિતનવા રેકોર્ડ બનાવી રહી છે ઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનો વધ્યો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું 

Read Full Story arrow_forward
Ahmedabad: કાંકરિયામાં 'માનીતી બહેન'ની ચિંતા કરવાનું ભાઈને ભારે પડ્યું, સમાધાનના બહાને બોલાવી 21 વર્ષીય યુવકની નિર્મમ હત્યા
calendar_today January 15, 2026

Ahmedabad: કાંકરિયામાં 'માનીતી બહેન'ની ચિંતા કરવાનું ભાઈને ભારે પડ્યું, સમાધાનના બહાને બોલાવી 21 વર્ષીય યુવકની નિર્મમ હત્યા

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક લોહિયાળ ઘટના સામે આવી છે. મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સામાન્ય ઝઘડાના સમાધાન માટે બોલાવીને 21 વર્ષીય ચિરાગ રાઠોડ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. પોતાની માનીતી બહેનનું ભવિષ્ય ન બગડે તે માટે યુવકે આપેલો ઠપકો તેની જ જિંદગીનો આખરી ઠપકો સાબિત થયો છે.કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે હત્યા મૃતક ચિરાગ રાઠોડ તેની માનીતી બહેન અંજલીના ભવિષ્યને લઈને ચિંતિત હતો. અંજલી સાથે ફરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમારની હરકતો યોગ્ય ન હોવાથી, ચિરાગે તેને અંજલીથી દૂર રહેવાની સલાહ આપી હતી અને આ બાબતે અગાઉ બોલાચાલી પણ થઈ હતી. આ ઠપકાનો બદલો લેવા માટે મંથન અને તેના મિત્રોએ કાવતરું ઘડ્યું હતું. ગઈકાલે રાત્રે, મંથને અંજલીના ભાઈ નયનને ફોન કરીને જૂની અદાવતનું સમાધાન કરવા માટે ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો. ચિરાગ પણ ત્યાં પહોંચ્યો હતો, જ્યાં અગાઉથી જ ઘાતક હથિયારો સાથે તૈયાર ઉભેલા ચાર શખ્સોએ ચિરાગ પર તૂટી પડ્યા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું.હત્યામાં સામેલ આરોપીઓપોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, આ હત્યાને અંજામ આપી ચાર આરોપીઓ ફરાર થઈ ગયા છે. મંથન ઉર્ફે ઋત્વિક પરમાર (મુખ્ય સૂત્રધાર), જયદીપ શાહ, હર્ષિલ શાહ,વિજય ઉર્ફે વી.પી. પરમાર.પોલીસ કાર્યવાહી અને તપાસઘટનાની જાણ થતા જ મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ હત્યા પાછળ માત્ર ઠપકો જ કારણભૂત છે કે પછી કોઈ અન્ય ઊંડી અદાવત રહેલી છે.આ પણ વાંચો: Dahod: જીવલેણ ચાઇનીઝ દોરીનો આતંક, બે અલગ-અલગ ઘટનામાં બે આશાસ્પદ યુવાનો લોહીલુહાણ

Read Full Story arrow_forward