android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પી ટી ઉષાએ કહ્યું, અમદાવાદ સ્પોર્ટ્સ માટેનું ભવિષ્ય બની રહ્યું છે
calendar_today January 9, 2026

Ahmedabad News: પી ટી ઉષાએ કહ્યું, અમદાવાદ સ્પોર્ટ્સ માટેનું ભવિષ્ય બની રહ્યું છે

અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. આ ગેમ્સને લઈને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની AGM મળી હતી. જેમાં 2025-26 માટેની રણનીતિ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આવતીકાલે નેશનલ એથલીટ્સ ફોરમ યોજાશે. એથલિટ્સના અધિકાર અને ગવર્નન્સ મુદ્દે આ ફોરમમાં ચર્ચાઓ થશે. એન્ટી ડોપિંગ અને મેન્ટલ હેલ્થના મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવશે. અમદાવાદમાં ઓલિમ્પિકને લઇ AGM મળી અમદાવાદમાં યોજાયેલી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની AGMમાં પી.ટી.ઉષા પણ હાજર રહ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં સ્પોર્ટ્સ ખૂબ જ સારૂ ચાલી રહ્યું છે. ઈન્ડોર ગેમ્સ પણ સારી ચાલે છે. અમદાવાદ સ્પોર્ટ્સ માટેનું ભવિષ્ય બની રહ્યું છે. અમે છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદમાં છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, નેશનલ ખેલ એકેડેમી ફરી શરૂ કરવામાં આવી છે. આ એકેડેમીમાં ખેલાડીઓને કોચિંગ આપવામાં આવશે. ખેલાડીઓને પહેલા સાત લાખ રૂપિયા મળતા હતાં જે સાત વર્ષથી બંધ હતાં. કોમનવેલ્થ યોજાવા જઈ રહ્યું છે ત્યારે નિયમ પ્રમાણે ખેલાડીઓને ફાઈનાન્સિયલ સપોર્ટ પણ કરવામાં આવશે. આવતીકાલે નેશનલ એથલીટ્સ ફોરમ યોજાશે અમદાવાદમાં પહેલીવાર 60 એથ્લેટ્સ સાથે એક નેશનલ એથ્લેટ ફોરમ યોજાશે. ખેલાડીઓને સામેલ કરીને ટોટલ 3 સેશનમાં નેશનલ એથ્લેટ ફોરમ આવતીકાલે યોજાશે. અલગ અલગ રમતના ખેલાડીઓ આ એથ્લેટ ફોરમમાં ભાગ લેશે. AGMમાં નેશનલ સ્પોર્ટ્સ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. કોચ અને ફાઈનાન્શિયલ રીતે એસોસિએશન બધી જ સમસ્યા પર ધ્યાન આપી રહ્યું છે. 2030 અને 2036 માટે સરકાર ખૂબ સારી તૈયારીઓ કરી રહી છે. આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ

Read Full Story arrow_forward
Ankita Bhandari Case: સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપાશે, એસઆઇટીનું પણ કરાયુ ગઠન, જાણો શું કહ્યુ સીએમ ધામીએ?
calendar_today January 9, 2026

Ankita Bhandari Case: સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપાશે, એસઆઇટીનું પણ કરાયુ ગઠન, જાણો શું કહ્યુ સીએમ ધામીએ?

ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ કહ્યુ હતુ કે, તેઓ અંકિત ભંડારી હત્યા કેસમાં સીબીઆઇ તપાસ કરાવશે. અંકિતાના માતા-પિતા અને સીએમ વચ્ચે બેઠક અંકિતા ભંડારી મામલે સીએમ પુષ્કર ધામીએ સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. સીએમે વધુમાં જણાવ્યુ હતુ કે, અંકિતાના માતા-પિતા સાથે બેઠક કર્યા બાદ તેઓ સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપશે. આ મામલે એસઆઇટીનું ગઠન પણ કરવામાં આવ્યુ છે. કોઇપણ દોષિતને છોડાશે નહીં: સીએમ ધામી સીએમ પુષ્કર ધામીએ કહ્યુ હતુ કે, અંકિતા ભંડારીના પિતાનું સન્માન કરતા તેઓએ સીબીઆઇ તપાસ માટે ભલામણ કરી છે. અંકિતને ન્યાય મળે તે માટે તેમની સરકાર સંપૂર્ણરીતે સમર્પિત છે. કોઇપણ આરોપીને છોડવામાં આવશે નહીં. તેમને કડકમાં કડક સજા મળશે. સીએમે કહ્યુ હતુ કે, સરકારનું ઉદ્દેશ્ય આ મામલે શરુથી લઇને અંત સુધી નિષ્પક્ષ, પારદર્શી અને સંવેદનશીલ તપાસ કરાવવાનું છે. એસઆઇટીનું કરાયુ ગઠન સીએમ ધામીએ કહ્યુ હતુ કે, અંકિતા ભંડારી કેસમાં એક મહિલા આઇપીએસ અધિકારીના નેતૃત્ત્વમાં વિશેષ તપાસ દળ એટલે કે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યુ છે. સીએમે કહ્યુ હતુ કે, કેસમાં તથ્ય અને સાક્ષીઓની અવગણના નહી કરવામાં આવે. સીએમે કહ્યુ હતુ કે, સરકાર ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. અને અંકિતા ભંડારીમાં તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવશે તેમ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યુ હતુ. આ પણ વાંચોઃ  Donald Trumpના 500% ટેરિફવાળા બિલ પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ? 

Read Full Story arrow_forward
Viral Video: એક ડિલિવરી બોયનો ઈનકાર, કોઇકની જીંદગી બચાવી ગયો
calendar_today January 9, 2026

Viral Video: એક ડિલિવરી બોયનો ઈનકાર, કોઇકની જીંદગી બચાવી ગયો

ટેકનોલોજીના જમાનામાં આજે આપણી દરેક જરૂરિયાત એક ક્લિક પર પૂરી થાય છે, પણ શું મશીની અલ્ગોરિધમ ક્યારેય માણસની વેદના સમજી શકે? તમિલનાડુમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે ગમે તેટલી પ્રગતિ થાય, પણ એક માણસની સતર્ક નજર અને સંવેદનશીલતા જ બીજાનો જીવ બચાવી શકે છે. વાત છે એક સામાન્ય રાતની, જ્યારે બ્લિન્કિટ (Blinkit) કંપનીના એક ડિલિવરી પાર્ટનર પાસે એક ઓર્ડર આવ્યો. ઓર્ડર સાવ નાનો હતો –'ઉંદર મારવાની દવા'. મોડી રાતનો સમય અને આવો ઓર્ડર જોઈને સામાન્ય રીતે કોઈ પણ વિચારે કે ઘરમાં ઉંદરોનો ત્રાસ હશે. પરંતુ જ્યારે ડિલિવરી બોય લોકેશન પર પહોંચ્યો, ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું.આવો જાણીએ આખી વાત શું છે? શંકા અને સમજદારીમાં બચ્યો મહિલાનો જીવ જેમ જ ડિલિવરી બોય મહિલાના ઘર પાસે પહોંચ્યો, તેણે જોયું કે ઓર્ડર આપનાર મહિલા માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ હતી. તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી અને તેના ચહેરા પર ગંભીર હતાશા હતી. ડિલિવરી બોયના મનમાં તરત જ ફાળ પડી. તેને સમજાયું કે આ દવા ઉંદરો માટે નહીં, પણ કદાચ આ મહિલા પોતાના અંતિમ પગલા માટે મંગાવી રહી છે અને તેણએ ડિલિવરી ન કરી. જીવન બચાવવાનો નિર્ણય ડિલિવરી બોયે વ્યવસાયિક શિષ્ટાચાર બાજુ પર મૂકીને માનવતાને પ્રાધાન્ય આપ્યું. તેણે તે સામાન આપવાનો સાફ ઇનકાર કરી દીધો. જ્યારે મહિલાએ દલીલ કરી કે તેણે આના માટે પૈસા ચૂકવ્યા છે, ત્યારે ડિલિવરી બોયે મક્કમતાથી કહ્યું, તમારી હાલત જોઈને મને ડર છે કે તમે કંઈક અઘટિત કરી બેસશો. જો તમારે ખરેખર ઉંદર મારવા માટે જ આ દવા જોઈતી હોય, તો તમે કાલે સવારે ફરી ઓર્ડર કરજો, હું અત્યારે આ ડિલિવરી નહીં કરું. == સોશિયલ મીડિયા પર પ્રશંસા આ ઘટનાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લાખો લોકોએ તેને સલામ કરી. લોકોએ કહ્યું કે જો આ જગ્યાએ કોઈ ડ્રોન કે રોબોટ હોત, તો તેણે સૂચના મુજબ દવા પહોંચાડી દીધી હોત અને કદાચ એક જિંદગી મચી ન હોત. ભારતમાં કીટનાશક દવાઓના વેચાણ માટે કડક નિયમો છે, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની ઉપલબ્ધતા જોખમી સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં ડિલિવરી બોયની સમયસૂચકતાએ દર્શાવ્યું કે સમાજમાં હજુ પણ 'માણસાઈ' જીવતી છે. તેની એક નાનકડી 'ના' એ એક પરિવારનો દીવો બુઝાવતા બચાવી લીધો.આ પણ વાંચોઃ Viral Video : હાથ નહીં, છતાં અદ્ભુત રીતે રમે છે વોલીબોલ, વીડિયો ચોંકાવી દેશે

Read Full Story arrow_forward