android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કાપોદ્રા હત્યાકાંડના ચાર આરોપી ઝડપાયા
calendar_today January 9, 2026

Surat News: કાપોદ્રા હત્યાકાંડના ચાર આરોપી ઝડપાયા

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતને પગલે લોહિયાળ ખેલ ખેલાયો છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા પક્ષો સામસામે આવી ગયા હતા. જેમાં ચાર શખ્સોએ મળીને મંગલ ઉર્ફે બારીક યાદવ નામના યુવકની છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે, જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.જૂની અદાવતમાં ખેલાયો લોહીનો ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મંગલ ઉર્ફે બારીક અને હુમલાખોરો વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. કાપોદ્રા ચાર રસ્તા પાસે બંને પક્ષો એકઠા થયા ત્યારે બોલાચાલી ઉગ્ર બની હતી. હુમલાખોરોએ "તારી બહુ ચરબી વધી ગઈ છે" તેમ કહી ઉશ્કેરાઈ જઈ મંગલ પર છરી વડે તૂટી પડ્યા હતા. મંગલને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે મિત્રોને પણ ચપ્પુ વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. મૃતક અને હત્યારા બંનેનો ગુનાહિત ઇતિહાસ આ હત્યાકાંડમાં કરૂણતા એ છે કે, મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવ વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સામે પક્ષે હત્યા કરનાર આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. છરીના ઉપરાછાપરી ઘા વાગવાથી મંગલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરત અને સુરેન્દ્રનગરથી આરોપીઓ ઝડપાયા ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને દબોચી લીધા છે. જેમાંથી બે આરોપીની સુરતથી અને અન્ય બે આરોપીની સુરેન્દ્રનગરથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો ક્યારથી શરૂ થશે નવી સિસ્ટમ?

Read Full Story arrow_forward
Surat : RTOના નામે કોઇમ્બતુરના વૃદ્ધ સાથે 14.49 લાખની ઠગાઈ કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી પાડ્યા
calendar_today January 9, 2026

Surat : RTOના નામે કોઇમ્બતુરના વૃદ્ધ સાથે 14.49 લાખની ઠગાઈ કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી પાડ્યા

RTOના નામે APK લિંક મોકલી કોઇમ્બતુરના સિનિયર સિટિઝન સાથે 14.49 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ કરનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.પીડિતને RTO સંબંધિત હોવાનું કહી APK લિંક મોકલી પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓએ તમિલનાડુના કોઇમ્બતુર શહેરના એક સિનિયર સિટિઝને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગત 9 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપીઓએ પીડિતને RTO સંબંધિત હોવાનું કહી APK લિંક મોકલી હતી. લિંક ડાઉનલોડ કરતા જ પીડિતનો મોબાઇલ હેક થઈ ગયો હતો. એક પછી એક કરીને 14.49 લાખની ઉચાપત કરી મોબાઇલ હેક કર્યા બાદ આરોપીઓએ પીડિતના જુદાજુદા બેંક ખાતાઓમાંથી એક પછી એક કરીને કુલ રૂપિયા 14.49 લાખની ઉચાપત કરી હતી. આ તમામ રકમ આરોપીઓના અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓના ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મામલાની ગંભીરતા જોતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ કોઇમ્બતુર સિટી સાઇબર પોલીસ દ્વારા આરોપીઓના ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવી રહી છે.  અજાણી APK લિંક ડાઉનલોડ ન કરે પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણી APK લિંક ડાઉનલોડ ન કરે અને શંકાસ્પદ કોલ કે મેસેજથી સાવચેત રહે. આ પણ વાંચો-----   Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યમાં કરૂણા અભિયાનનું આયોજન, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રીની અપીલ
calendar_today January 9, 2026

Gujarat News: રાજ્યમાં કરૂણા અભિયાનનું આયોજન, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રીની અપીલ

ઉત્તરાયણના તહેવારને આડે હવે 4 દિવસ જ રહ્યા છે.ત્યારે આકશ રંગબેરંગી પંતગોથી તો ભરાઇ જશે. પરંતુ આ આનંદ કોઇ અબોલ પક્ષી માટે જીવલેણ ન બને તે માટે ગુજરાત સરકાર સજ્જ થઇ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં પક્ષીઓના રક્ષણ માટે આગામી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણ અભિયાનની જાહેરાત કરી છે. પતંગ-દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવનું અભિયાન દર વર્ષે પતંગની કાચ પાયેલી દોરીથી હજારો પક્ષીઓ ઘાયલ થાય છે અથવા જીવ ગુમાવે છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઈન અને રેસ્ક્યુ સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. જે પક્ષીઓ દોરીમાં ફસાઈ જાય કે ઘાયલ થાય, તેમને તાત્કાલિક સારવાર આપી જીવતદાન આપવું એ આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રીની અપીલ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નાગરિકોને તહેવારની ઉજવણી સાથે સંવેદના જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી છે. પક્ષીઓ સવારના સમયે ખોરાક માટે નીકળતા હોય છે અને સાંજે માળામાં પરત ફરતા હોય છે. આથી, સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરી અને સિન્થેટિક માંજો પર્યાવરણ અને પક્ષીઓ માટે અત્યંત જોખમી છે. તેના ઉપયોગથી પક્ષીઓના પાંખ અને ગળા કપાઈ જવાની ઘટનાઓ વધુ બને છે, તેથી તેનો સદંતર ત્યાગ કરવો જોઈએ. રાજ્યમાં ‘કરૂણા અભિયાન’ યોજાશે તહેવારનો ઉમંગ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે આપણી ખુશીમાં કોઈનો જીવ ન જાય. ‘કરૂણા અભિયાન’ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પણ એક સામાજિક જવાબદારી છે. જો આપને ક્યાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે, તો તાત્કાલિક નજીકના કરૂણા હેલ્પલાઈન કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.આ પણ વાંચોઃ Gandhinagar: સ્પીપા ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીના ચોથા વ્યાખ્યાનનું આયોજન, રાજ્યના વિકાસને વેગ આપવા મંથન

Read Full Story arrow_forward