android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: હળવદની મહર્ષિ ટાઉનશીપ નિશાના પર! ગુલાબી ઠંડીનો લાભ લઇ તસ્કરોનો તરખાટ
calendar_today January 11, 2026

Morbi: હળવદની મહર્ષિ ટાઉનશીપ નિશાના પર! ગુલાબી ઠંડીનો લાભ લઇ તસ્કરોનો તરખાટ

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને તસ્કરો ફરી એકવાર સક્રિય થયા છે. હળવદની જાણીતી મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સોસાયટીમાં ચોરીની આ સતત બીજી ઘટના છે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ મહર્ષિ ટાઉનશીપને નિશાન બનાવીમળતી માહિતી અનુસાર ગત રાત્રે જ્યારે સમગ્ર પંથક શિયાળાની હાડ થીજવતી ઠંડી ભર નિંદ્રામાં હતુ, ત્યારે ત્રણ અજાણ્યા તસ્કરોએ મહર્ષિ ટાઉનશીપને નિશાન બનાવી હતી. આ તસ્કરોએ એક બંધ મકાનમાં પ્રવેશ કરી કબાટ અને તિજોરી ફંફોસી હતી અને તેમાંથી રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. સદનસીબે અન્ય કિંમતી સામાન બચી ગયો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે, પરંતુ સોસાયટીમાં થયેલા આ બીજા બનાવથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ચોરી ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને શંકાસ્પદ રીતે હિલચાલ કરી રહ્યા છે અને મકાનમાં પ્રવેશી રહ્યા છે. આ ફૂટેજ હવે પોલીસ તપાસ માટે મહત્વનો પુરાવો બની રહેશે. પોલીસ પેટ્રોલિંગ સામે ઉભા થયા અનેક સવાલો આ વર્ષે આ જ સોસાયટીમાં ચોરીનો આ બીજો બનાવ સામે આવ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે રાત્રિ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ મર્યાદિત છે. ઠંડીનો ગેરલાભ ઉઠાવીને તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad: ક્લબ O7 ને નોન-વેજ પીરસવું પડ્યું ભારે! ગ્રાહકને રૂ. 25 હજારનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

Read Full Story arrow_forward
Rajkot News : ઉપલેટામાં ફરી ભૂકંપના આંચકા, 2.7 ની તીવ્રતાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો
calendar_today January 11, 2026

Rajkot News : ઉપલેટામાં ફરી ભૂકંપના આંચકા, 2.7 ની તીવ્રતાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે 4:57 કલાકે જ્યારે મોટાભાગના લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ધરા ધ્રૂજી ઉઠી હતી. સિસ્મોલોજી સેન્ટરના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધવામાં આવી હતી. આંચકો આવતાની સાથે જ અનેક લોકો ભયના માર્યા પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.સૌરાષ્ટ્રમાં ભૂસ્તરીય હલચલ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 26 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે, આંચકાની તીવ્રતા ઓછી હોવાના કારણે સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં વારંવાર અનુભવાતા આ હળવા આંચકાઓએ સ્થાનિક રહીશોમાં ચિંતા જગાવી છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : સચિન વિસ્તારમાં પોલીસનો સપાટો, એક આરોપીને નશાના કારોબારમાં દબોચ્યો

Read Full Story arrow_forward
Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું
calendar_today January 11, 2026

Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધીની શૌર્ય યાત્રાનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો છે. આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવારો અને સેંકડો લોકો જોડાયા છે. વડાપ્રધાનના સમગ્ર રૂટ અને સભા સ્થળ સુધી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. લોકોમાં શૌર્ય યાત્રાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન ખુલ્લી જીપમાં હાથમાં ડમરૂ લઈને યાત્રામાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમા શૌર્ય યાત્રામાં જોડાયા વડાપ્રધાન ખુલ્લી જીપમા હાથમાં ડમરૂ લઈને સોમનાથના માર્ગો પર યોજાઈ રહેલી શૌર્ય યાત્રામાં જોડાયા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ જોડાયા છે. આ શૌર્ય યાત્રામાં ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 ઘોડા ભાગ લઈ રહ્યાં છે. સાધુ સંતો પણ યાત્રામાં જોડાયા છે. સોમનાથના માર્ગો પર હજારો લોકો દ્વારા વડાપ્રધાન મોદીનું અભિવાદન ઝીલવામાં આવ્યું છે.પોલીસકર્મીઓ પણ ટ્રેડિશ્નલ ડ્રેસમાં આ યાત્રામા જોડાયા છે. સંસ્કૃતિની ઝાંખી સાથે આ યાત્રાનો પ્રારંભ થયો છે. PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે.  વડાપ્રધાન મોદી આ યાત્રા બાદ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે.આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું

Read Full Story arrow_forward