android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Makar Sankranti 2026 : ઉત્તરાયણની મજા વચ્ચે માઠા સમાચાર, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ નોંધાયા
calendar_today January 14, 2026

Makar Sankranti 2026 : ઉત્તરાયણની મજા વચ્ચે માઠા સમાચાર, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ નોંધાયા

ઉત્તરાયણના પર્વે આકાશ પતંગોથી રંગાયું છે, પરંતુ તેની બીજી તરફ અકસ્માતો અને ઇમરજન્સી કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૫10 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ ૩2 ટકા જેટલા વધુ છે. પતંગની દોરીથી ગળા કપાવવા, ધાબા પરથી પડી જવું અને રસ્તા પર અકસ્માતના બનાવોને કારણે 108 ઇમરજન્સી સેવા પર કોલ્સનો ભરાવો થયો છે. તહેવારના ઉત્સાહ વચ્ચે વધતા જતા આ આંકડાઓએ તંત્ર અને નાગરિકો માટે ચિંતા જગાવી છે.અબોલ જીવો પર પતંગની ઘાત માનવ અકસ્માતોની સાથે અબોલ જીવો માટે પણ આજનો દિવસ આફત સમાન સાબિત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પ્રાણીઓ અને પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના સેંકડો કોલ્સ મળ્યા છે, જેમાં પક્ષીઓ ઘાયલ થવાના 102 કેસ અને પ્રાણીઓને ઈજા થવાના 408 જેટલા કોલ્સનો સમાવેશ થાય છે. પતંગના જીવલેણ માંજામાં ફસાઈને અનેક પક્ષીઓએ પાંખો ગુમાવી છે, જ્યારે રસ્તા પર દોરીને કારણે રખડતા પશુઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જીવદયા પ્રેમીઓ અને કરુણા અભિયાનની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Makar Sankranti 2026 : નારણપુરાના આકાશમાં અમિત શાહનો પેચ, કાર્યકરો સાથે પતંગબાજીની જમાવી મોજ

Read Full Story arrow_forward
Makar Sankranti 2026: સેલિબ્રિટીની ઉત્તરાયણ, ઉર્વશી રાદડિયા અને અરવિંદ વેગડાની મોજ
calendar_today January 14, 2026

Makar Sankranti 2026: સેલિબ્રિટીની ઉત્તરાયણ, ઉર્વશી રાદડિયા અને અરવિંદ વેગડાની મોજ

લોકગાયક ઉર્વશી રાદડિયાએ પતંગ ચગાવી 'એ કાઈપો છે'ના નાદ સાથે આભ ગજવ્યું હતું. સિંગર અરવિંદ વેગડાએ પરિવાર સાથે ગુજરાતી ગીતોના તાલે ધાબા પર ડાન્સ કરી અનોખું માહોલ ઉભો કરીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તો ગાયક દેવપગલી અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સુર અને હાસ્યની હેલી વચ્ચે પતંગબાજીની મજા માણી હતી.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા,  CM ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવ્યો
calendar_today January 14, 2026

Gujarat Latest News Live : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા, CM ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward