android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath SwabhimanParv : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના, તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ
calendar_today January 11, 2026

Gir Somnath SwabhimanParv : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના, તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ

આજે પણ શૌર્ય ગાથાની ગર્વભેર રણગર્જના કરતા પાળિયાઓ આ ભૂમિના પરાક્રમની સાક્ષી પૂરે છે. પ્રભાસ પાટણ અને સોમનાથ દેવાલયના ઈતિહાસને ઉજાગર કરતા આભિલેખિક પુરાવા, પ્રમાણભૂત અવશેષો પ્રભાસ ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ આવેલા છે. સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રના દેદીપ્યમાન અમર ઇતિહાસના પુરાવા આપતા શિલાલેખ અને તામ્રપત્ર પ્રભાસ પાટણ મ્યુઝિયમના હસ્તક સચવાયેલા છે. આંગણામાં સ્થિત પૌરાણિક ભદ્રકાળી મંદિરની દિવાલ પર આ શિલાલેખ આજે પણ જડિત છે અનેક આક્રમણોથી ધ્વસ્ત મંદિરના અવશેષો શૌર્ય, શક્તિ અને સમર્પણના જીવંત પુરાવા રૂપે આજે પણ મ્યુઝિયમ ખાતે સચવાયેલા છે. હાલ આ મ્યુઝિયમ પ્રભાસ પાટણમાં પૌરાણિક સૂર્યમંદિરમાં કાર્યરત છે. આ મ્યુઝીયમ હસ્તકનો આવો જ એક શિલાલેખ પ્રભાસ પાટણમાં મ્યુઝિયમની નજીક જુના રામ મંદિરની બાજુમાં ભદ્રકાળી ફળિયામાં આવેલો છે. સોમપુરા બ્રાહ્મણ દીપકભાઈ દવેના નિવાસસ્થાને આ ઐતિહાસિક ધરોહર સચવાયેલી છે. તેમના આંગણામાં સ્થિત પૌરાણિક ભદ્રકાળી મંદિરની દિવાલ પર આ શિલાલેખ આજે પણ જડિત છે. શ્રીકૃષ્ણએ કાષ્ટનું તથા કળિયુગમાં રાજા ભીમદેવ સોલંકી સુંદર પાષાણનું કલાત્મક દેવાલય બંધાવ્યું હતુપ્રભાસ પાટણ મ્યુઝિયમના ક્યુરેટર (સંગ્રહાલયાધ્યક્ષ) તેજલ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઈ.સ. ૧૧૬૯ ( વલભી સંવત ૮૫૦ અને વિક્રમ સંવત ૧૨૫૫) માં કોતરાવેલ અને હાલ રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ શિલાલેખ અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ પરમ પાશુપતાચાર્ય શ્રીમદ ભાવબૃહસ્પતિનો પ્રશસ્તિ લેખ છે. આ અભિલેખમાં સોમનાથ મંદિરનો પૌરાણિક અને મધ્યકાલીન ઇતિહાસ લિપિબદ્ધ છે. આ અભિલેખમાં ચારેય યુગમાં સોમનાથ મહાદેવના નિર્માણનો ઉલ્લેખ છે. જે મુજબ સત્ય યુગમાં ચંદ્ર (સોમે) સોનાનું, ત્રેતા યુગમાં રાવણે રૂપાનું, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ કાષ્ટનું તથા કળિયુગમાં રાજા ભીમદેવ સોલંકી સુંદર પાષાણનું કલાત્મક દેવાલય બંધાવ્યું હતું. આજે પણ ગુજરાતના 'સુવર્ણકાળ'ની ગરિમાપૂર્ણ પ્રતીતિ કરાવે છે ઇતિહાસના પૃષ્ઠો પર નજર કરીએ તો, મંદિરના જૂના અવશેષો પર ભીમદેવ સોલંકીએ ચતુર્થ મંદિર બંધાવ્યાની હકીકત પ્રમાણભૂત છે. ત્યારબાદ ઈ.સ. ૧૧૬૯ માં કુમારપાળના પાંચમું મંદિર પણ એ જ સ્થાને બંધાવ્યું હતું. સોલંકી શાસકોના કાળમાં પ્રભાસ પાટણ માત્ર ધાર્મિક જ નહીં, પણ સ્થાપત્ય અને સાહિત્યનું પણ કેન્દ્ર બન્યું હતું. સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા અને કુમારપાળની ધર્મનિષ્ઠાએ સોમનાથના શિખરને ગૌરવના ઉચ્ચતમ સોપાન પર સ્થાપિત કર્યું, જે આજે પણ ગુજરાતના 'સુવર્ણકાળ'ની ગરિમાપૂર્ણ પ્રતીતિ કરાવે છે. સનાતન ધર્મનું આત્મગૌરવ સંગ્રહીને બેઠી છે પ્રભાસ પાટણની આ પવિત્ર મૃદિંકા (ધરતી) તેના ઉદરમાં માત્ર અવશેષો નહીં, પણ સનાતન ધર્મનું આત્મગૌરવ સંગ્રહીને બેઠી છે. ભદ્રકાળી ફળિયાના એ ઐતિહાસિક શિલાલેખમાં કંડારાયેલી અક્ષરમાળા આજે પણ સોલંકી શાસકોના સમર્પણ અને ભાવબૃહસ્પતિ જેવા જ્ઞાનીઓના પુરુષાર્થની પ્રતીતિ કરાવે છે. શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્યના ત્રિવેણી સંગમ સમાન આ ભૂમિ, તેના ઐતિહાસિક વિરાસત દ્વારા આવનારી પેઢીઓને આપણા સ્વર્ણિમ અતીતની ઝાંખી કરાવતી રહેશે. પ્રભાસનો આ દેદીપ્યમાન વારસો અને સોમનાથનું અજેય શિખર એ વાતની પ્રબળ ગવાહી આપે છે કે સમય ગમે તેટલો બળવાન હોય, પરંતુ ભક્તિ અને સ્વાભિમાનના શિખરો સદૈવ અવિનાશી રહે છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું, સૌથી વધુ થલતેજ વિસ્તારની હવા પ્રદૂષિત બની

Read Full Story arrow_forward
Gir Somnath SwabhimanParv: શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યુ સુધી 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા, PM મોદી જોડાશે
calendar_today January 11, 2026

Gir Somnath SwabhimanParv: શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યુ સુધી 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા, PM મોદી જોડાશે

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીની જબરદસ્ત ઉજવણી ચાલી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. સોમનાથમાં આજે શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યુ સુધી 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા યોજાશે. શૌર્ય યાત્રાના રૂટ પર વડાપ્રધાનના સ્વાગત માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વીર હમીરજી સ્ટેચ્યૂ સુધી શૌર્ય યાત્રા યોજાશે વડાપ્રધાન સોમનાથમાં આજે 108 અશ્વ સાથે શૌર્ય યાત્રામાં જોડાશે. પીએમના સ્વાગત માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમનું અભિવાદન કરવા માટે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો સોમનાથ પહોંચ્યા છે. દ્વારકાની દીકરીઓએ વડાપ્રધાનને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. આજે સોમનાથમાં શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યૂ સુધી શૌર્ય યાત્રા યોજાશે. વડાપ્રધાન મોદી આ યાત્રામાં જોડાશે. ત્યાર બાદ મહાદેવની પૂજા અર્ચના કરશે. આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના, તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ

Read Full Story arrow_forward
Weather Update: દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડીનો કહેર, બે દિવસ શીત લહેરની ચેતવણી
calendar_today January 11, 2026

Weather Update: દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડીનો કહેર, બે દિવસ શીત લહેરની ચેતવણી

દિલ્હી-NCR સહિત દેશના અનેક ભાગોમાં જોરદાર ઠંડીનો કહેર શરૂ થઇ ગયો છે. પહાડી વિસ્તારોથી લઇને ઉત્તર ભારત સુધી ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ ચાલુ છે.જેના કારણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અનેક રાજ્યોના 50 જિલ્લાઓમાં સામાન્ય તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે દાખલ કરવામાં આવી રહ્યુ છે. જેનાથી હાડ કાંપનારી ઠંડીનો અનુભવ થશે. 11 થી 15 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડીનો અનુભવ થશે. 11 થી 15 જાન્યુઆરી સુધી ભારે ઠંડી રહેશે. હવામાન આગાહી મુજબ, 11 થી 15 જાન્યુઆરી સુધી દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં ઠંડીનું મોજું અને ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે. આનાથી ઠંડી વધુ વધશે.વધારે ઠંડીને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં કેવું રહેશે હવામાન ? દિલ્હીમાં શીતલહેરના કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે ન્યુત્તમ પારો 4.2 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી વધારે ઠંડીની સવાર દાખલ કરવામાં આવી છે. જે 2024 પછી જાન્યુઆરીની સૌથી ઠંડી સવાર હતી.આગામી બે દિવસમાં પરિસ્થિતિ વધુ વણસવાની ધારણા છે અને 'શીત લહેર' ચાલુ રહેવાની ધારણા છે.હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે "યલો એલર્ટ" જારી કર્યો છે, જેમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી આપવામાં આવી છે. સવારે પણ મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ પણ વાંચોઃ West Bengal : ભાજપ નેતા સુવેન્દુ અધિકારીની કાર પર ફરી હુમલો, TMC પર લગાવ્યો આરોપ

Read Full Story arrow_forward