android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : મકરસંક્રાંતિના પર્વ પર મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો
calendar_today January 14, 2026

Gujarat Latest News Live : મકરસંક્રાંતિના પર્વ પર મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : જગન્નાથ મંદિરમાં ઉત્તરાયણની રોનક, પતંગ અને ફિરકીઓ વચ્ચે બિરાજ્યા ભગવાન જગન્નાથ
calendar_today January 14, 2026

Ahmedabad News : જગન્નાથ મંદિરમાં ઉત્તરાયણની રોનક, પતંગ અને ફિરકીઓ વચ્ચે બિરાજ્યા ભગવાન જગન્નાથ

અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભક્તિ અને પરંપરાનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ગર્ભગૃહને હજારો રંગબેરંગી પતંગો અને ફિરકીઓથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યું છે, જ્યાં ભક્તો પોતાની શ્રદ્ધા રૂપે પતંગો અર્પણ કરી રહ્યા છે. આ પતંગોત્સવ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સામાજિક એકતા અને આપણી સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સુંદર માધ્યમ બની રહ્યો છે.આ પણ વાંચો : Surat News : સાવધાન સુરતીઓ! શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘી પધરાવતું મોટું નેટવર્ક ઝડપાયું

Read Full Story arrow_forward
Dwarka: મકરસંક્રાંતિના પર્વે ભક્તોની ભીડ, વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો
calendar_today January 14, 2026

Dwarka: મકરસંક્રાંતિના પર્વે ભક્તોની ભીડ, વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો

યાત્રાધામ દ્વારકામાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વના અવસરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી ભક્તો લાંબી કતારમાં દર્શન માટે ઊભા રહ્યા હતા.છપ્પન સિઢી સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી ધનુર્માસ પૂરું થતા ભક્તો શ્રીજીના ચરણોમાં આવી આશીર્વાદ પ્રાપ્ત કરતા આનંદિત હતા. કીર્તિ સ્તંભથી લઈને જોધાભા માણેક ચોક અને છપ્પન સિઢી સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.  મંદિર સુરક્ષા પોલીસ દ્વારા વ્યવસ્થા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને મંદિર સુરક્ષા પોલીસ દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી દર્શન માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા સુરક્ષા અને સમયસર પ્રવાહ સુનિશ્ચિત કરવા ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. તમામ યાત્રાધામોમાં ઉત્સવનો માહોલ આ પર્વના અવસરે ભક્તો રાજ્યભરમાં મંદિરોમાં શ્રદ્ધાભાવ સાથે દર્શન કરવા માટે ઉમટ્યા હતા,. દ્વારકાધીશ મંદીરમાં અને તમામ યાત્રાધામોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. આ પણ વાંચો----   Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

Read Full Story arrow_forward