android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tej Pratap Yadav News: ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાતા તેજ પ્રતાપ યાદવે સ્મિત સાથે આપ્યો જવાબ, ચર્ચાઓ થઇ શરુ
calendar_today January 13, 2026

Tej Pratap Yadav News: ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાતા તેજ પ્રતાપ યાદવે સ્મિત સાથે આપ્યો જવાબ, ચર્ચાઓ થઇ શરુ

મકરસંક્રાંતિના અવસર પર બિહારના રાજકારણમાં સૂચક બેઠક જોવા મળી હતી. તેજ પ્રતાપે બિહારના DyCM વિજય કુમાર સિંહાના નિવાસસ્થાને હાજરી આપી હતી. મકરસંક્રાંતિ પરંપરાનો ભાગઃ તેજ પ્રતાપ યાદવ દહીં-ચૂડા મિજબાનીમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા, તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, મકરસંક્રાંતિ મિજબાનીનું પોતાનું મહત્વ છે અને આ દિવસે કંઈક નવું થવાનું છે. તેમણે કહ્યું હતુ કે, હું મારી ફરજ નિભાવવા આવ્યો છું. મકરસંક્રાંતિનો તહેવાર પરંપરાનો ભાગ છે અને હું ફરતો રહું છું. તેજ પ્રતાપ યાદવે ભાજપમાં જોડાવાની અટકળોનો સીધો ઇનકાર કર્યો ન હતો. પરંતુ તેના બદલે, તેમણે સ્મિત સાથે પ્રશ્ન ટાળ્યો હતો. રાજકીય મતભેદો પાર કરવાનો પ્રયાસઃ તેજ પ્રતાપ યાદવ તેજ પ્રતાપ યાદવે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ પોતે મકરસંક્રાંતિના પ્રસંગે ચૂડા-દહીનો તહેવારનું આયોજન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આજે તેમના નાના ભાઈ તેજસ્વી યાદવને આ તહેવારમાં વ્યક્તિગત રીતે આમંત્રણ આપશે. તેજ પ્રતાપે કહ્યું હતુ કે, બધા મારા મકરસંક્રાંતિના તહેવારમાં આવશે. તેમના નિવેદનથી એ પણ સંકેત મળ્યો કે તેઓ રાજકીય મતભેદોને પાર કરીને બધાને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 'એક બિહારી બધાથી શ્રેષ્ઠ છે': તેજ પ્રતાપ યાદવ નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ તેજ પ્રતાપ યાદવની તહેવારમાં ભાગ લેવા અંગે કહ્યું હતુ કે, આવા કાર્યક્રમો પરસ્પર સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, જો આપણે સાથે આવીશું, તો આપણે બિહારને આગળ લઈ જઈશું. આપણે 'એક બિહારી બધાથી શ્રેષ્ઠ છે' ની ભાવના જાગૃત કરવી જોઈએ. વિજય સિંહાના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વધુ ગરમ થઈ ગઈ છે. મકરસંક્રાંતિ નિમિત્તે યોજાયેલી આ બેઠક આગામી દિવસોમાં બિહારના રાજકારણમાં કયા નવા વળાંક લાવશે તેના પર બધાની નજર છે. આ પણ વાંચોઃ  કેનેડાના બ્રૈમ્પટનમાં ફાયરિંગ, Lawrence Bishnoi ગેંગે લીધી હુમલાની જવાબદારી 

Read Full Story arrow_forward
Maharashtraમાં ચૂંટણીને પગલે બાર અને વાઇન શોપ્સના શટર પડ્યા, જાણો કેટલા ડે રહેશે ડ્રાઇ ડે ?
calendar_today January 13, 2026

Maharashtraમાં ચૂંટણીને પગલે બાર અને વાઇન શોપ્સના શટર પડ્યા, જાણો કેટલા ડે રહેશે ડ્રાઇ ડે ?

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ છે. રાજ્યની પ્રતિષ્ઠિત 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત આગામી 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી સતત ચાર દિવસ માટે 'ડ્રાય ડે' જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન નિર્ધારિત વિસ્તારોમાં દારૂના વેચાણ, વિતરણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ચૂંટણી પ્રક્રિયા અને ડ્રાય ડેનું આયોજન મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓ, જેમાં મુંબઈ (BMC), પુણે અને પિંપરી-ચિંચવડ જેવી મોટી કોર્પોરેશનોનો સમાવેશ થાય છે, ત્યાં ચૂંટણી પ્રચારનો શોરબકોર 13 જાન્યુઆરીએ શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના 48 કલાક પૂર્વે જ પ્રચાર પડઘમ શાંત થાય છે અને તેની સાથે જ ડ્રાય ડેની શરૂઆત થાય છે. 13 જાન્યુઆરી: સાંજથી પ્રચાર બંધ થતા જ દારૂબંધી લાગુ. 15 જાન્યુઆરી: મતદાનનો મુખ્ય દિવસ હોવાથી કડક અમલ. 16 જાન્યુઆરી: મતગણતરીનો દિવસ હોવાથી પરિણામો બાદ કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પ્રતિબંધ ચાલુ રહેશે. તંત્રની કડક કાર્યવાહીની ચેતવણી પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે 29 મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ વાઇન શોપ્સ, બાર, પરમિટ રૂમ અને રેસ્ટોરન્ટ્સ જ્યાં દારૂ પીરસવામાં આવે છે, તે તમામ ચાર દિવસ સુધી બંધ રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે. પોલીસ અને એક્સાઈઝ વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરશે જેથી ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવી શકાય. નિષ્પક્ષ ચૂંટણી માટે મહત્વનું પગલું ચૂંટણી દરમિયાન મતદારોને લલચાવવા માટે ઘણીવાર દારૂનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ ઉપરાંત, દારૂના નશામાં જૂથ અથડામણો કે કાયદો-વ્યવસ્થા બગડવાની સંભાવના રહેલી હોય છે. આ જોખમોને ટાળવા અને સામાન્ય નાગરિકો નિર્ભય બનીને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી પ્રશાસન દ્વારા આ ડ્રાય ડે લાદવામાં આવ્યો છે. અધિકારીઓએ જનતાને અપીલ કરી છે કે તેઓ લોકશાહીના આ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં સહકાર આપે. જો તમે આ ચાર દિવસો દરમિયાન મહારાષ્ટ્રના આ શહેરોની મુલાકાતે હોવ, તો આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.આ પણ વાંચોઃ ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાતા તેજ પ્રતાપ યાદવે સ્મિત સાથે આપ્યો જવાબ, ચર્ચાઓ થઇ શરુ

Read Full Story arrow_forward
SC On Stray Dogs: રખડતા શ્વાન કરડવાથી મોત થાય તો રાજ્ય સરકારે ચૂકવવુ પડશે વળતર, જાણો SCમાં શું થઇ દલીલો
calendar_today January 13, 2026

SC On Stray Dogs: રખડતા શ્વાન કરડવાથી મોત થાય તો રાજ્ય સરકારે ચૂકવવુ પડશે વળતર, જાણો SCમાં શું થઇ દલીલો

રખડતા શ્વાનના મુદ્દે આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારોએ શ્વાન કરડવાથી થતા મૃત્યુ અને ઇજાઓ માટે નોંધપાત્ર વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કૂતરા પ્રેમીઓ અને તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ જવાબદાર રહેશે, અને જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેમણે કૂતરાઓને તેમના ઘરો અથવા પરિસરમાં રાખવા જ જોઈએ. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે આ કેસની સુનાવણી કરી.રખડતા શ્વાનને લઇને શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી. દાતારએ જણાવ્યું હતું કે 7 નવેમ્બરનો આદેશ સંપૂર્ણપણે કાયદેસર હતો અને કાયદા દ્વારા સમર્થિત હતો. તેમણે જણાવ્યું હતું કે આ મામલે નિષ્ણાંત સમિતિ બનાવવાની કોઈ જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે નિયમો 60 થી વધુ કેન્દ્ર અને રાજ્ય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. દાતારએ વન્યજીવન વિસ્તારોમાં રખડતા કૂતરાઓ દ્વારા ઉભા થતા ખતરાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે 9 વર્ષના બાળકના મૃત્યુ માટે કોને જવાબદાર ઠેરવવામાં આવશે.આ મૃત્યુ માટે કોણ જવાબદાર છે? કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યોએ કૂતરા કરડવાથી થતા મૃત્યુ અને ઇજાઓ માટે નોંધપાત્ર વળતર ચૂકવવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કૂતરા કરડવાની દરેક ઘટના માટે જવાબદારી નક્કી કરવાનો સંકેત આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અધિકારીઓ કૂતરા કરડવાથી થતી ઇજાઓ અથવા મૃત્યુ માટે જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે શ્વાનને ખોરાક આપનારાઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું તમારી લાગણીઓ ફક્ત શ્વાન માટે છે, માણસો માટે નથી? સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું, "શું કોર્ટે આંખ આડા કાન કરવા જોઈએ? સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો આ મૃત્યુ માટે કોણ જવાબદાર છે?" સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનના મુદ્દે પર તીખી ટિપ્પણીઓ કરી હતી. શ્વાનના માલિકોને જવાબદાર ઠેરવવામાં આવશે.કોર્ટે પૂછ્યું હતું કે શું આ અદાલતે આંખ આડા કાન કરીને બધું થવા દેવું જોઈએ? એવું લાગે છે કે સહાનુભૂતિ ફક્ત શ્વાન માટે છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે શ્વાન કરડવાથી થતી દરેક ઇજા અથવા મૃત્યુ માટે સંબંધિત અધિકારીઓ અને કૂતરાના માલિકોને જવાબદાર ઠેરવવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે રખડતા કૂતરાઓને ફરવા અને ઉપદ્રવ કરવા માટે શા માટે મંજૂરી આપવી જોઈએ? જ્યારે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી સાંભળીશું ત્યારે અમે તેમને ગંભીર પ્રશ્નો પૂછીશું.  સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે શરૂઆતમાં તારીખ 15 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. જોકે, અરજદારોના વકીલોની વિનંતી પર સુનાવણી 20 જાન્યુઆરી માટે ફરીથી નક્કી કરવામાં આવી હતી. એક વકીલે રખડતા શ્વાનોને દત્તક લેવા તેમને AI દ્વારા ટ્રેક કરવા અને અન્ય ઘણા પગલાં લેવાની તરફેણમાં દલીલ કરી હતી. મેં માનવજાત માટે આવા ઉત્સાહી દલીલો ક્યારેય સાંભળી નથી.- જસ્ટિસ સંદીપ  જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું કે હું ઈચ્છું છું કે કોઈ અનાથ માટે પણ દલીલ કરી શકે. મને 2011 માં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ મેં માનવજાત માટે આવી ઉત્સાહી દલીલો ક્યારેય સાંભળી નથી.  જસ્ટિસ સંદીપ મહેતાએ પૂછ્યું, "જો કોઈ રખડતા શ્વાન પર કોઈ પર હુમલો કરે તો કોણ જવાબદાર હશે?" વકીલે જવાબ આપ્યો કે જવાબદારી સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપી શકાય છે. જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું કોઈના કબજામાં રખડતા શ્વાન ન હોવા જોઈએ. જો તમે પાલતુ પ્રાણી રાખવા માંગતા હો, તો લાઇસન્સ મેળવો. આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward