android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Halvad: નગરપાલિકામાં વિકાસકામોના નામે બેફામ ભ્રષ્ટાચારનો ખેલ થતો હોવાનો વિપક્ષનો આક્ષેપ
calendar_today January 10, 2026

Halvad: નગરપાલિકામાં વિકાસકામોના નામે બેફામ ભ્રષ્ટાચારનો ખેલ થતો હોવાનો વિપક્ષનો આક્ષેપ

હળવદ નગરપાલિકાના દરેક વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર ઘર કરી ગયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવશે. છતાં સ્થિતિમાં કોઈ સુધારો નહિ આવે તો હલ્લાબોલ અને તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો પણ કરવાનું વિપક્ષ કોંગ્રેસે એલાન કર્યું છે.આ અંગે હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલાએ જણાવ્યું કે હળવદ નગરપાલિકાની સામાન્ય સભા માત્ર ઔપચારિક રીતે જ મળે છે. 10 મિનિટમાં જ એજન્ડા વાંચીને મંજુર કરવામાં આવે છે. કારોબારીની સભા આજ સુધી મળી નથી. માત્ર કહેવા પૂરતી સહીઓ લેવામાં આવે છે. દરેક વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમે રેન્ડમ બિલો તપસ્યા હતા. જેમાં અનેક બાબતો શંકા ઉપજાવે તેવી છે. વર્ષ 2025માં જ્યારે બોડી ન હતી ત્યારે વહીવટદાર સાશન હતું. આ સમયે રૂ.1.49 લાખનું ડીઝલ દોઢ મહિનો ચાલ્યું હતું. એ જ ડીઝલ સાતમો મહિનો આવતા રૂ.2 લાખે પહોંચી ગયું. વધુમાં તેઓએ ઉમેર્યું કે સભ્યો, ચીફ્ ઓફ્સિર અને હોદેદારો વચ્ચે સંકલનનો અભાવ છે. પ્રજા કરોડોનો ટેક્સ ભરે છે. છતાં પાણી, રોડ, ગટર, સાફ્ સફાઈ સહિતના અનેક પ્રશ્નો છે. અરજદારો અને સભ્યોને પ્રશ્ન કરવા હોય તો કર્મચારીઓ હાજર હોતા નથી. ઈન્ટરનલ ઓડિટરની જગ્યા ખાલી છે. માત્ર વાઉચર રજૂ કરી બિલોની રકમ લેવામાં આવી રહી છે. મોટાભાગના સરકારી કામોમાં સભ્યો જ કામ લ્યે છે અને કમિશન પણ ભરપૂર અપાય છે. જેથી કામની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉભા થાય છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરીશું તેમ છતાં નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરીએ ધરણાં, હલ્લાબોલ અને તાળાબંધી જેવા કાર્યક્રમો પણ કરીશું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મુખ્ય કચેરીઓ પાસેના જ રસ્તા બેહાલ
calendar_today January 10, 2026

Surendranagar: મુખ્ય કચેરીઓ પાસેના જ રસ્તા બેહાલ

સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની રચના થયાને 1 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. મનપાના પ્રથમ બજેટમાં 700 કરોડ રૂપીયાથી વધુના વિકાસના કામોની જોગવાઈ કરાઈ છે. જેમાં મોટી રકમ રસ્તાઓ પાછળ ફાળવવામાં આવી છે. ગત ચોમાસામાં બિસ્માર બની ગયેલા રસ્તાઓના નવિનીકરણનું કામ પણ તાજેતરમાં હાથ ધરાયુ છે. પરંતુ શહેરના અંતરીયાળ રસ્તાઓનું હાલ નવીનીકરણ કરાઈ રહ્યુ છે. જયારે શહેરની મુખ્ય કચેરીઓ કલેકટર કચેરી, મહાનગરપાલિકા કચેરી, જિલ્લા ન્યાયાલય, એસપી કચેરીએ જવાના રસ્તા જ બીસમાર હાલતમાં છે. આ રસ્તેથી દરરોજ મનપાના કમીશ્નર, ન્યાયાધીશો અને હજારો લોકો પસાર થવા છતાં આ રસ્તાઓ તરફ મનપા દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યુ છે. ચોમાસા બાદ થોડા ખાડા નજરે પડે તો ત્યાં મોરમ નાંખીને કામ ચલાવી લેવાય છે. દિવસભર પસાર થતા વાહનચાલકોને આ રસ્તા પર ખાડામાંથી અને ધુળ ભરેલા રસ્તાઓમાંથી પસાર થવુ પડે છે. ત્યારે મનપા દ્વારા હજારો લોકોની અવરજવરવાળા આ રસ્તાને પ્રાથમીકતા આપવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. આ અંગે પાલિકાના પૂર્વ ચેરમેન રોહીત પટેલે જણાવ્યુ કે, શહેરના મુખ્ય રસ્તાઓની મનપા દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. વિકાસના કામોના ગાણા ગાવા વચ્ચે રોજિંદી જરૂરીયાત એવા રસ્તાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યુ છે. આ અંગે મનપાના ઈજનેર શૈલેષ પરમારે જણાવ્યુ કે, આ અંગેની ટેન્ડરીંગ પ્રક્રીયા પુર્ણ થઈ છે. થોડા જ દિવસોમાં શહેરના મુખ્ય રસ્તાઓ સહિત બાકી રસ્તાઓનું પણ નવિનીકરણ કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bagodara: બાવળાના કેશરડીમાં ભરશિયાળે ચોમાસાનો નજારો...!
calendar_today January 10, 2026

Bagodara: બાવળાના કેશરડીમાં ભરશિયાળે ચોમાસાનો નજારો...!

બાવળા તાલુકાના કેશરડી ગામે ભામસરા રોડ પર શકિતમાઁના મંદિર જવાના રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળ્યાં છે. સમગ્ર માર્ગ ગટરના પાણીમાં ગરકાવ થતાં રોજબરોજ શાળાએ જતા - આવતા બાળકો તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સહિતના ગ્રામજનો છેલ્લાં કેટલાક દિવસોથી અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો દૂષિત પાણીનો સત્વરે યોગ્ય નિકાલ નહીં થાય તો ગામમાં રોગચાળો વકરે એમ છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છેકે નિંભર તંત્ર ઊંઘમાથી જાગી વહેલી તકે ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward