android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્વ માનસિક સહાય અને શૈક્ષણિક માર્ગદર્શન માટે 'આત્મવિશ્વાસ હેલ્પલાઈન' શરૂ કરાઈ
calendar_today January 15, 2026

Valsad : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્વ માનસિક સહાય અને શૈક્ષણિક માર્ગદર્શન માટે 'આત્મવિશ્વાસ હેલ્પલાઈન' શરૂ કરાઈ

વલસાડ કલેકટર કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લામાં આવેલી તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્વ માનસિક સહાય અને વિષયવાર શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે 'આત્મવિશ્વાસ હેલ્પલાઈન'ની શરૂઆત કરવામાં આવી છે.કયા સુધી હેલ્પલાઈન ચાલુ રહેશે? આ હેલ્પલાઈનનું ઉદ્ઘાટન 15 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષા સમયગાળા દરમિયાન સતત સહાય મળી રહે તે હેતુસર આ હેલ્પલાઈન 18/03/2026 સુધી કાર્યરત રહેશે. આગામી ફેબ્રુઆરી–માર્ચ 2026 દરમિયાન યોજાનારી ધોરણ 10 તથા ધોરણ 12ની બોર્ડની જાહેર પરીક્ષાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓમાં જોવા મળતા પરીક્ષા સંબંધિત તણાવ, ભય, ચિંતા, આત્મવિશ્વાસમાં ઘટાડો તથા હતાશા જેવી માનસિક પરિસ્થિતિઓ દૂર કરવી તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને હકારાત્મક મનોભાવ સાથે પરીક્ષામાં ભાગ લઈ ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તે મુખ્ય હેતુથી આ માનવસેવાની પહેલ હાથ ધરવામાં આવી છે. 'આત્મવિશ્વાસ હેલ્પલાઈન' અંતર્ગત વલસાડ સિવિલ હોસ્પિટલના અનુભવી માનસિક તજજ્ઞ ડૉ. વિરેન્દ્ર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સલાહ, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવશે. સાથે સાથે ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ)ના કુલ 56 વિષયોના અનુભવી વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિષયવાર અભ્યાસ યોજના, સંકલ્પના સ્પષ્ટતા, પ્રશ્નોત્તરી તથા પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ હોય તો સંપર્ક કરવા અપીલ આ હેલ્પલાઈનની કામગીરી વધુ અસરકારક બને તે હેતુસર, સ્વેચ્છાએ જોડાયેલા તમામ વિષય નિષ્ણાત શિક્ષકોને 07/01/2026ના રોજ વલસાડ સ્થિત આર.જે.જે. હાઈસ્કૂલ ખાતે માનસિક તજજ્ઞ ડૉ. વિરેન્દ્ર સોલંકી દ્વારા પરીક્ષા પૂર્વ માનસિક સહાય, વિદ્યાર્થીઓ સાથે સંવાદની પદ્ધતિઓ તથા તણાવ વ્યવસ્થાપન અંગે એકદિવસીય વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે જણાવ્યુ હતું કે, પરીક્ષા માત્ર જ્ઞાનની નહીં પરંતુ માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસની પણ કસોટી છે. વિદ્યાર્થીઓ પર અનાવશ્યક દબાણ ન આવે અને તેઓ નિર્ભય અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુથી 'આત્મવિશ્વાસ હેલ્પલાઈન' શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કોઈપણ પ્રકારની શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ માટે આ હેલ્પલાઈનનો નિઃસંકોચ સદુપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા શરૂ કરાઈ હેલ્પલાઈન આ હેલ્પલાઈન સાથે જોડાયેલા તમામ વિષય નિષ્ણાત શિક્ષકોની યાદી તેમના સંપર્ક નંબર સાથે તમામ શાળાઓને મોકલવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી માહિતી પહોંચે તે હેતુસર શાળાના નોટિસ બોર્ડ પર પણ પ્રદર્શિત કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા વલસાડ જિલ્લાના તમામ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને હૃદયપૂર્વક અપીલ કરવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન શૈક્ષણિક કે માનસિક તણાવ, ભય અથવા સંશયની સ્થિતિમાં 'આત્મવિશ્વાસ હેલ્પલાઈન'નો પૂરતો સદુપયોગ કરી યોગ્ય માર્ગદર્શન મેળવે, જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેઓ સફળતાની દિશામાં આગળ વધી શકે. આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય, IAS રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો

Read Full Story arrow_forward
EDએ કાજુના વેપારીઓ સામે કરોડોની છેતરપિંડીના કેસમાં અનીશ બાબુની કરી ધરપકડ
calendar_today January 15, 2026

EDએ કાજુના વેપારીઓ સામે કરોડોની છેતરપિંડીના કેસમાં અનીશ બાબુની કરી ધરપકડ

કાજુના વેપારીઓ સામે કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDએ આ કેસના મુખ્ય આરોપી અનિશ બાબુની ધરપકડ કરી છે. EDના કોચી ઝોનલ ઓફિસે 14 જાન્યુઆરીના રોજ PMLA હેઠળ મની લોન્ડરિંગના આરોપસર કોલ્લમના રહેવાસી 35 વર્ષીય અનિશ બાબુની ધરપકડ કરી છે.24.76 કરોડ રૂપિયાની છેતરપિંડી EDએ કેરળ પોલીસ અને કોલ્લમ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી અનેક FIRના આધારે આ તપાસ શરૂ કરી હતી. એવો આરોપ છે કે અનિશ બાબુએ તાન્ઝાનિયા અને અન્ય આફ્રિકન દેશોમાંથી કાચા કાજુ આયાત કરવાનું વચન આપીને ઘણા કાજુ વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી હતી. તેમણે આ માટે પોતાની કંપનીઓ, મેસર્સ બાય સધર્ન ટ્રેડ લિમિટેડ (તાન્ઝાનિયા), મેસર્સ પ્રેઈઝ એક્સપોર્ટ્સ FZE (શારજાહ) અને મેસર્સ વાઝવીલા કાજુ (કોલ્લામ) નો ઉપયોગ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે અનિશ બાબુને વિવિધ વેપારીઓ પાસેથી આશરે રૂપિયા 24.76 કરોડ અગાઉથી મળ્યા હતા, પરંતુ તેમણે કાજુ પહોંચાડ્યા ન તો પૈસા પરત કર્યા. સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી એવો આરોપ છે કે પીડિતોને ગેરમાર્ગે દોરવા માટે નકલી બિલ ઓફ લેડિંગ, નકલી SWIFT સંદેશાઓ અને ચેક પણ આપવામાં આવ્યા હતા. ED અધિકારીઓનું કહેવું છે કે છેતરપિંડીની રકમને છુપાવીને તેને ફરતી કરવામાં આવી હતી અને તેનો એક ભાગ વિદેશમાં રાખવામાં આવ્યો હતો, જે મની લોન્ડરિંગની શ્રેણીમાં આવે છે. 2021થી અનિશ બાબુને ઘણી વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે, પરંતુ તેઓ સતત તપાસથી બચી ગયા છે. તેઓ 3 જાન્યુઆરી, 2025ના રોજ ફક્ત એક જ વાર હાજર થયા હતા. તેઓ જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. તેમની આગોતરા જામીન અરજીઓ સેશન્સ કોર્ટ, કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. EDએ કેમ કરી ધરપકડ? 14 જાન્યુઆરીના રોજ ED ઓફિસમાં પૂછપરછ દરમિયાન પણ તેમણે ટાળી શકાય તેવા જવાબો આપ્યા અને ભંડોળના ઉપયોગ અથવા વિદેશમાં મોકલવામાં આવેલી રકમ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યા. પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે તેવા ડરથી EDએ તેમની ધરપકડ કરી. ધરપકડ બાદ અનિશ બાબુને ગુરુવાર, 15 જાન્યુઆરીના રોજ એર્નાકુલમની PMLA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેમને 19 જાન્યુઆરી, 2026 સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા.આ પણ વાંચો: India EU summit 2026: 27 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં 16મું ભારત-EU સમિટ, ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કરાશે કેન્દ્રિત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  કચ્છના સફેદ રણમાં ભારતીય સેનાની 'લેન્ડ યોટિંગ' સફર, 21 જવાનો સરહદી વિસ્તારોમાં સાહસ અને શૌર્ય ગાજવશે.
calendar_today January 15, 2026

Gujarat Latest News Live: કચ્છના સફેદ રણમાં ભારતીય સેનાની 'લેન્ડ યોટિંગ' સફર, 21 જવાનો સરહદી વિસ્તારોમાં સાહસ અને શૌર્ય ગાજવશે.

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward