android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : ફેસબુક પર ફ્રેન્ડ બનાવી પૈસા પડાવી લેવાનું કાવતરું, 7 લાખ પડાવી લેનારા 4માંથી બે ઝડપાયા
calendar_today January 9, 2026

Vadodara : ફેસબુક પર ફ્રેન્ડ બનાવી પૈસા પડાવી લેવાનું કાવતરું, 7 લાખ પડાવી લેનારા 4માંથી બે ઝડપાયા

વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં 68 વર્ષીય નિવૃત્ત કર્મચારી કમલેશ દવેને ફેસબુક પર ફ્રેન્ડ બની કાવતરું કરી રૂ. 7,00,000 પડાવી લેવાના કૌભાંડમાં પાંચ લોકો સામેલ હતા, જેમાંથી બે આરોપીઓ પકડાયા છે અને બાકીના બે પિતા-પુત્ર પણ પકડાઇ ગયાછે.પિંકી પટેલ નામની યુવતીએ કમલેશ દવેને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી વાતોમાં ફસાવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર, પિંકી પટેલ નામની યુવતીએ કમલેશ દવેને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી વાતોમાં ફસાવ્યા હતા. ત્યારબાદ બંને શિનોર ગરનાળા પાસે બેઠા હતા ત્યારે સફેદ કારમાં ચાર પુરુષોએ સાથે મળી પોતાની જાતને પોલીસ બતાવીને કમલેશ દવેને કહ્યું કે યુવતી પાંચ ડ્રગના કેસમાં આરોપી છે અને તમે પણ ફસાઇ જશો. ચાર આરોપીઓ ફરાર થઇ ગયા.ત્યારબાદ આ શખ્સોએ વૃદ્ધ પાસેથી રૂપિયા 7,00,000 લાખ પડાવ્યા હતા અને યુવતી અને આ ચાર આરોપીઓ ફરાર થઇ ગયા.પિતા-પુત્ર ઝડપાયા  મામલે શિનોર પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ કરીને હાર્દિક કનૈયાલાલ શેઠ તથા કેતન ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી (નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર) ને ઝડપી લીધા હતા. પોલીસે હજુ ચાર આરોપીઓ પકડવાના બાકી છે જેમાં અંકિતા યજ્ઞેશ રાવલ, અંજનાબેન ઉર્ફે પિંકી પટેલ, રાજેશ પટેલ અને મહેશભાઇ (વલસાડ)નો સમાવેશ થાય છે. આ મામલે જીતેન્દ્ર ભોગીલાલ રાવલ અને તેના પુત્ર ધ્રુવ જીતેન્દ્ર રાવલ (કાંકરોલ, હિંમતનગર) પકડાયા છે. બાકી રહેલા આરોપીઓની પકડ માટે તપાસ ચાલુ હાલની સ્થિતિમાં, બાકી રહેલા આરોપીઓની પકડ માટે તપાસ ચાલુ છે. આ પણ વાંચો----   Ahmedabad: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ આ રસ્તો બંધ રહેશે, વાંચો તમારે ક્યા રસ્તાનો ઉપયોગ કરવો

Read Full Story arrow_forward
Gandhinagar: ભારે વાહન, નો-પાર્કિંગ, પ્રવેશ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
calendar_today January 9, 2026

Gandhinagar: ભારે વાહન, નો-પાર્કિંગ, પ્રવેશ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી જાન્યુઆરીથી બે દિવસ માટે ગાંધીનગર પધારી રહ્યા છે. તેઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. સાથેસાથે તેઓના રૂટમાં કોઇ વિક્ષેપ સર્જાય નહી તે માટે ભારે વાહનોના પ્રવેશ , લોકોના પ્રવેશ પર પ્રતિબંધ અને નો પાર્કિંગ ઝોન અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.વડાપ્રધાન 11મી જાન્યુઆરીના રોજ લોકભવન તથા મહાત્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોમાં પધારી રહ્યા છે. તેઓ એસપીજી સુરક્ષા કેટેગરી ધરાવે છે. જેના પગલે તેઓની સુરક્ષાને ધ્યાને લઇને તા. 11મી જાન્યુઆરીથી બપોરે બે થી 12મી જાન્યુઆરી સાંજે ચાર કલાક સુધી શહેરના એપોલો સર્કલથી કોબા, ભાઇજીપુરા ચાર રસ્તાથી ચ-0 થઇ જ રોડ થઇ સરિતા ઉદ્યાનથી સેક્ટર-30 સર્કલ સુધીના રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભારે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યુ છે. વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે જર્મન ચાન્સેલરની હાજરીમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેના કારણે ચ-0 થી સેક્ટર-30 સુધીનો જ રોડ , ક રોડથી હોટલ લીલા થઇ રેલવે અંડરપાસથી ખ રોડ સે.13 રેલવે સ્ટેશન ચોકડી તથા ખ-3 સર્કલથી મહાત્મા મંદિર સુધીના મુખ્ય રોડ સામાન્ય જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જોકે, રેલવે સ્ટેશને જતા લોકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે વડાપ્રધાનના કાફલાની અવરજવર ધરાવતા એપોલો સર્કલથી ચ-0 સર્કલ તથા અક્ષરધામ સુધીના ચ રોજ સુધીના મુખ્ય રસ્તા, સર્વિસ રોડ તેમજ મહાત્મા મંદિરથી સે.15 વિજ્ઞાન કોલેજના ખુણેથી ટાઉનહોલ, એક્ઝિબીશન સેન્ટર થી ચ રોડના બંને સાઇડના વિસ્તારને તા. 12ના રોજ સવારે આઠથી બપોરના ચાર કલાક સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ ઉફરાંત મહાત્મ મંદિરથી સે.13 ખુણેથી ઉદ્યોગભવન બીએસેનઅલ ચ રોડ કટ થી ચ-0 સર્કલથી એપોલો સર્કલ સુધીના રસ્તાને પણ તા.12ના રોજ સવારે દસ કલાકથી સાંજના ચાર કલાક સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: વડાપ્રધાન રવિવારે મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે
calendar_today January 9, 2026

Gandhinagar: વડાપ્રધાન રવિવારે મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે

ગાંધીનગર પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારના રોજ મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે. તેમની સાથે મહેમાન તરીકે પધારેલા જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ મેટ્રોરેલ ફેઝ-2નું કામ પુર્ણ થયુ છે. વડાપ્રધાનની લીલીઝંડી બાદ મેટ્રોરેલ છેક અમદાવાદથી ગાંધીનગરના અંતિમ સ્ટેશન મહાત્મામંદિર સુધી દોડશે. હાલ મેટ્રોરેલ સચિવાલય સ્ટેશન સુધી આવે છે. જ્યારે ત્યાંથી અક્ષરધામ, જુના સચિવાલય , સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર સ્ટેશનનું કામ ચાલતુ હોય આ સ્ટેશનોને મેટ્રોનો લાભ મળતો નહતો. જોકે બાકી રહેલા આ સ્ટેશનોના કામ પુર્ણ થયા છે. રૂટ પર મેટેટ્રેન દોડાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તાજેતરમાં જ મેટ્રોના ઉચ્ચઅધિકારીઓએ બાકી રહેલા રૂટ પર ટ્રાયલ રન પણ યોજી હતી. દરમિયાન આગામી 11થી 12મી જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પધારવાના હોય તેમના હસ્તે મેટ્રોરેલને લીલીઝંડી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.વડાપ્રધાન રવિવારે સાંજે મહાત્મા મંદિર સ્ટેશન ખાતેથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે. આ સાથે જ ગાંધીનગરથી છેક અમદાવાદના અંતિમ સ્ટેશન સુધી લોકોને મેટ્રોરેલનો લાભ મળશે. અત્યાર સુધી સચિવાલય સુધી દોડતી મેટ્રોરેલ આ સાથે જ મહાત્મા મંદિર સુધી દોડશે. વચ્ચે આવતા ઉપરોક્ત સ્ટેશનોને આ નિમિત્તે શણગારવામાં આવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward