Nadiadમાં સ્પીડની મજા બની મોતની સજા: બેફામ દોડતા સ્પોર્ટ્સ બાઈકે 7 વર્ષની માસૂમ બાળકીને કચડી
નડિયાદના ફતેપુરા રોડ પર કેનાલ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક સ્પોર્ટ્સ બાઈક સવારે રોડની સાઈડમાં રમી રહેલી 7 વર્ષની બાળકીને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ફતેપુરા કેનાલ પાસે એક સાત વર્ષની બાળકી રસ્તાની સાઈડમાં રમી રહી હતી.સ્થાનીક લોકોએ બાઈકચાલકને પોલીસને સોંપ્યોઆ દરમિયાન એક યુવક પોતાની સ્પોર્ટ્સ બાઈક લઈને અત્યંત ફૂલ સ્પીડે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ગતિ વધુ હોવાને કારણે ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સીધું બાળકી સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી દૂર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભાગવાનો પ્રયાસ કરતા બાઈક ચાલકને પકડી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપ્યો હતો. ટાઉન પોલીસે બાઈકચાલકની ધરપકડ કરીગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. નડિયાદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જનાર બાઈક ચાલક યુવકની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતા જતા સ્પોર્ટ્સ બાઈકના ક્રેઝ અને રહેણાંક વિસ્તારોમાં બેફામ સ્પીડ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward