android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News:  એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા શરૂ કર્યા
calendar_today January 13, 2026

Surat News: એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા શરૂ કર્યા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટ લેટ થતાં મુસાફરો અટવાયા હતાં. ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા હતાં. સુરત આવી રહેલી ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. દિલ્હીથી સુરત આવતી આ ફ્લાઈટ દુબઈ રવાના થવાની હતી. ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરાતા મુસાફરો અટવાયા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હીથી આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દુબઈ રવાના થવાની હતી. પરંતુ આ ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતાં. મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા હતાં. ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવતા બે કલાકથી મુસાફરો અટવાયા હતાં. આ ફ્લાઈટને મુંબઈ કેમ ડાયવર્ટ કરવામાં આવી તેનું કારણ પણ જણાવાયું નથી. આ પણ વાંચોઃ Jamnagar: એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, વાયરિંગ બળીને ખાખ

Read Full Story arrow_forward
Morbi:  નવલખી પોર્ટની અસુવિધાઓ સામે ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ, પીપળીયા ચાર રસ્તા પર ચક્કાજામ
calendar_today January 13, 2026

Morbi: નવલખી પોર્ટની અસુવિધાઓ સામે ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ, પીપળીયા ચાર રસ્તા પર ચક્કાજામ

મોરબીના નવલખી પોર્ટ પર લાંબા સમયથી ચાલી રહેલી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાને લઈ આજે ટ્રક ટ્રાન્સપોર્ટરોએ આક્રમક વલણ અપનાવ્યું છે. પોતાની પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા આશરે 900 જેટલા ટ્રક ટ્રાન્સપોર્ટરોએ પીપળીયા ચાર રસ્તા પાસે હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.પીવાનું પાણી અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓનો અભાવટ્રાન્સપોર્ટરોનો મુખ્ય આક્ષેપ છે કે નવલખી પોર્ટ પર કામ કરતા ડ્રાઈવરો અને સ્ટાફ માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત, ત્યાં કેન્ટીન અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે ટ્રાન્સપોર્ટરો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા હતા.હાઈવે પર ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાનટ્રાન્સપોર્ટરો દ્વારા પીપળીયા ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવતા મોરબી-કંડલા અને જામનગર તરફ જતો વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.તંત્રને રજૂઆત અને ન્યાયની માંગઆ મામલે ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે, તેઓએ અગાઉ મોરબી કલેક્ટર અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ (GMB) સહિતની વિવિધ કચેરીઓમાં લેખિત રજૂઆતો કરી છે. તેમ છતાં પોર્ટના વહીવટકર્તાઓ દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પોર્ટ પર માનવીય જરૂરિયાતો મુજબની સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.આ પણ વાંચો: આજવા રોડ પર જૈન દેરાસર પાસે કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, બે વ્યક્તિઓ દટાયા

Read Full Story arrow_forward
Vav Tharad: તંત્રની નિષ્ક્રિયતા સામે જનતાનો હુંકાર,અનાજ કૌભાંડ મામલે ગેનીબેન ઠાકોર મેદાને!
calendar_today January 13, 2026

Vav Tharad: તંત્રની નિષ્ક્રિયતા સામે જનતાનો હુંકાર,અનાજ કૌભાંડ મામલે ગેનીબેન ઠાકોર મેદાને!

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જડીયાળી ગામે બે દિવસ અગાઉ સરકારી અનાજનો મોટો જથ્થો શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી સંતોષકારક કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલેક્ટર કચેરીએ ધારદાર રજૂઆત આજે જડીયાળી ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈને વાવ-થરાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા ગરીબ જનતાને મળવાપાત્ર અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું છે. બે દિવસ વીતી ગયા હોવા છતાં જવાબદારો વિરુદ્ધ કડક પગલાં કેમ લેવામાં આવ્યા નથી, તેવા પ્રશ્નો સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધારદાર રજૂઆત કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન  આ લડતમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ઝંપલાવ્યું છે. તેમણે ગ્રામજનોની માંગને વાચા આપતા જણાવ્યું કે, ભ્રષ્ટાચાર આચરનારા તત્વો સામે કડક તપાસ થવી જોઈએ. તેમણે તંત્રને ચીમકી આપી છે કે જો સસ્તા અનાજના દુકાનદાર વિરુદ્ધ ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ આંદોલન વધુ તેજ બનશે. મુખ્ય માંગણીઓઝડપાયેલા અનાજના જથ્થાની નિષ્પક્ષ તપાસ થાય. ભ્રષ્ટ સંચાલકનું લાયસન્સ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગરીબ પરિવારોને તેમનો પૂરેપૂરો હક મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. હાલમાં તો આ મામલે ગ્રામજનો અને રાજકીય આગેવાનોના આક્રમક વલણને જોતા વહીવટી તંત્ર પર દબાણ વધ્યું છે. હવે જોવાનું એ રહે છે કે કલેક્ટર દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે. આ પણ વાંચોઃ  એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા શરૂ કર્યા

Read Full Story arrow_forward