Anand: સિંહોલ પ્રાથમિક શાળામાં કલેક્ટરની સરપ્રાઈઝ મુલાકાતથી દોડધામ મચી
આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીએ પેટલાદ તાલુકાના સિહોલ ગામના પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન કલેક્ટરે ધોરણ 1 થી 5 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓે દ્વારા કરવામાં આવતી પ્રાર્થના નિહાળી હતી. આ સમયે કલેક્ટરે શાળાની સાફસફાઇ, વર્ગખંડ, મેદાન, મધ્યાહન ભોજન કેન્દ્ર, વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યની ચકાસણી ચેક કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે મુશ્કેલી પડે છે કે કેમ તે મુદ્દે પણ વિસ્તૃત વિગતો મેળવી હતી. ત્યાર બાદ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી સિંહોલ ગામના લાલપુર અને રાંદોલ સીમ આંગણવાડી કેન્દ્રની તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકોને અપાતા પુર્વ પ્રાથમિક શિક્ષણની પદ્ધતિઓ અને પોષણ ટ્રેકર મુજબ બાળકોના વજન-ઉંચાઇનું ક્રોસ વેરીફીકેશન કરી બાળકોની સ્થિતિની સમીક્ષા કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward