Kutch News: ભાવમાં 15 ટકાનો વધારો છતાં પતંગરસિકોમાં જોવા મળ્યો જબરો ઉત્સાહ, માર્કેટમાં ખરીદીની ભારે ભીડ
ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ભૂજના માર્કેટમાં તહેવાર પૂર્વે જ ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે મોંઘવારીની અસર પણ આકાશી ઉત્સવ પર જોવા મળી રહી છે. પતંગ અને દોરીના ભાવમાં 15 ટકા જેટલો તોતિંગ વધારો જોવા મળ્યો છે. અવનવી ડિઝાઇન વાળા પતંગો માટે માર્કેટમાં ભીડ શહેરના બજારોમાં અવનવી ડિઝાઇનના પતંગો અને ધારદાર દોરીઓની ખરીદી માટે પતંગરસિયાઓની ભીડ જોવા મળી રહી છે. જોકે, આ વર્ષે મોંઘવારીની અસર આકાશી ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. કાચા માલના ભાવ વધવાને કારણે પતંગ અને દોરીના ભાવમાં 15 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે, તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો દેખાતો નથી. દોરીના બજારમાં તેજી ભુજના બજારમાં આ વખતે પતંગોમાં ભારે વિવિધતા જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કાગળના પતંગોનો ક્રેઝ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ટકાઉપણું જોતા પ્લાસ્ટિકના પતંગોની વધુ માંગ છે. આ વર્ષે પ્રથમ વખત ભુજમાં પંજાબી પતંગ, જોધપુરી પતંગ અને પ્રખ્યાત ખંભાતી પતંગોનું આગમન થયું છે, જે ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળકોમાં છોટા ભીમ, ઈગલ અને ઝાલર પ્રિન્ટની પતંગોની ભારે માંગ છે. આખો દિવસ માર્કેટમાં ખરીદારોની ભારે ચહલપહલ પતંગ કાપવા માટે જરૂરી એવી ધારદાર દોરીમાં પણ અનેક વેરાયટી ઉપલબ્ધ છે. પતંગરસિયાઓ ખાસ કરીને લાલકિલ્લા, ગ્લાઈન્ડર અને તેજ કમાન્ડો જેવી મજબૂત દોરીઓ પર પસંદગી ઉતારી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ભલે ભાવમાં વધારો થયો હોય, પરંતુ હાલ બજારમાં જે રીતે ધરાકી જોવા મળી રહી છે તે જોતા આ વર્ષે સીઝન ખૂબ જ સારી રહેવાની આશા છે. પતંગની દુકાનોમાં સવારથી સાંજ સુધી ગ્રાહકોની અવરજવરને કારણે બજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ Bhavnagar News: નકલી નોટો માર્કેટમાં ઘૂસાડવાનો કીમિયો, પોલીસ એક્શન મોડમાં
Read Full Story arrow_forward