android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો માહોલ
calendar_today January 11, 2026

Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો માહોલ

આભને આંબતી ભવ્ય આતશબાજીથી ભાવિકો બન્યા મંત્રમુગ્ધ અને સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું મેરા ભોલા હૈ ભંડારી'....., 'બમ બમ ભોલે બમ બમ ભોલે રે'.....,'એસા ડમરુ બજાયા ભોલેનાથ ને'....., 'શંભુ રે મહાદેવ શંભુ રે મહાદેવ'....., સહિતના શિવભક્તિ ગીતો, લોકગીતો અને પ્રસ્તુતિઓએ સોમનાથ અને શિવના સામંજસ્યને જીવંત કર્યું હતું. જે ગીતો પર ભાવિકોએ મન મૂકીને ડોલ્યા હતા. ડ્રોન શોમાં સોમનાથના સાહસ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરતા વિવિધ દૃશ્યોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ભવ્ય આતશબાજીએ ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા સ્વાભિમાન પર્વનો લોગો, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, ત્રિશૂળ, ઓમ, સોમનાથને બેઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વીર હમીરજી અને અહલ્યાભાઈ હોલ્કર સહિત સોમનાથ પર આક્રમણ સાથે સંકળાયેલા દૃશ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રોએ અરબી સમુદ્ર પર રંગીન આભા રચીને માહોલને શિવમય બનાવ્યો હતો. ઉપસ્થિતોએ 'હર હર મહાદેવ'ના નાદ સાથે ડ્રોન શોની પ્રસ્તુતિઓ વધાવી લીધી હતી. સાથે જ, ભવ્ય આતશબાજીએ ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પણ વાંચો : Gir Somnath SwabhimanParv : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના, તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ

Read Full Story arrow_forward
Banaskantha News : વાવ-થરાદ પંથકમાં જામી ભવ્ય લોક ડાયરાની રમઝટ, સુપરસ્ટાર સોનુ સૂદ બન્યા મહેમાન
calendar_today January 11, 2026

Banaskantha News : વાવ-થરાદ પંથકમાં જામી ભવ્ય લોક ડાયરાની રમઝટ, સુપરસ્ટાર સોનુ સૂદ બન્યા મહેમાન

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ-થરાદ અને સુઈગામ પંથકમાં ગઇકાલે એક યાદગાર સાંજ જોવા મળી હતી. સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામે આવેલી સુપ્રસિદ્ધ ભારેશ્વર ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ફિલ્મ જગતના સુપરસ્ટાર અને ગરીબોના બેલી ગણાતા સોનુ સૂદ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સૂદને નિહાળવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની મેદની ઉમટી પડી હતી, જેમનું ગ્રામજનો અને ગૌશાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભવ્ય લોક ડાયરાની રમઝટ આ ભવ્ય ડાયરામાં ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી અને ગોપાલ સાધુએ પોતાની સુરાવલીઓથી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં લોકોએ દિલ ખોલીને દાન આપ્યું હતું, જેમાં રાતભર લાખો રૂપિયાનો ઘોળ (દાન) કરવામાં આવ્યો હતો. સોનુ સૂદે પણ આ પ્રસંગે ગૌસેવા અને માનવતાના કાર્યની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા, સરહદી વિસ્તારમાં સેવા અને પરોપકારનો એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયો હતો. આ પણ વાંચો : Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Read Full Story arrow_forward
Rajkot: PM મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો શંખનાદ, ગુજરાત ગ્લોબલનો ગેટવે મુકાશે ખુલ્લો
calendar_today January 11, 2026

Rajkot: PM મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો શંખનાદ, ગુજરાત ગ્લોબલનો ગેટવે મુકાશે ખુલ્લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, જે રાજ્યના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવું પ્રકરણ આલેખશે. બપોર બાદ પ્રધાનમંત્રી રાજકોટની મુલાકાતે પધારશે, જ્યાં તેઓ દેશની પ્રતિષ્ઠિત 'વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2026'નો ભવ્ય પ્રારંભ કરાવશે. આ સમિટ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતને વિશ્વ સાથે જોડતા ગ્લોબલ ગેટવે તરીકે ઉભરી આવશે. વૈશ્વિક ભાગીદારી અને આકર્ષણ આ વર્ષની સમિટની વિશેષતા એ છે કે તેમાં જાપાન અને યુક્રેન જેવા મહત્વના દેશો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનમાં રિલાયન્સનું 'વનતારા' અને 'એસ્સાર' જેવા દિગ્ગજ ગ્રુપના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે પર્યાવરણ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયને રજૂ કરે છે. આ પ્રદર્શન દ્વારા ગુજરાત પોતાની વૈશ્વિક તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે. મોટા રોકાણો અને આર્થિક ગતિ સમિટના પ્રથમ દિવસે જ આર્થિક ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. અંદાજે 1000 કરોડ રૂપિયાના MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ રોકાણોથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી થશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. ઉદ્યોગપતિઓનો જમાવડો રાજકોટના આંગણે દેશના 5 હજારથી વધુ ટોચના ઉદ્યોગપતિઓ અને Ceo હાજરી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આ ઉદ્યોગ સાહસિકો સાથે સીધો સંવાદ કરી 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને વધુ મજબૂત બનાવશે. રાજકોટ જે રીતે એન્જિનિયરિંગ હબ તરીકે જાણીતું છે, ત્યાં આ પ્રકારની વૈશ્વિક સમિટ યોજાવી તે સૌરાષ્ટ્રના વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. ઉદ્યોગ અને નવીનતાનો મહાસંગમ આ સમિટમાં MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને રાઉન્ડ ટેબલ ચર્ચાઓ મુખ્ય આકર્ષણ રહેશે. આ કાર્યક્રમમાં બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર અને હરિત વિકાસ જેવા ભાવિ વિષયો પર મંથન કરવાની સાથે જ સિરામિક, ઓટોમોબાઇલ અને મત્સ્ય ઉદ્યોગમાં રહેલી નવી તકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, 'નારી શક્તિ ઉદ્યોગ સંવાદ' દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન અને 'રિવર્સ બાયર સેલર મીટ' દ્વારા વૈશ્વિક વેપારને વેગ આપવાનો પ્રયાસ કરાશે. આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું

Read Full Story arrow_forward