android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhiમાં વેપારીના નિવાસસ્થાને કરાયુ ફયરિંગ, નાણાંની લેતી-દેતી મામલે ઘટનાને અપાયો અંજામ
calendar_today January 13, 2026

Delhiમાં વેપારીના નિવાસસ્થાને કરાયુ ફયરિંગ, નાણાંની લેતી-દેતી મામલે ઘટનાને અપાયો અંજામ

રાત્રે 12 વાગ્યાની આસપાસ વેપારીના ઘરે ફાયરિંગ કરાયુ હતુ. આ ઘટના માટે લોરેન્સ બિશ્નોઇ ગેંગ પર આરોપ લગાવાયો છે. વેપારી પાસેથી ખંડણી મંગાઇ દિલ્હીના પશ્ચિમ વિહાર બાદ વિનોદ નગરમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે વેપારી પાસેથી ખંડણી માંગી હતી. પરંતુ વેપારીએ નાણાં આપવાની ના પાડતા લોરેન્સ બિશ્નોઇ ગેંગના ગેંગસ્ટરોએ ઘર પર ફાયરિંગ કરી ધાક જમાવવાના પ્રયત્ન કર્યા હતા. પોલીસને માહિતી મળતા તેઓએ કેસની તપાસ શરુ કરી છે. અને વેપારીને સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. દિલ્હી પોલીસ આ ગેંગસ્ટર પર કડક એક્શન લેશે. અભિયાન શરુ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસ એક્શન મોડમાં આનન-ફાનનના લોકોએ પોલીસને માહિતી આપી હતી. અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને કેસની તપાસ શરુ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટનામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ છે. પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. વેપારીને પુરતી સુરક્ષા આપવામાં આવી છે. ઘરની બહાર AK-47થી સજ્જ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. સાથે જ પોલીસની એક ટીમ ઘટના સ્થળની પાસે પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ બેડામાં પણ એલર્ટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીમાં બે વિવિધ સ્થળે લોરેન્સ બિશ્નોઇ ગેંગે ફાયરિંગ કરી હતી. પોલીસ બેડામાં પણ એલર્ટ જાહેર કરાયુ છે. પ્રથમ ઘટના પશ્ચિમ વિહાર વિસ્તારમાં ઘટી હતી. અને બીજી ઘટના વિનોદ નગર વિસ્તારમાં જોવા મળી હતી. વેપારીના ઘર પર ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો છે. આ પણ વાંચોઃ કેનેડાના બ્રૈમ્પટનમાં ફાયરિંગ, Lawrence Bishnoi ગેંગે લીધી હુમલાની જવાબદારી 

Read Full Story arrow_forward
Bhopal : રેલવેએ નિવૃત કર્મચારીઓને આપ્યા 'નકલી ચાંદી'ના સિક્કા, કેવી રીતે પકડાયું કૌભાંડ?
calendar_today January 13, 2026

Bhopal : રેલવેએ નિવૃત કર્મચારીઓને આપ્યા 'નકલી ચાંદી'ના સિક્કા, કેવી રીતે પકડાયું કૌભાંડ?

પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ઝોનમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિભાગમાંથી સેવાનિવૃત થનારા કર્મચારીઓને વિદાય સમારોહમાં આપવામાં આવતા ચાંદીના સિક્કા નકલી નીકળ્યા છે. શુદ્ધ ચાંદીની જગ્યા પર આ સિક્કામાં વધારે માત્રામાં તાંબું મળી આવ્યું છે. આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક રિટાયર્ડ કર્મચારીઓને પૈસાની જરૂર પડવા પર તેઓ આ સિક્કાને વેચવા માટે બજારમાં પહોંચ્યા.સિક્કામાં ચાંદી માત્ર 0.23 ટકા જ્યારે સોનીએ સિક્કાની તપાસ કરી તો સામે આવ્યું કે તેમાં ચાંદી માત્ર 0.23 ટકા છે, જ્યારે બાકીના ભાગમાં તાંબું છે. નિયમ મુજબ આ સિક્કામાં 99.9 ટકા ચાંદી હોવી જોઈએ. રિટાયર્ડ કર્મચારીએ કહ્યું કે અમને લાગ્યું કે આ વિભાગની યાદગાર છે પણ જ્યારે જાણવા મળ્યું કે આ તાંબુ છે તો અમને છેતરપિંડીનો અનુભવ થયો અને આ અમારૂ અપમાન છે. એક સિક્કાની કિંમત 2500 રૂપિયા રેલવેના વિજિલન્સની તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રેલવેએ ઈન્દોરની ફર્મ મેસસ ડાયમંડ બાઈબલ કંપનીને 3,640 સિક્કાનો ઓર્ડર આપ્યો હતો. ભોપાલના સામાન્ય ભંડારમાં કૂલ 3,631 સિક્કા આવ્યા હતા અને દરેક સિક્કાની કિંમત લગભગ 2,500 રૂપિયા આંકવામાં આવી રહી હતી. આ મુજબ કંપનીએ રેલવેને લગભગ 90 લાખ રૂપિયાથી વધારેનો ચૂનો લગાવ્યો છે. કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી આ મામલો સામે આવ્યા બાદ રેલવે તંત્રએ મોટા પગલા ભર્યા છે, રેલવેએ ઈન્દોરની દોષિત ફર્મ મેસર્સ ડાયમંડ બાયબલને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી દીધી છે. ભોપાલના બજરિયા સ્ટેશનમાં રેલવે વિજિલન્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. રેલવેને કેટલીક જાણકારી આપવા માટે કહ્યું છે, ત્યારબાદ દોષિત લોકોની ધરપકડ કરવામાં આવશે.  આ પણ વાંચો: SC On Stray Dogs: રખડતા શ્વાન કરડવાથી મોત થાય તો રાજ્ય સરકારે ચૂકવવુ પડશે વળતર, જાણો SCમાં શું થઇ દલીલો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  મોરબીમાં ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો, નવલખી પોર્ટમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વિરોધ પ્રદર્શન
calendar_today January 13, 2026

Gujarat Latest News Live : મોરબીમાં ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો, નવલખી પોર્ટમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વિરોધ પ્રદર્શન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward