android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnathમાં ‘સ્વાભિમાન પર્વ’નો ગુંજારવ: 108 અશ્વો સાથે નીકળશે ભવ્ય શોર્ય યાત્રા, જીતુ વાઘાણીએ કર્યું અશ્વરોહણ
calendar_today January 10, 2026

Somnathમાં ‘સ્વાભિમાન પર્વ’નો ગુંજારવ: 108 અશ્વો સાથે નીકળશે ભવ્ય શોર્ય યાત્રા, જીતુ વાઘાણીએ કર્યું અશ્વરોહણ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પર્વના ભાગરૂપે આગામી 11મી જાન્યુઆરીના રોજ એક ઐતિહાસિક શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા વીરોની સ્મૃતિને તાજી કરશે.108 અશ્વોનું દબદબાભર્યું રિહર્સલ આ શોર્ય યાત્રાનું મુખ્ય આકર્ષણ ગુજરાત પોલીસ અશ્વદળના 108 તાલીમબદ્ધ અશ્વો રહેશે. 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા આ અશ્વો અને અસવારોએ આજે સોમનાથના માર્ગો પર ભવ્ય રિહર્સલ કર્યું હતું. અશ્વસવારોના 'હર હર મહાદેવ' ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય અને જોમવંતું બની ગયું હતું. આ યાત્રા શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાશે. મહાનુભાવોની ઉપસ્થિતિ અને ઉત્સાહ રિહર્સલ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જીતુ વાઘાણીએ પોતે અશ્વ સવારી કરી અશ્વદળનો ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પર્વ સોમનાથની અતૂટ આસ્થા અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM મોદીએ સોમનાથ ટ્રસ્ટ સાથે યોજી મહત્વની બેઠક, મંદિર પરિસરના આધુનિકીકરણ અને નવા પ્રોજેક્ટ્સ પર કરી ચર્ચા
calendar_today January 10, 2026

Gujarat Latest News Live : PM મોદીએ સોમનાથ ટ્રસ્ટ સાથે યોજી મહત્વની બેઠક, મંદિર પરિસરના આધુનિકીકરણ અને નવા પ્રોજેક્ટ્સ પર કરી ચર્ચા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Somnath News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠક
calendar_today January 10, 2026

Somnath News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠક

પ્રભાસ પાટણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાને મંદિર પરિસરના ભાવિ વિકાસ અને યાત્રાળુઓની સુવિધાઓને લઈને ગહન ચર્ચા કરી હતી.વિકાસ કાર્યોની સમીક્ષા સોમનાથ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાને મંદિર પરિસરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી. ખાસ કરીને મંદિરની સુરક્ષા, સુશોભન અને પરિસરના વિસ્તરણ અંગેના આગામી આયોજનો પર ટ્રસ્ટીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને સૂચન કર્યું હતું કે સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને આધુનિક સુવિધાઓ મળે તેની સાથે મંદિરની પવિત્રતા અને સ્થાપત્ય જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. યાત્રાળુઓની સુવિધા પર ભાર બેઠકના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રહ્યા હતા; યાત્રિક સુવિધા: દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પાર્કિંગ, રહેવાની વ્યવસ્થા અને ડિજિટલ માર્ગદર્શન કેન્દ્રો વધારવા અંગે ચર્ચા. ડિજિટલ ટેકનોલોજી: મંદિરના ઇતિહાસ અને મહાત્મ્યને પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. પર્યાવરણ અને સ્વચ્છતા: મંદિરની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને ગ્રીનરી વધે તે માટે આદેશો અપાયા. આ બેઠકમાં ટ્રસ્ટના અન્ય સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward