android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News: બગદાણા કેસમાં ન્યાય નહીં મળે તો કોળી સમાજના એક લાખ લોકો સંમેલન યોજશે
calendar_today January 11, 2026

Botad News: બગદાણા કેસમાં ન્યાય નહીં મળે તો કોળી સમાજના એક લાખ લોકો સંમેલન યોજશે

બોટાદના તરઘરા ગામે તાજેતરમાં કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ માત્ર શૈક્ષણિક પ્રોત્સાહન પૂરતો સીમિત ન રહેતા, સામાજિક ન્યાય માટેના એક મોટા પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયો હતો. બગદાણાની ઘટનાના પીડિત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે આ મંચ પરથી એક મોટી જાહેરાત કરવામાં આવી જો ન્યાય નહિ મળે તો આવતા દિવસોમાં એક લાખ કોળી સમાજનું સંમેલન યોજાશે કોળી સમાજના લોકોનું વિશાળ સંમેલન યોજાશે બગદાણામાં નવનીતભાઈ બાલધિયા સાથે બનેલી ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોનું માનવું છે કે હજુ સુધી આ બાબતે યોગ્ય ન્યાય મળ્યો નથી. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હવે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું સામાજિક સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડે વિદ્યાર્થી સન્માન સમારોહ દરમિયાન જાહેરાત કરી હતી કે જો આગામી દિવસોમાં નવનીતભાઈ બાલધિયાને ન્યાય નહીં મળે તો બોટાદના તરઘરા ગામે એક લાખ કોળી સમાજના લોકોનું વિશાળ સંમેલન યોજાશે. તરઘરા ગામ ન્યાય આંદોલનનું કેન્દ્ર બની શકે છે આ સંમેલન ગુજરાતમાં કોળી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સંમેલન હશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયની માંગ કરવાનો રહેશે.આ કાર્યક્રમમાં કોળી સમાજના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે ઉમેશભાઈ મકવાણા, ઋત્વિકભાઈ મકવાણા, પુજાભાઈ વંશ તથા સમાજના અન્ય વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બોટાદના આ કાર્યક્રમથી સ્પષ્ટ સંકેત મળે છે કે કોળી સમાજ હવે પોતાના હક અને ન્યાય માટે સંગઠિત થઈ રહ્યો છે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તરઘરા ગામ ન્યાય આંદોલનનું કેન્દ્ર બની શકે છે. આ પણ વાંચોઃ Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો

Read Full Story arrow_forward
Vadodara News: પોલીસે એક જ મહિનામાં 138 ભારદારી વાહનો ડિટેઇન
calendar_today January 11, 2026

Vadodara News: પોલીસે એક જ મહિનામાં 138 ભારદારી વાહનો ડિટેઇન

વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને માર્ગ અકસ્માતો પર અંકુશ મેળવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 32 ભારદારી વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.એક મહિનામાં 138 વાહનો સામે કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા એક મહિના દરમિયાન કુલ 138 જેટલા ભારદારી વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને ડિટેઇન કરવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા, ઓવરલોડિંગ અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ચાલકોને આપવામાં આવી સમજૂતી માત્ર દંડ કે કાર્યવાહી નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે હેતુથી પોલીસ દ્વારા ભારદારી વાહન ચાલકો માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ ચાલકોને ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષાના પાલન અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે પોલીસની આ ઝુંબેશ સતત ચાલુ રહેશે તેવા સંકેત આપવામાં આવ્યા છે. આ પણ વાંચો - Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, બે આરોપીઓ ઝડપાયા

Read Full Story arrow_forward
Godhraના હાલોલમાં ફૂટપાથ પરથી 5 મહિનાના બાળકનું અપહરણ: પોલીસે સતર્કતા દાખવી બાળકને ઉગાર્યું
calendar_today January 11, 2026

Godhraના હાલોલમાં ફૂટપાથ પરથી 5 મહિનાના બાળકનું અપહરણ: પોલીસે સતર્કતા દાખવી બાળકને ઉગાર્યું

પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પરથી એક માસૂમ બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના બની હતી. જોકે, હાલોલ પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ બાળકને હેમખેમ છોડાવી આરોપી દંપતીની ધરપકડ કરી લીધી છે. હાલોલ-પાવાગઢ રોડ પર ફૂટપાથ પર રહીને ગુજરાન ચલાવતો એક ગરીબ પરિવાર રાત્રિના સમયે સૂતો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સો તેમના પાંચ મહિનાના માસૂમ બાળકને ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાસવારે જાગતા જ બાળક ગુમ જણાતા પરિવારે ભારે આક્રંદ મચાવ્યું હતું અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને હાલોલ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા મહત્વની કડીઓ મળી હતી. તપાસ દરમિયાન પોલીસને હાલોલ નજીક પનોરમા ચોકડી પાસેથી એક દંપતી મળી આવ્યું હતું, જેની પાસેથી અપહરણ કરાયેલું બાળક મળી આવ્યું હતું. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીપ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દંપતી નિઃસંતાન હતું. સંતાન સુખની ઘેલછામાં તેમણે ફૂટપાથ પર સૂતેલા પરિવારના બાળકનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસે આ દંપતીની ધરપકડ કરી લીધી છે અને બાળકને તેના માતા-પિતાને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward