android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલના પ્રથમ બે દિવસે જનમેદની ઉમટી
calendar_today January 11, 2026

Surat News : સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલના પ્રથમ બે દિવસે જનમેદની ઉમટી

ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬'માં પ્રથમ દિવસ તા.૯મી જાન્યુઆરી શુક્રવારે અંદાજિત ૬૫ હજારથી વધુ અને બીજા દિવસે, તા.૧૦મી જાન્યુઆરી શનિવારના રોજ ફૂલગુલાબી ઠંડીમાં અંદાજિત ૧.૫૦ લાખથી વધુ સહેલાણીઓ બીચની મોજ માણવા ઉમટ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા સુરતીઓનો મિજાજ જ કંઈક અલગ છે એમ જણાવતા ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સુરતીઓ સુવાલી દરીયાકિનારે ફૂલગુલાબી ઠંડીમાં પરિવાર સાથે ફેસ્ટિવલની મજા માણવા લાખ્ખોની સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. આજે જ્યારે આપણી લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના સંગીતના તાલે આપ સૌને ઝૂમતા જોયા છે. બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુવાલીને પ્રવાસન નકશા પર એક નવી ઓળખ મળી છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ભીડના વ્યવસ્થાપન અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Surendranagar News : ચોટીલા તાલુકામાં જુદા જુદા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની નિમણૂંક કરાશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 108 અશ્વ સાથે PM મોદી શૌર્ય યાત્રામાં જોડાશે
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 108 અશ્વ સાથે PM મોદી શૌર્ય યાત્રામાં જોડાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News : 20 વર્ષથી ફરાર કુખ્યાત રહેમાન ડકેત સુરતથી ઝડપાયો, 14 રાજયોમાં ગુનાખોરીના નેટવર્કના "સરદાર" તરીકે ઓળખાતો
calendar_today January 11, 2026

Surat News : 20 વર્ષથી ફરાર કુખ્યાત રહેમાન ડકેત સુરતથી ઝડપાયો, 14 રાજયોમાં ગુનાખોરીના નેટવર્કના "સરદાર" તરીકે ઓળખાતો

આરોપી 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો અને નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને છેતરતો હતો, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને સળગાવવાના પ્રયાસના ગુનામાં આરોપી સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે. દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતા કુખ્યાત રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાતા અન્ય રાજયના ગુના પણ ઉકેલાશે.સુરત ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલીને ઝડપી પાડ્યો આરોપી ઈરાની ડેરા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તે ઉપરાંત 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો, આરોપી નકલી સીબીઆઇ અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને જીવતા સળગાવવાના પ્રયાસ જેવા ગુના આચરતો હતો અને લાંબા સમયથી ફરાર હતો પણ સુરત પોલીસને બાતમી મળતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે, હાલ પોલીસે આરોપી વિરુદ્ધમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ગુનાખોરીનું નેટવર્ક 14 જેટલા રાજ્યોમાં ફેલાયેલું છે આ ગેંગની કાર્યપદ્ધતિ મુજબ દરેક ગેંગમાં ત્રણથી ચાર લોકો ગુનાને અંજામ આપે છે અને અન્ય ત્રણથી ચાર લોકો લૂંટનો મુદ્દામાલ સગેવગે કરી દે છે, જેથી જો ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ન લાગે. જ્યારે પોલીસ આ આરોપીઓને પકડવા જાય છે ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું 

Read Full Story arrow_forward