Gir Somnath: સોમનાથમાં આવતીકાલે શૌર્યનો સંગમ, PM મોદી ખુલ્લી જીપમાં કરશે રોડ શો, 108 અશ્વ સાથે નીકળશે ભવ્ય યાત્રા
સોમનાથમાં આયોજિત 'સ્વાભિમાન પર્વ' અંતર્ગત આવતીકાલે એક ઐતિહાસિક અને ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ સોમનાથની પવિત્ર ધરા પર આકર્ષણનું કેન્દ્ર બનશે.પીએમ મોદીનો ભવ્ય રોડ શોઆ શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને ભવ્ય રોડ શો કરશે. સોમનાથની જનતા અને દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ વડાપ્રધાનનું અભિવાદન ઝીલશે. આ રોડ શોને લઈને સમગ્ર સોમનાથમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે.પોલીસ અશ્વદળનું વિશેષ આકર્ષણશૌર્ય યાત્રાની સૌથી મોટી વિશેષતા ગુજરાત પોલીસનું અશ્વદળ હશે. શુભ આંકડા સમાન કુલ 108 અશ્વ આ યાત્રામાં શૌર્યનું પ્રદર્શન કરશે. આ અશ્વદળમાં રાજ્યના 15 અલગ-અલગ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ અશ્વ અને સવારો ભાગ લેશે.અશ્વસવાર પોલીસકર્મીઓ ખાસ ટ્રેડિશનલ ડ્રેસ માં સજ્જ થઈને જોડાશે, જે ગુજરાતની સંસ્કૃતિ અને શૌર્યની ઝલક રજૂ કરશે.ભવ્ય સાંસ્કૃતિક માહોલઆ શૌર્ય યાત્રા માત્ર એક રોડ શો નહીં, પરંતુ સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને ઉજવવાનો એક પ્રસંગ બની રહેશે. ગુજરાત પોલીસના જવાનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને દેશભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમ રચશે. આ આયોજન દ્વારા 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણીને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: ગુજરાતની ગૌસેવાથી અભિનેતા સોનુ સૂદ પ્રભાવિત, વારાહીમાં પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો
Read Full Story arrow_forward