android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: સોમનાથ સ્વાભિમાન પર્વ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનું કેશોદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
calendar_today January 10, 2026

Junagadh: સોમનાથ સ્વાભિમાન પર્વ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનું કેશોદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા માટે પધાર્યા છે.કેશોદ એરપોર્ટ પર મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગતમુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી જ્યારે કેશોદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉમળકાભેર આવકાર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રના વડાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત કરનાર મહાનુભાવોસ્વાગત વિધિમાં જિલ્લાના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે  જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા.સોમનાથ સ્વાભિમાન પર્વનું મહત્વમુખ્યમંત્રી આ મુલાકાત દરમિયાન સોમનાથ મંદિર ખાતે આયોજિત 'સ્વાભિમાન પર્વ'માં હાજરી આપશે. આ કાર્યક્રમ સોમનાથના ઐતિહાસિક વારસા અને ભવ્યતાને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર સ્વાગત બાદ મુખ્યમંત્રીશ્રીનો કાફલો સોમનાથ જવા રવાના થયો હતો, જ્યાં તેઓ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે.આ પણ વાંચો:સોમનાથ મંદિર ખાતે ડ્રોન શોનું આયોજન, આકાશમાં શિવભક્તિના અનોખા દ્રશ્યો જોવા મળશે

Read Full Story arrow_forward
સોમનાથમાં PM મોદીની ઉપસ્થિતિમાં યોજાશે મેગા ડ્રોન શો, જુઓ Photos
calendar_today January 10, 2026

સોમનાથમાં PM મોદીની ઉપસ્થિતિમાં યોજાશે મેગા ડ્રોન શો, જુઓ Photos

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આધુનિક ટેકનોલોજી અને અતૂટ આસ્થાનો અદભૂત સંગમ જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય 'ડ્રોન શો' માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હજારો ડ્રોન એકસાથે આકાશમાં ઉડીને સોમનાથની અમર ગાથા રજૂ કરશે.

Read Full Story arrow_forward
Bhavnagar News: આત્મનિર્ભર હણોલ મહોત્સવ; 13મી જાન્યુઆરીથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકાસ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
calendar_today January 10, 2026

Bhavnagar News: આત્મનિર્ભર હણોલ મહોત્સવ; 13મી જાન્યુઆરીથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકાસ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

પાલિતાણા તાલુકાના હણોલ ગામે આગામી તા. 13 થી 15 જાન્યુઆરી દરમિયાન 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ ત્રણ દિવસીય ઉત્સવમાં દેશ અને રાજ્યની અનેક નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે.કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ ખેલાડીઓની હાજરી મહોત્સવના પ્રથમ દિવસે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ડૉ. મનસુખ માંડવિયા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડન્ટ પી.ટી. ઉષા તેમજ રાજ્યના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી અને કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુ અને અભિનેતા અરુણ ગોવિલ પણ મહોત્સવની શોભા વધારશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું વિશેષ પ્રદાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ મહોત્સવ દરમિયાન હણોલ ગામે રાત્રિ રોકાણ કરશે. તેઓ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપશે તેમજ પ્રભાત ફેરી અને ગ્રામ સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ આપશે. મહોત્સવના મુખ્ય આકર્ષણો કૃષિ અને ટેકનોલોજી: પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી આધારિત પ્રદર્શનો. યુવા શક્તિ: રોજગાર અને રમતગમત લક્ષી પરિસંવાદો. વિકાસલક્ષી કામો: વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું લોકાર્પણ. આ મહોત્સવ ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે. આયોજકો દ્વારા આ ઐતિહાસિક મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward