Navsari: સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી, દુબઈમાં બુકી નેટવર્ક ચલાવતા પિયુષ પારેખની રાજકોટથી ધરપકડ
નવસારી પોલીસને સાયબર ક્રાઈમ અને આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના નેટવર્ક મામલે એક મોટી સફળતા મળી છે. નવસારી ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા ગજાના આરોપી પિયુષ પારેખની રાજકોટથી ધરપકડ કરી છે. આ ધરપકડને પગલે સાયબર અને બુકી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.દુબઈ કનેક્શન અને બુકી નેટવર્કઝડપાયેલો આરોપી પિયુષ પારેખ સામાન્ય ગુનેગાર નથી. મળતી માહિતી મુજબ, તે દુબઈમાં રહીને મોટું બુકી નેટવર્ક ચલાવતો હતો અને બુલિયન ટ્રેડિંગ સાથે પણ સંકળાયેલો હતો. તેની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાથી તેની વિરુદ્ધ અગાઉ રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યૂ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વોન્ટેડ એવા આ આરોપીને પકડવો એ નવસારી પોલીસ માટે એક મોટી સિદ્ધિ ગણાય છે.પોલીસની કડક કાર્યવાહી અને રિમાન્ડનવસારી ગ્રામ્ય પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડીને પિયુષને રાજકોટથી દબોચી લીધો હતો. ધરપકડ બાદ આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનું કેશોદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
Read Full Story arrow_forward