android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnath 'સ્વાભિમાન પર્વ'ની અવધિ લંબાવાઈ: હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે ઉત્સવ
calendar_today January 11, 2026

Somnath 'સ્વાભિમાન પર્વ'ની અવધિ લંબાવાઈ: હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે ઉત્સવ

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ને લઈને શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહેલા અભૂતપૂર્વ ઉત્સાહ અને ભક્તિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ મહોત્સવ હવે આગામી 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.ભક્તિ અને લોકલાગણીનો આદર મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સોમનાથ ખાતે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની વિશાળ મેદની અને પર્વના વિવિધ આકર્ષણો પ્રત્યેના આકર્ષણને જોતા આ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ લોકોમાં આ પર્વને નિહાળવા માટે અનેરો ધસારો જોવા મળી રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકો આ ઐતિહાસિક પર્વનો લ્હાવો લઈ શકે તેવો સરકારનો ઉદ્દેશ્ય છે. સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ લંબાવવામાં આવેલા સમયગાળા દરમિયાન પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી ચાલુ રહેશે. જેમાં; કલાકારોની પ્રસ્તુતિ: રાજ્યના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોકસાહિત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક વણઝાર: ગુજરાતની સમૃદ્ધ વિરાસતને પ્રદર્શિત કરતા અનેકવિધ પરંપરાગત કાર્યક્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આમ, હવે સોમનાથ આવતા યાત્રાળુઓ 15 જાન્યુઆરી સુધી આ પવિત્ર અને ગૌરવશાળી 'સ્વાભિમાન પર્વ'ના સાક્ષી બની શકશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kutch News: પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત લાખોનો મુદ્દામાલ ઝડપ્યો
calendar_today January 11, 2026

Kutch News: પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત લાખોનો મુદ્દામાલ ઝડપ્યો

પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ હેઠળની અંજાર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી સફળતા મેળવવામાં આવી છે. પોલીસ દ્વારા અંજાર ટાઉન વિસ્તારમાં આવેલા મોમાઈનગર અને નવા નગર વિસ્તારમાં બે અલગ-અલગ સફળ રેડ કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક લક્ઝરી કાર સહિત કુલ રૂપિયા 685150નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પ્રથમ કેસ : મોમાઈનગર વિસ્તાર પોલીસે અંજારના મોમાઈનગર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય આરોપી થારૂભા લખુભા ગઢવીના કબ્જામાંથી વિદેશી દારૂની 12 નંગ મોટી બોટલો જેની કિંમત 14400 અને 180 મીલીની 94 નંગ નાની બોટલો જેની કિંમત 27550 રૂપિયા મળી કુલ રૂપિયા 41950નો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. બીજો કેસ: નવા નગર વિસ્તાર અને કાર જપ્ત બીજી કાર્યવાહીમાં પોલીસે નવા નગર વિસ્તારમાંથી વિદેશી દારૂની 19 બોટલો (કિંમત રૂપિયા 20200) અને 180 મીલીની 88 બોટલો (કિંમત રૂપિયા 23000) કબ્જે કરી હતી. આ સાથે જ ગુનામાં વપરાયેલી સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજિ. નં. GJ 12 EE 2856), જેની કિંમત રૂપિયા 600000 આંકવામાં આવી છે, તેને પણ પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી છે. અંજાર પોલીસે આ બંને કેસમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Kutch News: કંડલા હાઈવે પર ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

Read Full Story arrow_forward
Ahmedabad: ચાઈનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર, ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ
calendar_today January 11, 2026

Ahmedabad: ચાઈનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર, ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ

ઉત્તરાયણના તહેવાર પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. અમદાવાદ ગ્રામ્ય SOG એ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા, કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરીના ઉત્પાદન સાથે સંકળાયેલા ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ કરી છે.દાદરા નગર હવેલીમાં પડી હતી રેડથોડા સમય પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા દાદરા નગર હવેલીમાં આવેલી 'વંદના ફેક્ટરી' પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફેક્ટરીમાં મોટા પાયે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી (નાયલોન માંજા) બનાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસની આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 2.33 કરોડ રૂપિયાની કિંમતનો ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વાપીનો વિરેન પટેલ હતો ફરારપોલીસના આ દરોડા બાદ ફેક્ટરીનો માલિક અને મુખ્ય આરોપી વિરેન પટેલ, જે વાપીનો રહેવાસી છે, તે પોલીસની પકડથી બચવા માટે ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધવા માટે સતત તપાસ ચલાવી રહી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અંતે વિરેન પટેલને દબોચી લીધો છે.પોલીસ તપાસ અને આગામી કાર્યવાહીવિરેન પટેલની ધરપકડ બાદ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ફેક્ટરીમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ગુજરાતના કયા કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતો હતો?  આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે? વિરેન પટેલ કેટલા સમયથી આ ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયેલો હતો?આ પણ વાંચો: 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કરોડોની રોકડ જપ્ત

Read Full Story arrow_forward