Nadiad: 20 પ્રા.શાળામાં રમતોત્સવનો પ્રારંભ
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 20 પ્રાથમિક શાળાઓનો આંતર શાળાકિય રમતોત્સવનું સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં કરવામાં આવ્યું છે. શનિવારે આ રમતોત્સવનું ઉદઘાટન મનપાના કમિશનર જી.એચ.સોલંકી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિવિધ યોજાનારી રમતોમાં કુલ એક હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તા. 12 જાન્યુઆરી સુધી યોજાશે. રમતોત્સવમાં વિજેતા બનેલા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માન કરવામાં આવે છે.રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે કમિશનર જી.એચ. સોલંકીએ રાજયના યજમાન પદે યોજાનારી કોમનવેલ્થ અને આવનારી ઓલમ્પિક ગેમમાં નડિયાદના બાળકો ભાગ લઇને વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. અને તમામ બાળકો સશકત બને અને ભારતનો પાયો મજબૂત બને તેવા આશીર્વાદ આપ્યા હતા. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડયાએ બાળકોને મળતી વિવિધ સુવિધાઓ અને તેમના શિક્ષણના હેતુઓ પ્રત્યે રાખવામાં આવતી કાળજી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. દોરડા ખેંચ , કબડ્ડી, ખોખા,દોડ , કોથળા દોડ વિગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા ખેલાડી અને ટીમને બેંક ઓફ બરોડાના સહયોગથી ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમિતિના હોદ્દેદારો, મહાનુભવો સહિત શાળાના શિક્ષકો , સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. 12 જાન્યુઆરી સુધી રમતોત્સવ યોજાનાર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward