android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સુરેન્દ્રનગરના ચોટીલામાં ડુંગર તળેટી રોડ પર ડિમોલિશન, ગેરકાયદે દુકાનો ઉભી કરવામાં આવી હતી
calendar_today January 10, 2026

Gujarat Latest News Live : સુરેન્દ્રનગરના ચોટીલામાં ડુંગર તળેટી રોડ પર ડિમોલિશન, ગેરકાયદે દુકાનો ઉભી કરવામાં આવી હતી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, સતત 72 કલાક ઓમકારનો મંત્રોચ્ચાર
calendar_today January 10, 2026

Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, સતત 72 કલાક ઓમકારનો મંત્રોચ્ચાર

ગીર સોમનાથમાં યોજાનારા ઐતિહાસિક સ્વાભિમાન પર્વને લઈ સોમનાથમાં તડામાર તૈયારી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર અને તેની આસપાસના પરિસરમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.સતત 72 કલાક માટે ઓમકારના નાદ સાથે મંત્રોચ્ચાર સ્વાભિમાન પર્વની ભવ્ય તૈયારીઓમાં સતત 72 કલાક માટે ઓમકારના નાદ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. મંત્રોચ્ચાર અને પૂજા દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં શુભ અને પવિત્ર ઉર્જાનો સંચાર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ એક આધ્યાત્મિક અનુભવ સ્થાનિક તથા પ્રવાસી શ્રદ્ધાળુઓ માટે આ પ્રસંગ એક આધ્યાત્મિક અનુભવ તરીકે ગૌરવપૂર્ણ બની રહેશે. તંત્ર દ્વારા સુરક્ષા, ભવ્ય આયોજન અને મંદિર પરિસરની વ્યવસ્થા કડક રીતે રાખવામાં આવી છે. આ પણ વાંચો----   PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

Read Full Story arrow_forward
Railway News : 12 થી 18 જાન્યુઆરી સુધી રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે
calendar_today January 10, 2026

Railway News : 12 થી 18 જાન્યુઆરી સુધી રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે

આ કામને લીધે રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 100/A (કિ.મી. 114/39-43) જે રાધનપુરથી ભિલોટ ગામને જોડે છે. તેને 12 જાન્યુઆરી 2026 થી 18 જાન્યુઆરી 2026 સુધી માર્ગ વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રાખવામાં આવશે. માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 99/B કિ.મી. 113/43-47 (જે રાધનપુરથી ભિલોત અને મહેમદાબાદ ગામને જોડે છે) નો ઉપયોગ કરી શકે છે.નિર્ધારિત સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે રેલવે પ્રશાસને નાગરિકોથી અપીલ કરી છે કે તેઓ અસુવિધાથી બચવા માટે નિર્ધારિત સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે તથા રેલવે દ્વારા કરવામાં આવી રહેલા સંરક્ષા કામમાં સહયોગ આપે. આ કામ ભવિષ્યમાં સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે. 70મા રેલવે સપ્તાહના કેન્દ્રીય સમારોહમાં પશ્ચિમ રેલવેનું શાનદાર પ્રદર્શન–અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર 2025 પશ્ચિમ રેલવેએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પોતાની શ્રેષ્ઠ ઓળખ સ્થાપિત કરી છે અને અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર (AVRSP) – 2025 હેઠળ અનેક પ્રતિષ્ઠિત રેલવે સપ્તાહની શીલ્ડો તથા વ્યક્તિગત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિઓ રેલવે સંચાલન, સુરક્ષા, માળખાગત વિકાસ અને યાત્રી કેન્દ્રિત સેવાઓમાં ઉતકૃષ્ટતા પ્રત્યે પશ્ચિમ રેલવેની અડગ પ્રતિબદ્ધતાને પુનઃ સાબિત કરે છે. આ પણ વાંચો : Gir Somnathમાં PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા મહારાસની તૈયારી કરાઈ, જુઓ Video 

Read Full Story arrow_forward