android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha: પ્રાંતિજ બાદ હવે વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ બ્લાસ્ટ, કારમાં લાગી આગ
calendar_today January 13, 2026

Sabarkantha: પ્રાંતિજ બાદ હવે વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ બ્લાસ્ટ, કારમાં લાગી આગ

સાબરકાંઠા જિલ્લામાં ગેસ બોટલ ફાટવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડાલીના ધરોઈ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ફુગ્ગામાં ભરવાના ગેસની બોટલ પ્રચંડ ધડાકા સાથે ફાટતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઉત્તરાયણની ખરીદી કરી રહેલા લોકોમાં આ ઘટનાને પગલે ભારે ફાળ પડી હતી.વીજતારને ફુગ્ગા અડતા થયો બ્લાસ્ટપ્રાપ્ત માહિતી અનુસાર, ધરોઈ ચોકડી પાસે ફુગ્ગામાં ગેસ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ગેસની બોટલ ભડાકા સાથે તૂટી પડી હતી. આ દરમિયાન ગેસ ભરેલા ફુગ્ગા હવામાં ઉડ્યા હતા અને ઉપરથી પસાર થતા હાઈવોલ્ટેજ વીજતારને અડતા આકાશમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં પાર્ક કરેલી એક કારમાં તત્કાલ આગ લાગી ગઈ હતી.પેટ્રોલ પંપના કર્મચારીની સમયસૂચકતાબ્લાસ્ટને કારણે કારમાં આગ લાગતા અંદર બેઠેલા કારચાલકનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, પેટ્રોલ પંપના કર્મચારીએ ભારે હિંમત અને સમયસૂચકતા દાખવી હતી. તેમણે તાત્કાલિક ફાયર એક્સ્ટિંગ્યુસર (અગ્નિશામક બાટલા) નો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આવા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા તત્વો સામે કેવા કડક પગલાં ભરે છે.આ પણ વાંચો: વસોની વેદ હોસ્પિટલની ગંભીર બેદરકારી, નર્સે ઈન્જેક્શન આપતા યુવકનો હાથ જોખમમાં

Read Full Story arrow_forward
Morbi: વાંકાનેરમાં શ્રમિકોએ પગાર નહીં થતાં કારખાનામાં તોડફોડ કરી, માલિકે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી
calendar_today January 13, 2026

Morbi: વાંકાનેરમાં શ્રમિકોએ પગાર નહીં થતાં કારખાનામાં તોડફોડ કરી, માલિકે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી

મોરબીના વાંકાનેરમાં સિરામિકના કારખાનામાં કામ કરતા શ્રમિકોએ તોડફોડ કરી હતી. કારખાનામાં શ્રમિકો અને કોન્ટ્રાક્ટર તોડફોડ કરીને સામાન લઈ ગયા હતાં. જેના કારણે કારખાનામાં અંદાજે 75 લાખનું નુકસાન થયુ હોવાનો અંદાજનો આક્ષેપ કરાયો છે. પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી મોરબીના વાંકાનેર નજીક કૃશો સિરામિકમાં કામ કરતા શ્રમિકો અને કોન્ટ્રાક્ટર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. કારખાનામાં કામ કરતા શ્રમિકોએ તોડફોડ કરીને સામાન ભરી લીધો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં. કારખાનામાં કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા આ બનાવ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનામાં ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, આનંદ કૈલા અને આઠ અજાણ્યા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કારખાનાના માલિકે પોલીસમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચોઃ Rajkot News: જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા

Read Full Story arrow_forward
Rajkot News: જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા
calendar_today January 13, 2026

Rajkot News: જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટ જિલ્લાના જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદી અચાનક બે કાંઠે વહેવા લાગી હતી. આખી નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. જાણે શિયાળાની ઋતુમાં કેરાળીમાં કાશ્મીર જેવો બરફ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ આવા પ્રદૂષિત પાણીથી છૂટકારો મેળવવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ પાસે માગ કરી છે.  નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં જેતપુરમાં સાડી ઉદ્યોગ માટે ખૂબજ પ્રચલિત છે આ ઉપરાંત પ્રદૂષણ માટે પણ એટલો જ કુખ્યાત છે. વરસાદની સિઝનમાં જેતપુરના કેટલાય ગેરકાયદે સાડી ઉદ્યોગોનું પાણી નદીમાં છોડી દેવામાં આવતુ હોય છે. પરંતુ હાલમાં શિયાળો બરાબર જામ્યો છે અને ક્યાંય માવઠુ પણ થયું નથી. તે છતાંય કેરાળી ગામની ભાદર નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. નદીમાં પ્રદૂષણ ફેલાવા અંગે ખેડૂતો અને માલધારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, જેતપુરમાં ચાલી રહેતા સાડીઓના ગેરકાયદે યુનિટો દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે. ગેરકાયદે એકમોનું પાણી વોકળામાં છોડી દેવાય છે રબારિકા ગામમાં સાડીઓના ગેરકાયદે એકમોનું પાણી વોકળામાં છોડી દેવાય છે. જે પાણી વોકળા મારફતે ભાદર નદીમાં ભળે છે. જે વરસાદી પાણીને પ્રદૂષિત કરી નાંખે છે. રબારિકા ગામના સાડી યુનિટો દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડાયું હશે જેના કારણે કેરાળી ગામની ભાદર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. પ્રદૂષિત પાણીના પ્રવાહને કારણે આખી નદીમાં ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આ અંગે નદી કાંઠાના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે, આવા કેમિકલ યુક્ત પાણીથી ફરજીયાત અમારે ખેતી કરવી પડે છે. આ પાણી તળમાં લાગી ગયું હોવાથી અમારા બોર, કૂવામાં પણ આવા જ પ્રદુષિત પાણીગ્રસ્ત થઈ ગયા છે. પ્રદૂષણ અંગે અનેકવાર રજુઆત કરીએ છીએ પરંતુ અમારું કોઈ સાંભળતા જ નથી. આ પણ વાંચોઃ Prantijમાં બલૂન ગેસનો બાટલો ફાટતા સર્જાયો ભયનો માહોલ, કોઇ જાનહાનિ નહીં

Read Full Story arrow_forward