android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: રાજુલાની વિક્ટર બ્લોક હેલ્થ કચેરીમાં લાગી ભીષણ આગ
calendar_today January 10, 2026

Amreli News: રાજુલાની વિક્ટર બ્લોક હેલ્થ કચેરીમાં લાગી ભીષણ આગ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ખાતે આવેલી બ્લોક હેલ્થ કચેરીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કચેરીમાં રહેલી દવાઓ અને સરકારી દસ્તાવેજોના જથ્થાને મોટું નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.સ્થાનિકો અને ફાયર વિભાગની કામગીરી આગ લાગવાની ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક રહીશોએ સતર્કતા દાખવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ 112ની ટીમ અને રાજુલા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની કડી મહેનત બાદ આગ પર પૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે વધુ હોનારત ટળી હતી. નુકસાન અને તપાસ આગની આ ચપેટમાં આવતા આરોગ્ય કચેરીમાં રહેલી જીવનરક્ષક દવાઓનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોકે, હજુ સુધી આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ બહાર આવશે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પણ વાંચો - Amreli News : રાજુલા-મહુવા રોડ પર ટ્રાફિકના દ્રશ્યો, ડુંગર ફાટક પર ગુડ્સ ટ્રેન ખોટકાતા વાહનચાલકો પરેશાન

Read Full Story arrow_forward
Somnath પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: હેલિપેડ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત
calendar_today January 10, 2026

Somnath પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: હેલિપેડ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન અને આશીર્વાદ લેવા માટે સોમનાથ આવી પહોંચ્યા છે. રાજકોટના હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ સોમનાથ હેલિપેડ ખાતે ઉતર્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વાગત સોમનાથ હેલિપેડ પર વડાપ્રધાનના આગમન સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું. આ તકે ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. રાવ, રાજ્ય પોલીસ વડા (DGP), ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. સર્કિટ હાઉસ તરફ રવાના સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રીનો કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમનાથ હેલિપેડથી સોમનાથ સર્કિટ હાઉસ તરફ રવાના થયો હતો. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે સમગ્ર સોમનાથ તીર્થક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સર્કિટ હાઉસ ખાતે ટૂંકા વિરામ બાદ તેઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jammu Kashmir : શ્રીનગરમાં રજિસ્ટ્રેશન વગરની હોટલ-ગેસ્ટ હાઉસના માલિકોને પોલીસે ફટકારી નોટિસ, જાણો કારણ
calendar_today January 10, 2026

Jammu Kashmir : શ્રીનગરમાં રજિસ્ટ્રેશન વગરની હોટલ-ગેસ્ટ હાઉસના માલિકોને પોલીસે ફટકારી નોટિસ, જાણો કારણ

જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરમાં મિલકતોના ગેરકાયદેસર અથવા અનધિકૃત ઉપયોગને રોકવા માટે એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં રજિસ્ટ્રેશન વગર કાર્યરત હોટલ, ગેસ્ટહાઉસ અને હોમસ્ટે માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીનગરના પ્રવાસન પોલીસ સ્ટેશને, વિવિધ જિલ્લા પોલીસ સ્ટેશનો સાથે સંકલનમાં રજિસ્ટ્રેશન વગર કાર્યરત મિલકતોને ઓળખવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. શુક્રવારે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ અનેક મિલકત માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પ્રવાસન પોલીસે રજિસ્ટ્રેશન વગર કાર્યરત સંસ્થાઓ પર નોટિસ ફટકારી હતી અને દંડ ફટકાર્યો હતો, જેના કારણે લાઈસન્સ પ્રાપ્ત ઓપરેટરોને અસુવિધા થઈ હતી.પોલીસે સર્ચ અભિયાન શરૂ કર્યું કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષાને પગલે, જેમાં સોનામર્ગ, પહેલગામ અને ગુલમર્ગ જેવા મુખ્ય પર્યટન સ્થળો સહિત પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, શ્રીનગર પોલીસે સમગ્ર શહેરમાં નિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે જેથી ખાતરી કરી શકાય કે હોમસ્ટે, હોટલ અને ગેસ્ટ હાઉસ ફરજિયાત દસ્તાવેજો અને કાનૂની ઔપચારિકતાઓનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા છે. અભિયાન દરમિયાન ઘણી સંસ્થાઓ, અધિકારીઓ પાસેથી માન્ય રજિસ્ટ્રેશન વગરના કાર્યરત હોવાનું જાણવા મળ્યું. આમાં એસ્સાર, એબીસી રેસીડેન્સી, ઘાની અને અક્સા હોટલ, તેમજ અલ હબીબ, ગોલ્ડન મૂન અને ડિવાઈન હોલિડે હોમસ્ટેનો સમાવેશ થાય છે. આ હોટલ અને હોમસ્ટે માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે ચાલતી હોટલો સામે કાર્યવાહી આજના દરોડામાં ટુરિઝમ પોલીસ દ્વારા કરવામાં આવેલી આવી જ કાર્યવાહી બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કોઝી હેવન, હાજી ગેસ્ટ હાઉસ, સુકૂનતગાહ વેલકમ હોમસ્ટે, ઝબીલ વિલા અને ઈશાન દ્વારા હોમસ્ટે સહિત અનેક રજિસ્ટ્રેશન વગરની હોટલ અને હોમસ્ટે પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રજિસ્ટ્રેશન વગરની હોટલના માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે હોમસ્ટે, હોટલ અને ગેસ્ટ હાઉસના તમામ મકાનમાલિકો અને સંચાલકોને નિર્ધારિત કાનૂની ઔપચારિકતાઓનું કડક પાલન કરવાની સલાહ આપી હતી.આ પણ વાંચો: Ladakhના સૌથી ઉંચા ગામ ચુશુલમાં શરૂ થયો ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ, થશે આ મોટો ફાયદો

Read Full Story arrow_forward