android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના શિનોરમાં અસામાજિક તત્વોનો આતંક, સાધલી સ્કૂલ સામે બે યુવકો પર જીવલેણ હુમલો
calendar_today January 10, 2026

Vadodaraના શિનોરમાં અસામાજિક તત્વોનો આતંક, સાધલી સ્કૂલ સામે બે યુવકો પર જીવલેણ હુમલો

શિનોર તાલુકાના સાધલી ગામમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સાધલી સ્કૂલની સામે જ પાંચ જેટલા શખ્સોએ બે નિર્દોષ યુવકો પર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો છે.5 લોકોએ હથિયારોથી જીવલેણ હુમલો કર્યોમક્કા ગરાસિયા અને રોનક ઠાકોર નામના બે યુવકો પર પાંચ શખ્સોએ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ હુમલામાં મક્કા ગરાસિયાને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે રોનક ઠાકોરને પીઠ અને હાથના ભાગે ઈજા પહોંચી છે. હાલ બંને યુવકો સાધલીની વિઘ્નહરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલાનો મુખ્ય આરોપી મતીન સિંધી ફરારહુમલાનો મુખ્ય સૂત્રધાર મતીન સિંધી હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ગત રાત્રે જ શિનોર પોલીસે મતીન સિંધી વિરુદ્ધ નશાની હાલતમાં હોવાનો કેસ નોંધ્યો હતો. જોકે તેને કેમ છોડી દેવામાં આવ્યો અને સવાર પડતા જ તેણે ફરી આતંક મચાવ્યો, તે બાબતે પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: મોલની આડમાં ડ્રગ્સનું નેટવર્ક, ગુગલ પે ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ચેટમાં ખૂલ્યા કાળા કારનામા
calendar_today January 10, 2026

Surat: મોલની આડમાં ડ્રગ્સનું નેટવર્ક, ગુગલ પે ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ચેટમાં ખૂલ્યા કાળા કારનામા

સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક મોલમાં ચાલતી ડ્રગ્સ લેબના પર્દાફાશ બાદ હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ કેસમાં દરરોજ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આ મામલે લેબના માલિક ઈશા અણઘણની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઈશા અણઘણ પોલીસને જાણ કર્યા વગર જ દિલ્હી જતી રહી હતી, જેના કારણે શંકા વધુ ઘેરી બની છે.મોલમાં ચાલતી ડ્રગ્સ લેબના પર્દાફાશDCP રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર, પોલીસને આ કેસમાં ડિજિટલ પુરાવાઓનો મોટો ભંડાર મળ્યો છે. આરોપીઓ વચ્ચે થયેલી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટના સ્ક્રીનશોટ પુરાવા તરીકે જપ્ત કરવામાં આવ્યા છે. આ ચેટમાં ડ્રગ્સના સોદા અને નેટવર્ક અંગેની વિગતો હોવાની શક્યતા છે. ઝીલ ઠુમ્મર અને અન્ય આરોપીઓ વચ્ચે લાખો રૂપિયાના Google Pay વ્યવહારોની વિગતો મળી આવી છે. આ વ્યવહારો ડ્રગ્સના વેચાણ અને કાચા માલની ખરીદી માટે કરવામાં આવ્યા હોવાનું મનાય છે.લંડન સ્થિત વોન્ટેડ આરોપી જનક જાગાણી અને ખુશાલ દ્વારા ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે પોલીસે કબજે લીધો છે.ડ્રગ્સનું નેટવર્ક અને રો-મટીરીયલતપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરીયલ અંકલેશ્વરના જીતુભાઈ પાસેથી ખરીદવામાં આવતું હતું. આ સમગ્ર રેકેટનો મુખ્ય આરોપી બ્રિજેશ ભાલોડિયા છે, જે અગાઉ ઇથર કંપનીમાં કર્મચારી હતો. તેની પાસે કેમિકલ પ્રક્રિયાનું ટેકનિકલ જ્ઞાન હોવાથી તે લેબમાં ડ્રગ્સ બનાવવાનું કામ કરતો હતો.આંતરરાષ્ટ્રીય કનેક્શનઆ કેસ માત્ર સુરત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના છેડા લંડન સુધી જોડાયેલા છે. જનક જાગાણી અને ખુશાલ નામના શખ્સો વિદેશમાં રહીને આ આખા નેટવર્કનું સંચાલન કરતા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં SOG દ્વારા ઈશા અણઘણની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે કે શું તેને આ ગેરકાયદે પ્રવૃત્તિની જાણ હતી કે કેમ.આ પણ વાંચો:  Odisha Plane Crash: ઓડિશાના રાઉરકેલામાં પ્લેન દુર્ઘટના, પાયલટ સહિત 7 લોકો હતા પ્લેનમાં

Read Full Story arrow_forward
Odisha Plane Crash: ઓડિશાના રાઉરકેલામાં પ્લેન દુર્ઘટના, પાયલટ સહિત 7 લોકો હતા પ્લેનમાં
calendar_today January 10, 2026

Odisha Plane Crash: ઓડિશાના રાઉરકેલામાં પ્લેન દુર્ઘટના, પાયલટ સહિત 7 લોકો હતા પ્લેનમાં

ઓડિશાના રાઉરકેલામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ દુર્ઘટનામાં પાયલટને ઇજા થઇ છે . 9 સીટર વિમાન હતું જેમાં 7 લોકો સવાર હતા.ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.  મળતી માહિતી મુજબ પાયલટ ઇજાગ્રસ્ત થયો છે. નાનુ વિમાન ટેક્નિકલ ખામી જણાતા લેન્ડ કરાયું ઓડિશામાં રાઉરકેલા હવાઈ પટ્ટીથી લગભગ નવ કિલોમીટર દૂર એક નાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી જણાતા લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે, પરંતુ પાયલોટને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ભુવનેશ્વરથી રાઉરકેલા જઇ રહ્યું હતું વિમાન ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહેલું નવ સીટવાળું વિમાન ટેકઓફ પછી લગભગ 10 કિલોમીટર દૂર ક્રેશ થયું હોવાનું કહેવાય છે. વિમાનમાં ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા, જેમાં કેપ્ટન નવીન કડાંગા અને કેપ્ટન તરુણ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. બધાને બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અચાનક જ પ્લેન નીચે આવી ગયું- પ્રત્યક્ષદર્શી  ઘટના અંગે નજરે જોનારે જણાવ્યું કે વિમાને નીચે આવતા પહેલા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની કોશિશ કરી. આ કારણે લોકો ડરી ગયા. પ્લેન ઘણુ નીચુ આવી ગયુ હતું. લોકો કહે છે કે આટલુ નીચે પ્લેન તો પહેલા પણ ક્યારેય જોયુ નથી. જોત જોતામાં આગળ જઇને પ્લેન ક્રેશ થઇ ગયું. વિમાન દુર્ઘટના બાદ, અધિકારીઓ હવે અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે, જેના કારણે પ્રાદેશિક રૂટ પર ઉડ્ડયન સલામતી અંગે ચિંતા વધી રહી છે. જોકે, રહેવાસીઓ માને છે કે નજીકમાં વૃક્ષો હતા, અને જો વિમાન તેમાં ફસાઈ ગયું હોત, તો તે મોટો અકસ્માત સર્જી શક્યું હોત.

Read Full Story arrow_forward