android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ખાખીની માનવતા રંગ લાવી, 9 વર્ષની માસૂમનું માતા સાથે કરાવ્યું મિલન
calendar_today January 13, 2026

Surat News: ખાખીની માનવતા રંગ લાવી, 9 વર્ષની માસૂમનું માતા સાથે કરાવ્યું મિલન

સુરતનો સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી અચાનક એક 9 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘર આંગણે રમતા-રમતા એકાએક ગુમ થઈ ગઈ. સાંજ ઢળવા આવી છતાં દીકરી ઘરે પરત ન ફરતા પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા. માતા-પિતાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ભારે હૈયે પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી બાળકીના અપહરણ કે કોઈ અનિચ્છનીય બનાવની આશંકા વચ્ચે સુરત પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. બાળકીને શોધવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજી અને માનવીય સંસાધનોનો પૂરજોશમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. સચિન જીઆઈડીસી જેવા ગીચ વિસ્તારમાં રસ્તો શોધવો મુશ્કેલ હતો, પરંતુ પોલીસે હાર ન માની. તપાસ દરમિયાન પોલીસે એક-બે નહીં, પરંતુ આખા વિસ્તારના 200 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા. કલાકોની જહેમત બાદ માસૂમને શોધી કઢાઇ કલાકોની જહેમત બાદ, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને બાળકીની દિશા જાણવા મળી અને આખરે પોલીસે માસૂમને હેમખેમ શોધી કાઢી. જ્યારે પોલીસ બાળકીને લઈને તેના ઘરે પહોંચી, ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. લાંબા સમયના વિયોગ અને ડર પછી પોતાની માતાને જોતા જ બાળકી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને દોડીને તેની માતાને વળગી ગઈ હતી. પરિવાર વહાલસોયી દીકરીને જોઇ બન્યો ભાવુક પોતાની વહાલસોયી દીકરીને સહીસલામત જોઈ માતાની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. પરિવારે સુરત પોલીસની આ ત્વરિત કામગીરી અને મહેનત બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે સતર્ક પોલીસ અને ટેકનોલોજીનો સાથ મળે ત્યારે ગમે તેટલી મોટી મુશ્કેલીનો અંત સુખદ લાવી શકાય છે. આ પણ વાંચોઃ Prantijમાં બલૂન ગેસનો બાટલો ફાટતા સર્જાયો ભયનો માહોલ, કોઇ જાનહાનિ નહીં

Read Full Story arrow_forward
Kheda: વસોની વેદ હોસ્પિટલની ગંભીર બેદરકારી, નર્સે ઈન્જેક્શન આપતા યુવકનો હાથ જોખમમાં
calendar_today January 13, 2026

Kheda: વસોની વેદ હોસ્પિટલની ગંભીર બેદરકારી, નર્સે ઈન્જેક્શન આપતા યુવકનો હાથ જોખમમાં

ખેડા જિલ્લાના વસો ગામમાં આવેલી વેદ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીને કારણે એક નિર્દોષ યુવકનો જીવ અને કારકિર્દી જોખમમાં મુકાઈ હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે આપેલા એક ઈન્જેક્શનને કારણે યુવકના આખા હાથમાં ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે.ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે ઈન્જેક્શન આપ્યુંમળતી માહિતી મુજબ, માતર તાલુકાના વસો ગામનો એક યુવક કમરના દુખાવાની સારવાર માટે વેદ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે સમયે હોસ્પિટલમાં કોઈ જવાબદાર ડોક્ટર હાજર નહોતા. ડોક્ટરની ગેરહાજરીમાં ત્યાં હાજર નર્સે યુવકને જમણા હાથે ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શન આપ્યાના ટૂંકા સમયમાં જ યુવકને અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને જોતજોતામાં આખા હાથ પર ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. હાલ સ્થિતિ એવી છે કે યુવક પોતાનો જમણો હાથ સીધો પણ કરી શકતો નથી.ઓપરેશનનો ખર્ચ દર્દીએ ભોગવવો પડશેજ્યારે પીડિત યુવક અને તેનો પરિવાર આ ફરિયાદ લઈને પરત વેદ હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. હોસ્પિટલ દ્વારા યુવકને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ સાથે એવી શરત પણ મૂકી કે ઓપરેશનનો તમામ ખર્ચ દર્દીએ પોતે જ ભોગવવો પડશે. પોતાની ભૂલ હોવા છતાં ખર્ચની માંગણી કરતા દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ, મારવાડી યુનિવર્સિટી ખાતે એરપોર્ટ ઓથોરિટીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

Read Full Story arrow_forward
Surat માં પુત્ર બન્યો કસાઈ, વેડ રોડ વિસ્તારમાં જનેતાને મોતને ઘાટ ઉતારી
calendar_today January 13, 2026

Surat માં પુત્ર બન્યો કસાઈ, વેડ રોડ વિસ્તારમાં જનેતાને મોતને ઘાટ ઉતારી

સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પુત્રએ જ પોતાની માતાની કરપીણ હત્યા કરી નાખી છે. પ્રાથમિક વિગતો મુજબ, વેડ રોડ પર આવેલી એક સોસાયટીમાં પુત્રએ અચાનક ઉશ્કેરાઈ જઈને પોતાની માતા પર ચપ્પા વડે હિંસક હુમલો કર્યો હતો. માતાના શરીર પર ચપ્પાના અસંખ્ય ઘા ઝીંકાયા હોવાથી તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.વેડ રોડમાં રક્તરંજિત ખેલ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે હત્યા કરનાર પુત્ર છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. તેની સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ અચાનક કયા સંજોગોમાં તેણે આટલું મોટું પગલું ભર્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી છે અને એફએસએલ (FSL) ની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. આ પણ વાંચો : Surendranagar News : પિતાની મિલકત પચાવી પાડી, સાવકી માતા સામે દીકરીનો મોરચો, SPને કરી રજૂઆત

Read Full Story arrow_forward