android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: નગરપાલિકામાં ખાલી પડેલી 22 જગ્યાઓ ભરવા માટે બેઠક મળી
calendar_today January 10, 2026

Patan: નગરપાલિકામાં ખાલી પડેલી 22 જગ્યાઓ ભરવા માટે બેઠક મળી

પાટણ ખાતે આવેલ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સંવર્ગની 22 જેટલી જગ્યાઓ ખાલી પડેલી હોવાથી તેની સીધી ભરતી માટે નગરપાલિકા દ્વારા એક પસંદગી સમિતિની બેઠક રાખવામાં આવી હતી જેમાં લેખીત પરીક્ષાના આયોજન તથા ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે એજન્સીની નિમણૂક કરવા અંગેની ચર્ચા કરાઈ હતી. પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોન દ્વારા મંજૂર કરવામાં આવેલા મહેકમ મુજબ પાટણ નગરપાલિકામાં વર્ગ 3 ની 22 જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટેના કર્મચારીઓની ભરતી માટે પાલીકા પ્રમુખ હીરલ પરમારની ઉપસ્થિતિમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનરની કચેરીના પ્રતિનિધિ તરીકે ડીસા નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બેઠકમા પાટણ ચીફ્ ઓફ્સિર હીરલ ઠાકર સહિત કારોબારી ચેરમેન મુકેશ પટેલ તથા મહેશભાઈ પટેલ સહિત પાંચ સમિતીના સભ્યો જોડાયા હતા.બેઠક અંગેનો એજન્ડા રજુ કરી ઠરાવ નં 1 પસાર કરવામાં આવ્યો હતો.ભરતી પ્રકિયાને સુચારૂ રીતે પુર્ણ કરવા માટે લેખીત પરીક્ષા અને મેરીટ તૈયાર કરવા માટે સરકાર માન્ય સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓ પાસેથી ભાવો મંગાવવાનો નિર્ણય લીધો હતો.જેના માટે 7 દિવસની સમયમર્યાદામાં દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવી સ્પર્ધાત્મક ભાવો મંગાવવામાં આવશે.જેમા સૌથી ઓછા ભાવ આપનાર યોગ્ય સંસ્થાને કામગીરી સોંપવામાં આવશે. ઉમેદવારો દ્વારા ઓનલાઈન અંરજી કરવાની રહેશે.તથા સરકારના ધારાધોરણ મુજબ પરીક્ષા ફીની ચૂકવણી કરવાની રહેશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાનો સીલેબસ સરકાર દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે.તેમ સમિતિ દ્વારા જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengal : ભાજપ નેતા સુવેન્દુ અધિકારીની કાર પર ફરી હુમલો, TMC પર લગાવ્યો આરોપ
calendar_today January 10, 2026

West Bengal : ભાજપ નેતા સુવેન્દુ અધિકારીની કાર પર ફરી હુમલો, TMC પર લગાવ્યો આરોપ

પશ્ચિમ મિદનાપુરના ચંદ્રકોણા રોડ પર પુરુલિયામાં એક કાર્યક્રમમાંથી પરત ફરતા સમયે વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાથી ચંદ્રકોણામાં તણાવ ફેલાયેલો છે. આ હુમલા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને જવાબદાર ઠેરવવામાં આવી છે. આ ઘટના બાદ અધિકારી પોલીસ સ્ટેશન ગયા અને સંડોવાયેલા લોકોની ધરપકડની માગ કરી છે. 12-15 લોકોએ તેમની કાર પર કર્યો શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે 12-15 લોકોએ તેમની કાર પર હુમલો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે આ હુમલો પોલીસની મદદથી કરવામાં આવ્યો હતો. શુભેન્દુએ દાવો કર્યો હતો કે હુમલાખોરો પાસે પેટ્રોલ અને ડીઝલ હતું. અધિકારીએ આ હુમલા માટે ટીએમસી પર નિશાન સાધતા કહ્યું કે આ હુમલો ટીએમસીના ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. 'ટીએમસીના ગુંડાઓએ મારા પર હુમલો કર્યો' વિપક્ષી નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, "આજે રાત્રે લગભગ 8:20 વાગ્યે, પુરુલિયાથી પરત ફરતી વખતે, પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ચંદ્રકોણા રોડ પર TMC ગુંડાઓ દ્વારા મારા પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો. મમતા બેનર્જી સરકારની હિંસા અને ઉગ્રતાની સંસ્કૃતિથી ઉત્સાહિત થઈને આ કાયરોએ પોલીસની હાજરીમાં મારા પર હુમલો કર્યો. કાયદા અમલીકરણ કરનારાઓ મૂક પ્રેક્ષક બનીને ઉભા રહ્યા." શુભેન્દુ પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા તેમણે વધુમાં કહ્યું, "આ ફક્ત મારા પર હુમલો નથી; તે પશ્ચિમ બંગાળના દરેક વિપક્ષી અવાજ પર હુમલો છે. ટીએમસીની હતાશા સ્પષ્ટ છે; તેઓ ગુંડાગીરીનો આશરો લઈ રહ્યા છે કારણ કે તેઓ વધતા જતા જાહેર ગુસ્સાનો સામનો કરી શકતા નથી." હું હવે ચંદ્રકોના પોલીસ સ્ટેશનની અંદર ધરણા કરી રહ્યો છું, તાત્કાલિક કાર્યવાહી અને ધરપકડની માગ કરી રહ્યો છું. બંગાળના લોકો આ કાયદાહીન સરમુખત્યારશાહી કરતાં વધુ સારાને લાયક છે. જ્યાં સુધી જવાબદારી સ્થાપિત ન થાય ત્યાં સુધી હું પાછળ હટીશ નહીં." હુમલાખોરોની ધરપકડની માગ ઘટના પછી શુભેન્દુએ થોડે દૂર પોતાની કાર રોકી. તેમણે હુમલો કરનારા પક્ષના કાર્યકરોને પૂછ્યું. ભાજપના કાર્યકરોએ તેમને કહ્યું કે હુમલાખોરો ભાગી ગયા છે. ત્યારબાદ નેતા સીધા ચંદ્રકોણા પોલીસ સ્ટેશન ગયા, જ્યાં તેમણે હુમલાખોરોની ધરપકડની માગણી સાથે ધરણા શરૂ કર્યા. તેમણે દાવો કર્યો કે હુમલો પોલીસની મદદથી કરવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે જ્યાં સુધી ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે પશ્ચિમ મિદનાપુરમાં તેમના પર હુમલો થશે. શુભેન્દુએ કહ્યું કે જિલ્લામાં દરેક વ્યક્તિ તેમને પ્રેમ કરે છે, ભલે તેઓ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ જતા પહેલા આ બધું કરી રહી છે, અને આ ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયેલો છે.આ પણ વાંચો: India-France વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ ડીલની તૈયારીઓ, વાયુસેનાને મળશે વધુ રાફેલ જેટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આકાશમાં ઝળહળી PMની નમસ્કાર મુદ્રા, સોમનાથમાં ડ્રોન શો અને ભક્તિના રંગે રંગાયા નરેન્દ્ર મોદી
calendar_today January 10, 2026

Gujarat Latest News Live : આકાશમાં ઝળહળી PMની નમસ્કાર મુદ્રા, સોમનાથમાં ડ્રોન શો અને ભક્તિના રંગે રંગાયા નરેન્દ્ર મોદી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward