Nadiad: ખેડામાં ચાર ખેત પાડોશી સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
xખેડામાં વધુ એક લેન્ડગ્રેબીંગનો મામલો સામે આવ્યો છે. એક વેપારીએ 2018માં પોતાની માતાના નામે એક જમીન ખરીદી હતી. તે જમીનના ખેત પાડોશીઓ જમીન પોતાની હોવાનો દાવો કરી, જમીનમાં પ્રવેશવા દેતા ન હોવાથી ખેડા ટાઉન પોલીસ મથકે વેપારીએ ચારેય ખેત પાડોશીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખેડામાં રહેતા ભરતભાઈ બચુભાઈ દલવાડીએ 2017માં વાસણાબુઝર્ગમાં રહેતા મગનભાઈ વણકર તથા અશોકભાઈ વણકર પાસેથી ખાતા નં. 17વાળી જમીન ખરીદી હતી. બાદ 2018માં ડાહ્યાભાઈ શંકરભાઈ પરમારની ખાતા નં. 1032વાળી જમીન તેમના માતા કમુબેન તે ખોડાભાઈ છબાભાઈ દલવાડીની દિકરી તે બચુભાઈ પરસોત્તમભાઈ દલવાડીની પત્નિના નામે ચેકથી અવેજ ચૂકવી વેચાણ રાખી હતી અને જેનો વેચાણ દસ્તાવેજ કર્યો હતો. 2019માં તેમના માતાનું અવસાન થતાં વારસાઈથી ચાર નામ દાખલ કર્યા હતા. તેમની જમીનને અડીને આવેલ જમીનવાળા અશોક આતાભાઈ પરમાર, ઘનશ્યામભાઈ અશોકભાઈ પરમાર, રવિકાન્ત અશોકભાઈ પરમાર અને રાકેશ અશોકભાઈ પરમારે 2020થી ખાતા નં. 1032વાળી જમીન પોતાની માલિકીની હોવાનું જણાવી, જમીન પર આવવા દેતા કે ખેતી કરવા દેતા નથી, અને જમીન પર જઈએ તો ખોટા એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward