android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: આઝાદ ચોક પાસે લાયસન્સ વગરના ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડા જપ્ત
calendar_today January 11, 2026

Junagadh: આઝાદ ચોક પાસે લાયસન્સ વગરના ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડા જપ્ત

ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને વેચાણ માટે સરકાર દ્વારા કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારોમાં લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ મોટી જાનહાનિ નોતરી શકે છે. આ ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ શહેરના હાર્દ સમાન આઝાદ ચોક વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે.પોલીસની ખાસ ઝુંબેશ અને બાતમીજૂનાગઢ રેન્જના આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર સ્ફોટક પદાર્થોના વેચાણ અને સંગ્રહ પર કડક વોચ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ SOG ના પી.આઈ. (PI) આર.કે. પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ASI વિક્રમભાઇ ચાવડા અને કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલને ચોક્કસ બાતમી મળી હતી કે આઝાદ ચોક પાસે પરવાના વગર ફટાકડાનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.'જલારામ સીઝનલ સ્ટોર' પર રેડબાતમીના આધારે પોલીસે આઝાદ ચોક પાસે આવેલી 'જલારામ સીઝનલ સ્ટોર' નામની દુકાન અને તેના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી ફટાકડાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વેપારી નયન રસીકભાઈ ભાયાણી પાસે ફટાકડાના વેચાણ કે સંગ્રહ માટેનું લાયસન્સ માંગવામાં આવ્યું, ત્યારે તેમની પાસે કોઈ કાયદેસરનો પરવાનો મળી આવ્યો નહોતો.મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહીપોલીસે ગોડાઉનમાંથી અલગ-અલગ પ્રકારના ફટાકડાનો કુલ ₹32,63,000 (32.63 લાખ) ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રહેણાંક વિસ્તારમાં કોઈ પણ જાતની સુરક્ષા વ્યવસ્થા કે પરવાના વગર આટલો મોટો જથ્થો રાખવો એ ગંભીર ગુનો હોવાથી પોલીસે વેપારી સામે સ્ફોટક પદાર્થોના કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: ધાણધા પાસે SOGનો સપાટો, 1.98 લાખના ગાંજા સાથે પાલીયાબીયાનો શખ્સ ઝડપાયો, બે ફરાર

Read Full Story arrow_forward
Helicopter Emergency Landing In Jaipur: જયપુરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ભોપાલ જતી વખતે સર્જાઈ ટેકનિકલ ખામી
calendar_today January 11, 2026

Helicopter Emergency Landing In Jaipur: જયપુરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ભોપાલ જતી વખતે સર્જાઈ ટેકનિકલ ખામી

હવામાન સાફ થયા પછી, હેલિકોપ્ટર હેલિપેડથી ભોપાલ માટે રવાના થયું હતુ. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા આવી હતી. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ ટેકઓફ કર્યા પછી તરત જ જયપુરના ગ્રામીણ વિસ્તારમાં ટેકનિકલ સમસ્યાને કારણે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. હેલિકોપ્ટર જયપુરથી ભોપાલ જઈ રહ્યું હતું. રાયસર વિસ્તારના વામનવતી ગામ પાસે ઇમરજન્સી લેન્ડિંગ થયું. સદનસીબે, કોઈને ઈજા થઈ નથી. પાયલટ અને કો-પાયલટ સુરક્ષિત છે. હેલિકોપ્ટરના અચાનક લેન્ડિંગથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાં જ પોલીસ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અગાઉ પણ બની ચુકી છે આવી ઘટના ગયા વર્ષે ડિસેમ્બરમાં, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માના હેલિકોપ્ટરનું પણ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી જયપુરથી પૂંછરીના લૌથા જઈ રહ્યા હતા. તેઓ ત્યાં એક મંદિરમાં દર્શન કરવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર લેન્ડિંગ થઈ શક્યું નહીં. ત્યારબાદ હેલિકોપ્ટરને આગ્રા એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી ભજન લાલ શર્મા તેમની પત્ની ગીતા શર્મા અને પુત્ર અભિષેક શર્મા સાથે હતા. આ પણ વાંચોઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઝૂંપડું બાંધવા બદલ મૃત્યુદંડ, હિન્દુ ખેડૂતની કરાઇ હત્યા 

Read Full Story arrow_forward
Russia Ukraine War Update: વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પીએમ મોદી લાવી શકે છે શાંતિ, યુક્રેનિયન રાજદૂતે વ્યક્ત કર્યો વિશ્વાસ
calendar_today January 11, 2026

Russia Ukraine War Update: વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પીએમ મોદી લાવી શકે છે શાંતિ, યુક્રેનિયન રાજદૂતે વ્યક્ત કર્યો વિશ્વાસ

યુક્રેનિયન રાજદૂતની પત્ની કેટેરીનાએ કહ્યું કે, એકવાર આપણે યુદ્ધ જીતીશું. તો આપણા દેશને ફરીથી બનાવવા માટે ભારતની નોંધપાત્ર મદદની જરૂર પડશે. યુક્રેનિયનના રાજદૂતની પ્રતિક્રિયા યુક્રેનિયન રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે પીએમ મોદીની વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પીએમ મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિ સ્થાપિત કરવામાં સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલી રહ્યા હતા. યુક્રેનિયન રાજદૂતના જણાવ્યા અનુસાર, ભારત માત્ર એક મોટી આર્થિક અને રાજદ્વારી શક્તિ તરીકે ઉભરી આવ્યું નથી, પરંતુ વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે સંતુલિત અને જવાબદાર અભિગમ અપનાવીને વિશ્વનો વિશ્વાસ પણ મેળવી રહ્યું છે. ભારત અને યુક્રેન સાથે મળીને કરશે કામ: યુક્રેનિયન રાજદૂત વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં, યુક્રેનિયન રાજદૂતે વ્યવસાય અને રોકાણ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, ભૂતકાળમાં અમારા વ્યાપારિક પ્રોજેક્ટ્સ અને સહયોગ ખૂબ જ સફળ રહ્યા છે. જેમ મેં કોન્ફરન્સ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો. યુદ્ધ પહેલા, તે આશરે 4 બિલિયન યુએસડીનું મૂલ્ય ધરાવતું હતું. અમે આ વર્ષે ભારતમાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું સ્વાગત કરવાની આશા રાખીએ છીએ અને આંતર-સરકારી કમિશનમાં, જ્યાં આપણે ભારત અને યુક્રેન બંનેમાં સાથે મળીને કરી શકીએ તેવા પ્રોજેક્ટ્સ પર વધુ વિગતવાર ચર્ચા કરી શકીએ છીએ. ભારત-યુક્રેનના આર્થિક સંબંધો પર ચર્ચા ભારતમાં યુક્રેનિયન રાજદૂતની પત્ની કેટેરીના બિએલાએ પણ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે ભારત-યુક્રેન આર્થિક સંબંધો પર પોતાના વિચારો શેર કર્યા હતા. કેટેરીનાએ કહ્યું, આ કાર્યક્રમ યુક્રેન જેવા ભાગીદાર દેશોને ભારતીય કંપનીઓ સાથે સંબંધો બનાવવાની તક આપે છે. જ્યારે આપણે યુદ્ધ જીતીશું. ત્યારે આપણને આપણા દેશને ફરીથી બનાવવા માટે ભારત તરફથી ઘણી મદદની જરૂર પડશે. આ પણ વાંચોઃ Helicopter Emergency Landing In Jaipur: જયપુરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ભોપાલ જતી વખતે સર્જાઈ ટેકનિકલ ખામી 

Read Full Story arrow_forward